આણંદ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
આણંદ જિલ્લાની છ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ કરમસદ વોર્ડ નં.૧ની પેટાચૂંટણી આગામી તા.૨૮મી ફેબુ્રઆરી, ૨૦૨૧ના રોજ યોજાશે. જેમાં ૨૦૧૭૦૫ પુરુષ મતદારો, ૧૯૫૧૪૮ સ્ત્રી મતદારો અને અન્ય જાતિના ૧૦૭ મતદારો મળી કુલ ૩૯૬૯૬૦ મતદારો નોંધાયા છે. ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આણંદ નગરપાલિકામાં ૧૩ વોર્ડમાં ૪૯ બેઠકો માટે આગામી તા.૨૮મી ફેબુ્રઆરીને રવિવારના રોજ મતદાન યોજાશે. જ્યારે ૩ બેઠકો બિનહરીફ થયેલ છે. આણંદ નગરપાલિકાના ૧૩ વોર્ડમાં ૮૯૩૦૨ પુરુષ મતદારો, ૮૬૭૬૪ સ્ત્રી મતદારો અને અન્ય જાતિના ૩ મળી કુલ ૧૭૬૦૬૯ મતદારો નોંધાયેલ છે. કુલ ૧૩ વોર્ડમાં ૮૯ બિલ્ડીંગમાં ૧૯૯ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં ૧૧૦ સામાન્ય, ૬૫ સંવેદનશીલ અને ૨૪ અતિસંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. બોરસદ નગરપાલિકાના ૯ વોર્ડમાં ૩૬ બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં ૨૬ બિલ્ડીંગમાં ૫૩ મતદાન મથકો ઉભા કરાશે. જેમાં ૩૨ સામાન્ય, ૧૪ સંવેદનશીલ અને ૭ અતિસંવેદનશીલ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. બોરસદ નગરપાલિકાના ૯ વોર્ડમાં ૨૭૮૬૧ પુરૂષ મતદારો, ૨૬૮૮૭ સ્ત્રી મતદારો અને ૩ ત્રીજી જાતિના મળી કુલ ૫૪૭૫૧ મતદારો નોંધાયેલ છે. ખંભાત નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં ૩૯ બિલ્ડીંગોમાં ૬૬ બુથ બનાવવામાં આવશે જેમાં ૨૩ બુથ સામાન્ય ૩૩ સંવેદનશીલ અને ૧૦ અતિસંવેદનશીલ બુથનો સમાવેશ થાય છે. કુલ ૯ વોર્ડમાં ૩૬૧૪૬ પુરુષ, ૩૪૫૩૪ સ્ત્રી અને ૧ અન્ય જાતિના મળી કુલ ૭૦૬૮૧ મતદારો નોંધાયા છે.
પેટલાદ નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે મતદાન યોજાશે. પેટલાદમાં ૨૪૧૨૭ પુરૂષ મતદારો, ૨૩૮૨૪ સ્ત્રી મતદારો તથા ૯૬ ત્રીજી જાતિના મળી કુલ ૪૮૦૪૭ મતદારો નોંધાયેલ છે. પેટલાદ ખાતે ૩૦ બિલ્ડીંગોમાં ૪૭ મતદાન મથકો બનાવવામાં આવશે. જેમાં ૨૯ સામાન્ય ૧૨ સંવેદનશીલ અને ૬ અતિસંવેદનશીલ મતદાન મથકો આવેલા છે. ઉમરેઠ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોમાં ૧૪૬૧૨ પુરૂષ, ૧૪૦૦૩ સ્ત્રી અને ૧ અન્ય જાતિના મતદારો મળી કુલ ૨૮૬૧૬ મતદારો નોંધાયેલા છે અને ચૂંટણી માટે ૧૪ બિલ્ડીંગમાં ૨૮ બુથ બનાવવામાં આવશે. જેમાં ૭ સામાન્ય, ૧૮ સંવેદનશીલ અને ૩ અતિસંવેદનશીલ મતદાન મથકો આવેલ છે. જ્યારે સોજિત્રા નગરપાલિકામાં ૭૧૭૬ પુરૂષ, ૬૮૫૪ સ્ત્રી અને ૩ અન્યજાતિના મતદારો મળી કુલ ૧૪૦૩૩ મતદારો નોંધાયા છે અને ચૂંટણી માટે ૭ બિલ્ડીંગમાં ૧૮ બુથ બનાવવામાં આવશે. જેમાં ૦ સામાન્ય, ૪ સંવેદનશીલ અને ૧૪ અતિસંવેદનશીલ મતદાન મથકો આવેલ છે. તો બીજી તરફ કરમસદ વોર્ડ નં.૧ પેટાચૂંટણી માટે ૨૪૮૧ પુરૂષ અને ૨૨૮૨ સ્ત્રી મતદારો મળી કુલ ૪૭૬૩ મતદારો નોંધાયા છે. ચૂંટણી અતર્ગત ૧ બિલ્ડીંગમાં ૫ બુથ બનાવવામાં આવશે. જેમાં ૫ સામાન્ય મતદાન મથકો આવેલ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NCHlNf
ConversionConversion EmoticonEmoticon