ડુંગળી .


ર સ્તા પર શાકવાળાની લારીઓમાંથી મહિલાઓ અને પુરુષો શાક ખરીદવા માટે પડાપડી કરતા હતા. શાકવાળો ઝડપથી જે તે શાક પધરાવતો હતો.

એવામાં એક બહેન ડુંગળી તોલાવતાં હતા તેમાં લારીમાંથી એક ડુંગળી પડી ગઇ. એક ગધેડું ડુંગળીમાં મોં નાખી રહ્યું હતું. પણ શાકવાળાએ એને લાકડીથી ફટકારીને ડુંગળી પાછી સેરવી લીધી અને ડુંગળીના ઢગલામાં નાખી.

એક બહેને કચવાટથી કહ્યું : 'તમે હવે આ ડુંગળી વેચવામાં કાઢશો ? મારે નથી જોઇતી તમારે ત્યાંની ડુંગળી..'

'બહેન, અત્યારે ડુંગળીના ભાવ તમે જાણો છો, આ કાદવમાં પડી ગયેલી એક ડુંગરી ય દસ રૂપિયાની થાય. તમે એ રહેવા દો. તમને બીજી સારી ડુંગળી આપું છું.'

'પણ એ ગંધાતી ડુંગળી તમે બીજાને પધરાવશો ને ?'

લારીવાળો ચિડાયો. 'બહેન, હું ધર્માદા કરવા નથી બેઠો. ઘેર બૈરાં છોકરાં ખાનારાં બેઠા છે. એક ડુંગળી એમ જવા દઉં તો દસ રૂપિયા ખોટમાં જઉં. તમારે લેવી હોય તો બીજી આપું.'

બહેન ચિડાઇને જતાં રહ્યા.

શાકવાળો બબડયો : 'ડુંગળી જાણે મફતનો માલ ના હોય !'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aIhRG2
Previous
Next Post »