- ફક્ત બે પંક્તિમાં જીવન જીવવાની જડીબુટ્ટી એટલે કલમ કસબી કબીર, રહીમ, તુલસીદાસજીના દોહા. આજના સમયમાં દોહા રચાય તો એ કેવા હોય?
ફ ક્ત બે પંક્તિમાં જીવન જીવવાની જડીબુટ્ટી એટલે કલમ કસબી કબીર, રહીમ, તુલસીદાસજીના દોહા, જેતપુરવાળા સોની અખાજીના છપ્પા... કાફી, સાખી... લીમરીક... જોડકણાં કેટકેટલું! શાળા જીવનમાં આ જ્ઞાાનીજનોનું જ્ઞાાનસૂત્ર એટલે ડગલે પગલે ઉદ્દીપક બની જાય છે. હજી ય પ્રેમનાં અઢી અક્ષર પચાવતા દમ નીકળી જાય છે. ગુરુઓમાં પણ હાલ અસલી-નકલીની પંગતો પડતી જાય છે... ત્યાં ગોવિંદનો પીનકોડ ક્યાંથી જલદી હાથ લાગે? ઊંડો કૂવો... ફાટી બોખ... પણ અખાજી કૂવો જ તળિયાઝાટક છે એનું શું? બડપ્પનમાં તમે તાડને ભલે વગોવ્યો કે પંથીને નથી છાયા... ને ખજૂર ઘણી દૂ..ર છે એવું આજકાલ મોટા મોટા નેતાઓમાં પણ જોવા મળે છે. (જત દા'ડે છાંયડાનું ય માર્કેટીંગ થાય!) ઘડીભર માની લઈએ આ ગુણીજનો પુર્નજન્મ લે તો આ ૨૦૨૧માં કેવું ફળદ્રુપ વિચારમંથન (સમુદ્રમંથનની જેમ ૧૪ રત્નોવાળું) મળે!
ઊંચે જાય ડોલર ને રૂપિયો રોજ ગગડે
ઈકોનોમી ઈન્ડિયાની રોજે રોજ બગડે.
(આ બ્રેઈન ડેડની ફોજ એટલે તો ફોરેનમાં કરવા જાય છે મોજ... દરરોજ!)
કરે પક્ષનો પલટો, કહેવાય સેવાભાવી નેતા,
આ ''વૈષ્ણવજન'' ના કહેવાય, કહે નરસિંહ મહેતા.
(હોર્સ ટ્રેડીંગ... ચુંટણીઓનાં રીઝલ્ટ પછી)
તિલક કરે કપાળમાં, ફેરવે હાથમાં માળા,
'સ્વામીજી'ની સેવામાં, રોજ બદલાય બાળા !
(જુદા જુદા રાજ્યોના આશ્રમનાં સંત.. મહંત
હાલ 'હવા ફેર' માટે આથી જ જેલોમાં છે ને?)
સાળી આવી રહેવા, પત્ની છે પિઅર,
જીજાજીને ટેન્શન, પાછો પડોશણનો ફિઅર!
(હાલના લોલકની જેમ આંદોલિત દાંપત્ય જીવનના પ્લસ-માયનસની જન્મ કુંડળી નથી લાગતી?)
છોરાં કરે ધમાલ ને તમે નાંખો ટીપી
યાર, માથું થશે ભારે, વધી જશે બી.પી.
(સાવધાન... નવી પેઢી છે, નરમાશ રાખજો જરા)
ભૂમિતિમાં ના ફાવે, નાના મોટા કોણ,
ભૂગોળ કડકડાટ, ભણાવે દીપીકા પદુકોણ !
(વિષયને બોરીંગને બદલે સ્કોરીંગ બનાવવો છે? ઈન્ટીરીયર ડેકોરેશનનો જમાનો છે!)
ગેરેન્ટર બન્યો બેંક લોનમાં,
ફ્રેન્ડના હપ્તા ભરું દર માસ,
કેવા કેવા ભટકાયા,
જે દોસ્ત માન્ય'તા ખાસ!
(કહે છે વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે અહિં તો સ્વયં વેન્ટીલેટર પર આવી ગયા ને?)
લગ્ન પહેલા પ્રેમપત્રથી, ભરચક થઈ ગઈ બુક,
લગ્ન પછી, રોજ પૂરી થાય ચેકબુક!
(એક બાજુ ઘરવાળાનાં શોપીંગનાં ઓનલાઈન ઓર્ડર... બીજી બાજુ તૈયાર રાખો મનીઓર્ડર!)
શ્વાસ ડચકાં ખાય; ગંગાજળનો લોટો,
બંધ થયા શ્વાસ, બેસણું દીવો ને ફોટો!
(જિંદગીની એક્ઝીટમાં પણ આ જ ત્રિવેણીસંગમ !)
प्यार महोबतके चक्करमें
मत पडना मेरे यार,
रोना धोना, रुढना मनाना
नखरे बार बार ।
(બોલો... તો ય પાછા ''નો એન્ટ્રી''માં ઘૂસ્યા ને?)
મરી મસાલા
What is this life,
If full of tension ?
We have "NO" time
except Salary and Pension !
(કવિ વર્ડસવર્થની માફી સાથે અમથું અડપલું)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oWikJN
ConversionConversion EmoticonEmoticon