સાધુતાનો અર્થ .


સત્ય સ્વરૂપ સાધુતાનો અર્થ એ છે કે તે જીવનના કોઇપણ જાતના વિષાદથી, દુઃખથી ચિંતાથી ઉદ્વેગથી ટોટલી મુક્ત થઈ જવું અને સમતા, સમત્વ ધારણ કરી અને સ્વસ્થતા અને પ્રસન્નતા પૂર્વક પરમ આનંદ સાથે જીવવું.

આ રીતે જ પરમતત્વ પરમાત્માના મિલનના પંથે આગળને આગળ આંતરિક સાધના કરી શુધ્ધ થતાં થતાં આગળ વધવું. પરમતત્વને મળવું એટલે મનથી મુક્ત થવું, શૂન્ય થવું, નિર્વિચારમાં સ્થિર થવું, આ માટેની આંતર સાધના શરૂ કરવી અને પરમ મૌનતા ધારણ કરવી.

આ રીતે આત્મિક સત્યમાં સ્થિર થઈ આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવું. આ છે સત્ય સ્વરૂપ સાધુતા જેણે સ્વેચ્છાએ શુધ્ધ અને સાત્વિક વિચાર સાથે પાંચ "પ"નો મોહ મમતા છોડેલ છે તે જ સાચો સાધુ.

બીજા અર્થમાં કહીએ તો જેમ જેમ માનવીય સબંધો વિષે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે સાંસારિક માણસ રાગ, દ્વેષ, અહંકાર અને વાસનામાં સ્થિર હોવાને કારણે જ કે સાંસારિક સંબંધો માણસને કેટલા બધા પરમ શાંતિ અને આનંદથી દૂર રાખે છે છતાં તે તેમાંથી મુક્ત થઈ શકતો નથી અને પદાર્થની પકડ ઘેરી કરીને જીવે છે. જેથી ચિંતા અને તનાવગ્રસ્ત જીવન જીવે છે તેમાંથી મુક્ત થઈ શકતો નથી. તે આજના માણસની વાસ્તવિકતા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aun2ut
Previous
Next Post »