(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 04 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
અજય દેવગણ આગામી ફિલ્મમાં ચાણક્યનું પાત્ર ભજવવાનો છે. ચાણક્યના માથાના વાળ નહોતા એટલે કે તેને સંપૂર્ણ ટાલ હતી. અજય પાત્રને ન્યાય આપવા માટે માથાના વાળ ઊતરાવે તેવીકોઇ શક્યતા નથી.
ફિલ્મના દિગ્દર્શક નીરજ પાંડેએ જણાવ્યું હતુ ંકે, ચામક્યના માથા પર એક પણ વાળ નહોતો. તેમને સંપૂર્ણ ટાલ હતી. પરંતુ અજયને આ પાત્ર ભજવવા માટે વાળ ઊતારવાની જરૂર મને આજના આધુનિક સમયમાં લાગતી નથી. આજે જે રીતે વીએફએક્સ અને પ્રસ્થેટિક મેકઅપનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેના પરથી મને નથી લાગતુ ંકે તેણે ટકો કરાવવો પડે.
દિગ્દર્શકે વધુમાં જણાવ્યું હતુ ંકે, મને આ રોલ માટે અજય જ યોગ્ય લાગ્યો હતો. તેનામાં પાત્રમાં ગંભીરતા લાવવાની આવડત બહુ સારી છે. જે ચાણક્યના રોલ માટે જરૂરી છે. સાથે જ તેના અવાજના ચઢાવ-ઉતાર અને શબ્દોના ઉચ્ચારણ પણ યોગ્ય છે.
નીરજ પાંડેએ વધુમાં જણાવ્યું હતુ કે, આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે જેના ફાઇનલ ડ્રાફટને લોક કરી દેવામાં આવ્યો છે. આવનારા ત્રણ-ચાર મહિનામાં જ આ ફિલ્મની તૈયારી શરૂ કરવામાં આવશે. જોકે પહેલા તો થોડા મહિનાઓ સુધી તાલીમ આપવી પડશે, જેથી ફિલ્મ ફ્લોર પર તો આ વરસના અંતમાં જ જાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rlaXNG
ConversionConversion EmoticonEmoticon