અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ 13 વરસ પછી રૂપેરી પડદે ફરી સાથે કામ કરે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 04 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

માર્ચ મહિનામાં જોન અબ્રાહમે મલયાલમ ફિલ્મના હક્ક ખરીદ્યા હતા. આ મૂળ ફિલ્મમાં પૃથ્વીરાજ અને બીજુ મેનને મુખ્ય રોલ ભજવ્યા હતા. જોને ફિલ્મના હક્ક ખરીદ્યા ત્યારથી આ ફિલ્મમાં ક્યા  બે અભિનેતા મુખ્ય રોલમાં જોવા મળશે તે જાણવાની સહુને ઉત્કંઠા હતી. 

એક રિપોર્ટસના આધારે, આ ફિલ્મમાં દોસ્તાના ફિલ્મની જોડી જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન ફરી સાથે જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મ માટે બન્ને જણા લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં છે અને વાતચીત કરી રહ્યા છે. કહેવાય છે કે, જલદી આ ફિલ્મના દસ્તાવેજો કરવામાં આવશે. 

આ મલયાલમ ફિલ્મ ૨૦૨૦ના લોકડાઉન જાહેર થયું એ પહેલાજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ એક ધનવાન અને સબ-ઇનસપેક્ટર વચ્ચેના મતભેદ પર આધારિત છે. આ ફિલ્મનું મલયાલમમાં નામ અયાપનુમ કોશિયામ છે. 

જોનની આ ફિલ્મ અંગે હજી વધુ વિગત જાણવા મળી નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36Ef6o7
Previous
Next Post »