ખેડા જિલ્લામાં કોરોનાનો ખોફ ઓસર્યો : નવા 4 કેસ નોંધાયા


- જિલ્લાની બે કોવિડ હોસ્પિટલમાં 22 દર્દીઓ સારવાર હેઠળ : નડિયાદ અને મહુધામાં બે બે કેસ

નડિયાદ, તા. 4 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

ખેડા જિલ્લામાં આજે મહુધા અને નડિયાદમાં બે-બે કોરોનાના કેસો  નોધાયા છે.આજે જિલ્લામાં ચાર નવા કોરોનાના  કેસો નોંધાયા  છે.જિલ્લામાં છેલ્લાં ૯ મહિનામાં  ૩,૧૦૪ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

આજે  જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે.  જ્યારે ૧૮ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.એક  દર્દી ઓક્સિજન પર  જ્યારે ૨૧  દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા પ્રમાણે મહિલા ઉં.વ૫૫ ઉંદરા ગોપી તળાવ વિસ્તાર,તા,મહુધા,પુરુષ ઉં.વ.૫૩ પારેખ ટીમ્બા,ખોડિયાર માતાજીના મંદિર નજીક,તા.મહુધા,પુરુષ ઉં.વ.૪૦ ઉમંગ પાર્ક પટેલ બેકરી રોડ,નડિયાદ,પુરુષ ઉં.વ.૪૫ નિમિષા ટેનામેન્ટ કિશન સમોસાનો ખાંચો,નડિયાદમાં કેસ નોંધાયા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Le4IN
Previous
Next Post »