આદિત્ય નારાયણ : મારી માતાએ મારો અને શ્વેતાનો મલાપ કરાવ્યો..

- શ્વેતા (અગ્રવાલ) અને હું મારી પ્રથમ ફિલ્મના શુટિંગ વેળા સૌ પહેલા મળ્યા હતા.  એ ફિલ્મ હતી વિક્રમ ભટ્ટની 'શાપિત' શ્વેતા તો તેના કોલેજ કાળથી મોડેલિંગ અને એક્ટિંગ કરતી હતી, પણ આ  તેની પહેલી ફૂલ-લેન્થ હિન્દી ફિલ્મ હતી. 


ઉદીત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે મોડેલ અભિનેત્રી અને વર્ષો જૂની પ્રેમિકા સાથે મીંઢબ બાંધ્યા એ વાતને વધુ લાંબો સમય નથી થયો. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર બંનેના ક્યૂટ ફોટોગ્રાફસ મુક્યા છે, જે તેના ફેન્સ અને પ્રશંસકોએ ખોબલે ખોબલે વધાવ્યા છે. પહેલી નજરના પ્રેમથી માંડીને સાત ફેરા સુધી પહોંચનારા આ પ્રેમી જોડીએ તેમની પ્રેમની મજલ કેવી રીતે પાર પાડી એ જાણવું રસપ્રદ છે. અહીં આદિત્ય નારાયણ સાથે થયેલી વાતચીતમાં તમને જરૂર ઘણી જાણકારી મળશે, જે પ્રસ્તુત છે. બેશક આ એવી પળોમાં વાતચીત કરવામાં આવી છે કે તેમની પ્રેમાળ પળોમાં જરાય વિક્ષેપ પડે નહીં.

* તારી બેટર હાફને ક્યારે અને કેવી પળોમાં મળ્યો ?

* શ્વેતા (અગ્રવાલ) અને હું મારી પ્રથમ ફિલ્મના શુટિંગ વેળા સૌ પહેલા મળ્યા હતા.  એ ફિલ્મ હતી વિક્રમ ભટ્ટની 'શાપિત' શ્વેતા તો તેના કોલેજ કાળથી મોડેલિંગ અને એક્ટિંગ કરતી હતી, પણ આ  તેની પહેલી ફૂલ-લેન્થ હિન્દી ફિલ્મ હતી. વિક્રમ ભટ્ટની ઓફિસમાં અમારી બંનેની ઔપચારિક મુલાકાત થઇ હતી. હું તત્કાળ તેના ભણી આકર્ષાય ગયો હતો. આ તો મારા માટે લવ એટ ફસ્ટ સાઇટ હતો, જેની મને કશી જાણ જ નહોતી.

* કોણે કામદેવતાની ભૂમિકા ભજવી ?

* શ્વેતાને મારી રમૂજી બાબત અંગે બહુ જાણ  નહોતી ભૂતકાળમાં મારી ગર્લફ્રેન્ડ્સ હતી, એ અંગે તેણે મને અગાઉથી ચેતવણી આપી હતી. શ્વેતા પહેલા મારી પાસે કેટલીક ગર્લફ્રેન્ડ હતી, પણ હું કંઇ વુમેનાઇઝર નથી. પણ મારા જીવનમાં પ્રથમ વ્યક્તિએ કામદેવતાની ભૂમિકા ભજવી એ મારી મા છે. તેમણે જ મને કહ્યું હતું કે એક સહકલાકાર તરીકે શ્વેતાને ડીનર પર લઇજા, પણ શ્વેતા તેને બે મહિલા સુધી વિલંબિત કરતી હતી. આથી મારી માતાએ તેને બોલાવી અને તેણે મારી માતાની વિનંતી સ્વીકારવાની ના નહીં પાડી. આ કંઇ ખરેખરું ડેટ પર જવાનું નહોતું. પણ એક મનગમતું ડિનર હતું.

* આ પછી તારી લવસ્ટોરી કેવીરીતે આગળ વધી ?

* મારા ૨૨માં જન્મદિને મારા મિત્રોએ શ્વેતાને બોલાવી અને એ આવી એ મારા માટે મોટું આશ્ચર્ય હતું અમે કેટલોક ગુણવત્તાભર્યો સમય વિતાવ્યો છે. તેની મંજૂરીથી તેને કિસ પણ કરી છે. આમ છતાં તે મારી સાથે રિલેશનશિપમાં હોય એવું મને લાગ્યું નહીં. અને આથી હું પણ થોડો થંભી ગયો હતો. છેલ્લાં છ મહિના તો એ મારાથી હાથ છેડા અંતરે રહેતી હતી. અમારા ફિલ્મના શુટિંગ વચ્ચે જે સંવાદો ચાલતા એટલી જ અમારી વચ્ચે વાતચીત થતી હતી. સદ્નસીબે ફિલ્મનું શુટિંગ  પૂરું થઇ  એ પછી મારા કઝીન્સે અમારા બે વચ્ચે શાંતિ સ્થાપી.

* તું પહેલીવાર મળ્યો ત્યારે તને ગમી ગઇ હતી ?

* બેશક એ મને સંપૂર્ણપણે ગમી ગઇ હતી. એ સુંદર છે. તેની આંકો ખૂબ જ સુંદર છે. અને ચળકતા સફેદ દાંત જેમના દાંતનો સેટ સુંદર હોય એ વ્યક્તિ મને ઘણી ગમી જાય છે. હળવાશથી મીઠું બોલે છે. મારી જેમ એ 'પાર્ટી' પર્સન નથી. અમે ઘણાં જ સરળ પરિવાર તરફી લોકો છીએ. અમારું મિત્રવર્તુળ ઘણું જ વિશાળ છે અને અમે એક બીજાના ઘરે આવતા-જતાં રહીએ છીએ.

* શું તેની સાથે ટેલિફોન નંબરની આપલે કરી છે ?

* ના મેં તેનો નંબર વિક્રમ ભટ્ટ પાસેથી લીધો હતો. એ પછી મેં તેને મેસેજ મોકલ્યો હતો. 'તું આજે ઘણી જ સુંદર લાગે છે.' મેં તેને ગ્રીન શોટ્સ અને બ્લેક ટોપમાં જોઇ હતી મને ખાતરી હતી કે એ જેવી દેખાય છે, એવી કુલ તો નથી જ.

* આઇસબ્રેકર કોઇ હતું ?

*  ફૂડ હું મોટેભાગે કોઇક ડાયેટ કે અન્ય પર હોઉ છું. 'શાપિત'ના શુટિંગ વેળા મારા ડાયેટમાં દિવસના ત્રણ ભોજન હતા. એ તેના ઘરે સારું જમવાનું બનાવતી હતી. અમે સાથે બેસતા અને એકબીજાની વાનગી શેર કરતા.

* તું ઘરે પાછો ફરે છે ત્યારે તેના માટે વિચારે છે ?

* હા અમે બંને પાંચ મકાનોના અંતરે રહીએ છીએ. અને મારી બારીમાંથી હું તેનું ઘર જોઇ શકું છું. મને કાયમ એ વાતનું આશ્ચર્ય થતું કે આટલું નાનું અંતર ક્યારે કાપી શકીશ, જે અમને અલગ પાડે છે.

* તમારી પ્રથમ ડેટ્સ

* અમે ઓશિવારાની ફાઇવ સ્પાઇસ હોટેલમાં ગયા હતા આ પછી તેણે મને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું અને ત્યાં મેં ચીઝ કેક ખાધી હતી.

* આઇ લવ યું એવું કોણે પહેલા કહ્યું હતું. ?

* મેં.

* તમારા બેમાં કોઇ વધુ પઝેસિવ છે 

* આ બાબતમાં અમે બંને સરખા છીએ, પણ હું તરત વ્યક્ત કરું છું અને તે એવું નથી કરતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M2MZI2
Previous
Next Post »