ટોચની ફિલ્મોના સેટ પર થયેલા મોટા મોટા અકસ્માત

- ફિલ્મોના સેટ પર નાના-મોટા અકસ્માતો થાય એ સ્વાભાવિક છે. જોકે ઘણી વખત તો જીવલેણ એક્સિડન્ટો પણ જોવા મળ્યા છે. હાલમાં જ ફેબુ્રઆરી મહિનાની બીજી તારીખે પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના સેટ પર આગ ફાટી નીકળી હતી. મુંબઇના ગોરેગામના ફિલ્મસિટી સ્થિત ફિલ્મના  સેટ પર શોર્ટ સર્કિટ થવાને કારણે ભયંકર આગ ફાટી નીકળી હતી. જેમાં ફિલ્મના સેટ પરનો સામાન આગની જ્વાળાની લપેટમાં આવી ગયો હતો. જોકે સદનસીબે કોઇ વ્યક્તિ ત્યારે સેટ પર હાજર ન હોવાથી  જાનહાનિ થઇ નહોતી.  આ તો થઇ આદિપુરુષ ફિલ્મની વાત, પરંતુ ભૂતકાળમાં ઘણી ફિલ્મોના સેટ પર અકસ્માત થયા છે.  


કબીર સિંહ

૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ કબીર સિંહ શાહિદ કપૂરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. જોકે આ ફિલ્મના શૂટિંગ પર પણ એક જબરદસ્ત અકસ્માત થયો હતો.  વાત એમ બની હતી કે, આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડમાં ચાલતુ હતુંત્યારે એક ણ્ જીવલેણ અક્સ્માત થયો હતો જેમાં એક વ્યક્તિની જાન ગઇ હતી.  આ ઓપરેટર જનરેટરમાં પાણી છે કે નહીં તે તપાસ કરી રહ્યો હતો, ત્યારે તેનું મફલર જનરેટરના પંખામાં ફસાઇ ગયું હતું અને તેનું મૃત્યું થયું હતું. 


મધર ઇન્ડિયા

૧૪ ફેબુ્રઆરી ૧૯૫૭ના રિલીઝ થયેલી ફિલ્મ મધર ઇન્ડિયા પણ આ યાદીમાં સામેલ છે. સુનીલ દત્ત અને નરગિસ ફિલ્મમાંના આગનું દ્રશ્ય ભજવી રહ્યા હતા ત્યારે ઓચિંતાની જ આગ ચારેબાજુ ફેલાઇ ગઇ હતી. જેમાં નરગિસ ફસાઇ ગઇ હતી. સુનીલ દત્તને આની જાણ થતા જતે નરગિસને બચાવવા માટે તે આગની જ્વાળામાં કુદી પડીને તેન ેબચાવી લઇને સુરક્ષિત બહાર આવ્યો હતો. આ હાદસામાં સુનીલ દત્ત પણ થોડા જખમી થઇ ગયા હતા.


પદ્માવત

દિગ્દર્શક સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવત રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઇ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક અક્સ્માત થયો હતો, જે સાંભળીને લોકોનું દિલ દ્રવી ગયું હતું. સેટ પર શૂટિંગ ચાલુ હતુ ત્યારેએક કર્માચારી ઊંચાઇ પરથી પડીને નીચે પડતા અવસાન પામ્યો હતો. 

ઇન્ડિયન ટુ

કમલ હાસનની ફિલ્મ ઇન્ડિયન ટુ સાઉથનીફિલ્મોમાંની બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મના સેટ પર ગયા વરસે એક ક્રેન હાદસો થઇ ગયો હતો. ક્રેન પર એક મોટી ફ્લેશ લાઇટ કારખવામાં આવી હતી, જે અચાનક જ નીચે પડી ગઇ હતી. આ અકસ્માતમાં ફિલ્મના આસિટન્ટ ડાયરેકટર સહિત કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. 

દબંગ ટુ

સલમાન ખાનની ફિલ્મ દબંગ ટુના સેટ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ફિલ્મનો સેટ મહેબૂબ સ્ટુડિયોમાં બનાવામાં આવ્યો હતો. ત્યારે સલમાન ખાન પણ સેટ પર હાજર હતો. શોર્ટ સક્રિટના કારણે લાગેલી ભયંકર આગમાં સલમાન તો બચી ગયો હતો, પરંતુ આ એક્સિડન્ટમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતા. 

બ્લેક-દેવદાસ-હમ દિલ દે ચુકે સનમ

દિગ્દર્શક સંજય લીલા ભણશાલીની એક ફિલ્મને નહીં પરંતુ ઘણી ફિલ્મો પર અકસ્માતો થયા છે. ભણશાલીની બ્લોકબસ્ટર ફિલ્મો દેવદાસ, હમ દિલ દે ચુકે સનમ અને બ્લેકના સેટ પર ભીષણ આગ ફાટી નીકળી હતી.  હમ દિલ દે ચુકે સનમના સેટ  પર  આગ લાગી હતી, પરંતુ કોઇ નુકસાન થયું નહોતું. ફિલ્મ દેવદાસના સેટ પર આગ લાગી હતી જેમાં બે લોકો બળીને ભડથુ થઇ ગયા હતા. ૨૦૦૪માં રિલીઝ થયેલી  ફિલ્મ બ્લેકના સેટ પર લાગી આગી હતી જેમાં મોટા ભાગના ઉપકરણો બળીને ખાક થઇ ગયા હતા. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jZS28P
Previous
Next Post »