નડિયાદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આગામી દિવસોમાં મતદાન યોજાનાર છે.જે અનુસંધાને મામલતદાર કચેરીઓમાં આવતા નાગરિકોને ઇ. વી. એમ અંગે સમજ આપવામાં આવી રહી છે.
ખેડા જિલ્લામાં આવનાર સમયમાં પાંચ નગર પાલિકા અને આઠ તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીનુ મતદાન ઇ.વી.એમ મશીનના ઉપયોગ દ્વારા ૨૮ ફેબુ્રઆરીના રોજ થવાનું છે. આ માટે જિલ્લામાં ૩૦૦૦થી વધુ ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે. ઇ.વી.એમ મશીનની સમજ આપવા માટે મહેમદાવાદ મામલતદાર કચેરીમાં એક અધિકારી દ્વારા કચેરીમાં આવતા નગરજનોને સમજ આપવામાં આવી રહી છે. તેમ જ મતદાનના દિવસે મતદાન કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવી રહી છે. કચેરીમાં આવતા યુવા મતદારોને ખાસ ઇ.વી.એમ મશીનની સમજ આપવામાં આવી રહી છે, જેથી મતદાન કરતી વખતે તેમનાથી કોઈ ભૂલ ન થાય.
આ અંગે એક નાગરિકે પોતાના પ્રત્યુતર આપતા જણાવ્યુ હતુ કે કચેરી દ્વારા આ સારું આયોજન કરવામાં આવ્યું છે, જે ખરેખર લોકોપયોગી છે. વળી, યુવા મતદારોને ઇ.વી.એમ મશીનનો ઉપયોગ અને મતદાન કેવી રીતે કરવુ તેની સમજ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. મોટી ઉંમરના લોકોને પણ આ અંગે સમજ આપવાથી મતદાનના દિવસે ઘણું સારું રહે છે. આ જ રીતે તંત્ર દ્વારા જાહેરાતો કરીને મતદાન માટે લોકોને માહિતી આપવા અને જાગ્રતિ લાવવાનું કામ આરંભી દેવાયું છે. કેટલીક સંસ્થાઓ દ્વારા પણ નાગરિકોમાં મતદાનજાગ્રતિ માટે ઠેરઠેર બેનરો લગાવવામાં આવી રહ્યા છે તો સોસાયટીઓમાં ફરફરિયાં વહેંચવામાં આવી રહ્યા છે. ઘણે સ્થાને શેરીઓમાં ચિત્ર-સ્ટીકરો લગાવીને લોકોને વધારે ને વધારે મતદાન કરવા પ્રેરે તેવા પ્રયાસો સ્થાનિક સમાજ સેવકો કરી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37qUJei
ConversionConversion EmoticonEmoticon