આણંદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
આણંદ જિલ્લામાં ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન આણંદ પાસેના હાડગુડ તથા આણંદ તાલુકાના ગાના ગામેથી બે પુરૂષ તેમજ હાડગુડ ગામની એક ૨૧ વર્ષીય યુવતી તથા ખંભાત તાલુકાના ધુવારણ ગામની ૨૧ વર્ષીય યુવતી રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાના અલગ-અલગ બનાવ પોલીસ મથકે નોંધાયા છે. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના હાડગુડ ગામે ધરતીનગરની જાનકી પાર્ક સોસાયટી ખાતે રહેતો હેમંત કનુભાઈ ઠાકોર (ઉં.વ.૨૫) ગત તા.૧૫ ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપત્તા થયો હતો. જ્યારે આણંદ પાસેના ગાના ગામે સંદીપભાઈ પટેલની પોલ્ટ્રીફાર્મની સાઈડરૂમમાં રહેતો રાજેશ રામાભાઈ ઝાલા (ઉં.વ.૩૨) પણ ગત તા.૧૫ ફેબ્રઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપત્તા થયો હતો. આ બંને બનાવ અંગે અનુક્રમે આણંદ શહેર તથા આણંદ ગ્રામ્ય પોલીસે જાણવાજોગ નોંધ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના હાડગુડ ગામની વિક્રમનગર સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષીય અફસાનાબાનુ સખાવતમીંયા મલેક ગત તા.૧૪મી ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી.
આ બનાવ અંગે પરિવારજનોએ આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર યુવતીની સઘન શોધખોળ આરંભી છે. ઉપરાંત ખંભાત તાલુકાના ધુવારણ ગામે વચલાપુરા ખાતે રહેતા માધવસિંહ પરબતસિંહ સીંધાની દિકરી વર્ષાબેન (ઉં.વ.૨૧) ગત તા.૧૫મીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી ક્યાંક ચાલી જઈ ગુમ થવા પામી હતી.
આ અંગે તેણીના પિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jWan6J
ConversionConversion EmoticonEmoticon