ઘણાં ફિલ્મ કલાકારો એવા હોય છે, જેઓ માત્ર કરોડોની કમાણી એકત્ર જ નથી કરતાં, પણ એનો સદ્ઉપયોગ પણ કરે છે અને જરૂરતમંદોની સહાય માટે તેનું વિતરણ પણ કરે છે, પણ આ બધુ જાહેરમાં નહીં, ગુપ્ત રીતે! એનું કારણ એ છે તેમનો સ્વભાવ દયાળુ છે, સમાચારોમાં ચમકવાને બદલે જરૂરતમંદોને આવશ્યક મદદ કરી ખસી જવું. આવું કાર્ય કરનારામાં ઘણાં કલાકારોનો સમાવેશ થાય છે, જેમાં '૯૦ના દાયકાની અભિનેત્રી જુહી ચાવલાનો પણ સમાવેશ થાય છે. હવે એ માત્ર અભિનેત્રી જ નથી રહી, પણ ઓર્ગેનિક ફાર્મર અને એન્ટ્રેપ્રેનર પણ બની ગઈ છે. જુહી વિભિન્ન સામાજિક અને પર્યાવરણીય હેતુઓ માટે પણ લડી રહી છે અને પ્લાસ્ટિક પોલ્યુશન માટે પણ તેની જેહાદ રંગ લાવી છે.
છેલ્લા એક દાયકામાં, આ અભિનેત્રીએ તેના જીવનનો મહત્ત્વનો હિસ્સો મહત્ત્વના હેતુઓ માટે વાપર્યો છે અને સાથે જ તે કબૂલે છે કે આ બધુ મેં કંઈ એક અભિનેત્રી તરીકે નથી મેળવ્યું. ૫૩ વર્ષની આ અભિનેત્રી કહે છે, 'છેલ્લા કેટલાંય વર્ષોથી મારા રસના વિષયોમાં ક્રમશઃ પરિવર્તન આવ્યું છે. મારા ધ્યાનમાં કેટલીક વાસ્તવિકતા આવી છે, જે ચોંકાવનારી છે. એમાંની કેટલીક તો આપણા પર્યાવરણને લગતી જ છે, જે ખરેખર અગાઉ જાણવા મળી હોત તો વધુ સારું થાત. તબક્કાવાર મને જાણવા મળ્યું કે મોબાઇલ ટાવરોમાંથી નીકળતું રેડિયેશન અને પ્લાસ્ટિક પોલ્યુશન. આ પછી મેં તે અંગે શિક્ષણ મેળવ્યું અને સોશિયલ મીડિયા પર મારો અવાજ ઉઠાવવાની શરૂઆત કરી. આ પ્રક્રિયામાં હું ઘણાં સમાન વિચારસરણી ધરાવતા લોકોને- જેમને પર્યાવરણની ચિંતા હતી અને તેઓ એક મૌન-યોધ્ધા તરીકે લડવા તૈયાર હતા અને આપણી પૃથ્વીને એક સારા સ્થળ બનાવવા ઉત્સુક હતા. આ કારણે મને 'ઇનિશિયેટિવ સિટિઝન્સ ફોર ટુમોરો' સંસ્થા સ્થાપવાની પ્રેરણા મળી. આ પછી અમે લોકોમાં પર્યાવરણ અંગે વધુ જાગરુકતા પ્રસરાવવાનું શરૂ કર્યું,' એમ જુહી ચાવલાએ જણાવ્યું.
જો કે જુહી ચાવલા અત્યારે જે પ્રવૃત્તિઓ કરે છે તેને કારણે એ ઘણી ખુશ છે એ જે પ્રવૃત્તિઓ કરે છે તેમાં પર્યાવરણ, સુખાકારી અને શિક્ષણ સમાવિષ્ઠ છે. પર્યાવરણ ઉપરાંત જુહી ચાવલા શિક્ષણ માટે પણ અમૂલ્ય પ્રદાન આપે છે. જુહી કહે છે,
'ગુજરાતના પોરબંદરમાં અભ્યાસ કરતી નાની બાળાઓ પર મેં મારું ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને આ સંદર્ભે મેં મારી જાતને શિક્ષિત કરી છે અને સાકલ્યવાદી શિક્ષણ અભિગમ માટે કઈ કઈ વિસંવાદિતા છે તેને મેં ઓળખવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે મેં કાર્યને પ્રેમ કર્યો અને માણ્યો ત્યારે મેં અનુભવ્યું કે તમે શું કરો છો. એપછી તો મારા માટે કોઈ કામ બાકી જ ન રહ્યું. મેં એક ફિલ્મ અભિનેત્રી કરતાં વધુ મેળવ્યું તેનો મને અત્યંત આનંદ છે. મને જે માન્યતા મળી તેની મને ઘણી ખુશી છે, આટલું જ નહીં, હું મુવીને કારણે અહીં સુધી આવી શકે કેમ કે હવે હું સામાજિકમુદ્દા અંગે સહેલાઈથી બોલી શકું છું અને તેને ગંભીરતાથી પણ લઉ છું. બની શકે આ બધું હું સેલિબ્રિટી છું એને કારણે હોય શકે, આમ છતાંય હું કામ કરી શકું અને વિવિધ મુદ્દા અંગે જાગૃતિ સર્જી શકું અને લોકો એ સાંભળે છે,' એમ જુહી ચાવલા કહે છે. આ સાથે જ એક વેળાની લોકપ્રિય અભિનેત્રી એ વાત પણ ઉમેરે છે કે મને કોઈ રસપ્રદ પટકથા વાંચવા મળે તો તે કરવામાં મને જરૂર રોમાંચ થઈ શકે છે.
આમ એક અભિનેત્રી આપણી પૃથ્વીને વધુ સારી બનાવવા પર્યાવરણ, સુખાકારી અને શિક્ષણ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રીત કેટલું પ્રદાન કરી રહી છે, એ વિચારવું રહ્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NiPrea
ConversionConversion EmoticonEmoticon