રાજ કપૂર અને કૃષ્ણા કપૂરના પુત્ર રાજીવ કપૂરનું ૫૮ વરસની વયે મુંબઇમાં મંગળવારે નિધન થયું હતું. તેમનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ મુંબઇમાં થયો હતો. તેઓ ચિમ્પુના હુલામણા નામે જાણીતા હતા. તે એક અભિનેતાની સાથેસાથે દિગ્દર્શક તેમજ પ્રોડયુસર પણ હતા.
રાજીવ કપૂરે અભિનેતા તરીકે તેમની કારકિર્દી ૧૯૮૩ની ફિલ્મ એકજાન હૈ હમ ફિલ્મથી શરૂ કરી હતી.૧૯૯૧માં તેણે હિના ફિલ્મનું નિર્માણ કર્યું. આ પછી ૧૯૯૬માં તેણણે દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કર્યુ અને ફિલ્મ પ્રેમ ગ્રંથની ડાયરેકટર તરીકેની કારકિર્દી શરૂ કરી.
રાજીવ કપૂર સ્વ.રિશી કપૂર, રણધીર કપૂર, રિમા જૈન,સ્વ. રિતુ નંદાનો ભાઇ હતા.
રાજીવ કપૂર ફિલ્મ રામ તેરી ગંગા મૈલી ફિલ્મથી લાઇમ લાઇટમા ંઆવ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. પરંતુ ફિલ્મની સફળતાનો યશ અભિનેત્રી મંદાકિનીએ ભજવેલા બોલ્ડ દ્રશ્યો લઇ ગયા હતા.
આ ફિલ્મ પછી રાજ કપૂર અને તેના પુત્ર રાજીવ વચ્ચે કડવાશ વ્યાપી ગઇ હતી. જે ધીરે ધીરે વધતી જ ગઇ. રામ તેરી ગંગા મૈલી ફિલ્મ રાજ કપૂર અને મંદાકિનીને જ ફિલ્મની સફળતાનો લાભ મળઅયો હતો. રાજીવ કપૂરને ફિલ્મ હિટ થવાનો કોઇ ફાયદો મળ્યો નહોતો.
આ ફ્લ્મિની રીલિઝ પછી મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઇ હતી. પરંતુ રાજીવ આગળ વધી શક્યો નહોતો. રાજીવનું માનવું હતું કે, મંદાકિનીને આ ફિલ્મમાં રાજ કપૂરે વધુ મહત્વ આપ્યું હતું. રાજીવની ઇચ્છા હતી કે, આ ફિલ્મ પછી રાજ કપૂર વધુ એક ફિલ્મ ફક્ત તેને ધ્યાનમાં રાખીને જબનાવે. તેનું માનવું હતુ ંકે, પિતા એ જે રીતે મંદાકિનીના પાત્રને ફિલ્મમાં પ્રાધાન્ય આપ્યું હતું તે જ રીતે આગામી ફિલ્મમાં તેનો રોલ પણ મજબૂત ચિતરે. જેથી મંદાકિનીને જે ફાયદો મળ્યો હતો એ રીતે તેને પણ મળે.
રાજીવની હઠ પાસે રાજ કપૂર ઝૂક્યા નહોતા. તેમણે એવું કર્યું નહીં. પિતાએ તો રાજીવને પોતાના સહાયક તરીકે રાખ્યો. તેની પાસે યૂનિટના દરેક કામ કરાવતા હતા જે એક સ્પોટ બોય કરતો હતો. રાજીવ કપૂરને આ વાતનો જ ગુસ્સો હતો કે કપૂર પરિવારનું નિર્માણ હાઉસ તેને લઇને ફિલ્મ બનાવતું નહોતું.
આ પછી પિતા-પુત્ર વચ્ચેના સંબંધની ખાઇ એટલી બધી ઊંડી થઈ ગઇ હતી કે, પિતાથી નારાજ રાજીવ તેમના નિધન પછી અંતિમ સંસ્કાર માટે પણ ગયો નહોતો. કપૂર પરિવારથી નારાજ ચિમ્પુ કપૂર પરિવારથી અતડો થઇ ગયો હતો અને ત્રણ દિવસ નશામાં ચૂર રહ્યો હતો.
રાજીવે દસ વરસની કારકિર્દીમાં ૧૩ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેની રામ તેરી ગંગા મેલી ફિલ્મ સિવાય એક પણ ફિલ્મને સફળતા મળી નહોતી, આ ફિલ્મ ોઆર કે બેનર હેઠળ બની નહોતી.
અભિનેતા તરીકે રાજીવ સફળ ન થતાં તેણે ફિલ્મ નિમાણ અને દિગ્દર્શન ક્ષેત્રે રસ લેવા માંડયો. નિર્માતા તરીકે તેની પ્રથમ ફિલ્મ ૧૯૯૧ની હિના હતી, જેને તેના ભાઇ રણધીરે દિગ્દર્શિત કરી હતી. ૧૯૯૬માં આવેલી પ્રેમ ગ્રંથ તેની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ હતી. જેમાં શમ્મી, રિશી અને માધુરી દીક્ષિતે કામ કર્યું હતું.
રાજીવે પિતા રાજ કપૂરની મેરા નામ જોકર ફિલ્મને ૧૫૦ વખત જોઇ હતી.
તેણે પ્રેમ રોગ ફિલ્મમાં આસિટન્ટ ડાયરેકટર તરીકે કામ કર્યું હતું. તેની અંતિમ ફિલ્મ જિમ્મેદાર હતી.
રાજીવે તેની કારકિર્દી દરમિયાન,, રામ તેરી ગંગા મેલી, લાવા,આસમાન, જબરદસ્ત, પ્રીતી, શુક્રિયા, મેરા સાથી, જલજલા, હમ તો ચલે પ્રદેશ અને નાગ નાગિન જેવી ફિલ્મો કરી હતી.
રાજીવ કપૂરે આર્કિટેક આરતી શબ્રવાલ સાથે ૨૦૦૧માં લગ્ન કર્યા હતા. પરંતુ બે વરસ પછી તેમનું લગ્ન જીવન છૂટાછેડમાં પરિણમ્યું હતું. તેમને કોઇ સંતાન હોવાની જાણ નથી.
રાજીવના નંદિતા અરવિંદમ રારજી, દિવ્યા રાણા અને તૃષ્ણા સાથે ગાઢ સંબંધો રહ્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NjWN0X
ConversionConversion EmoticonEmoticon