સુનિલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટીની જોડી રૂપેરી પડદે ફરી જોવા મળે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે પોતાના ચાહકો સાથે વિવિધ પોસ્ટ દ્વારા સંપર્કમાં રહે છે. આ દરમિયાન તેણે પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર મુકી છે, જેમાં પોતે, સુનિલ શેટ્ટી અને ેકાસ્ટિંગ ડાયરેકટર મુકેશ છાબડા જોવા મળે છે. આ પરથી લોકો અટકળ કરી રહ્યા છે કે, આ જોડી રૂપેરી પડદે ફરી સાથે જોવા મળવાની છે. 

આ ફોટો જોઇને લોકોમાં કાનાફૂસી થઇ રહી છે કે, આ ધડકન ફિલ્મનું રીયુનિયન કહી શકાય, શિલ્પાએ તસવીર સાથે કેપ્શન લખ્યું છે કે, દેવ, અંજલિ અને છાબડા, જૂના મિત્રો નવી ધડકન. 

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ફિલ્મ ધડકનનું દિગ્દર્શન ધર્મેશ દર્શને કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હવે આ તસવીર જોઇને લોકો અટકળ કરી રહ્યા છ ેકે, ફિલ્મ ધડકનની સીકવલ બનવાની તૈયારી થઇ રહી છે કે શું ? 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37t4msX
Previous
Next Post »