પૂજા હેગડેએ મુંબઇના બાંદરામાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

હાલમાં ઘણા બોલીવૂડ એકટર્સો જેવા કે, સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ, હૃતિક રોશને મુંબઇમાં પોતાના ઘર ખરીદ્યા છે. હવે આ યાદીમાં પૂજા હેગડેનું નામ પણ સામેલ થઇ ગયું છે. પૂજા હેગડે એ મુંબઇના બાંદરાના પરામાં એક ફ્લેટ ખરીદ્યો છે. 

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, પૂજા  હેગડેએ બાંદરામાં સી ફેસિંગ ત્રણ બેડરૂમનો એક અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ઘરની પસંદગીથી લઇ તેની સજાવટ, ઇન્ટિરિયર ડેકોરેશન વગેરે પૂજાએ પોતાની રીતે જકર્યું છે. પૂજાએ પોતાને જ આ વૈભવી ભેટ આપી છે. 

પૂજા હેગડેના માતા-પિતા તેના ઘરની નજીક જ  રહે છે. પૂજા હવે પોતાની રીતે પોતાના ઘરમાં સ્વતંત્ર જિંદગી માણી શકશે. પૂજા પહેલી વખત ઘરમાં પોતાની રીતે એકલી રહેવાની છે. 

પૂજાએ બે દિવસ પહેલા જ પોતાના નવા ઘરની બાલકની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર મુકી હતી. જોકે એ તસવીર પરથી આ તેનું નવ ઘર છે એવું સ્પષ્ટ થયું નહોતું. 

પૂજાએ પોતાની કારકિર્દીની શરૂઆત તમિલ ફિલમથી ૨૦૧૨માં કરી હતી.દક્ષિણની થોડી ફિલ્મો કર્યા પછી તે બોલીવૂડમાં આવી હતી.૨૦૧૬માં આશુતોષ ગોવારીકરની હૃતિક રોશન સાથેની મોહેન્જો દરો ફિલ્મથી તેણે હિંદી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. 

હાલ પૂજા પાસે બોલીવૂડના ઘણા પ્રોજેક્ટસ છે. જેમાં રોહિત શેટ્ટીની રણવીર સિંહ સાથેની સર્કસ, પ્રભાસ સાથેની રાધે શ્યામ, સલમાન ખાન સાથે કભી ઇદ કભી દિવાલીમાં જોવા મળવાની છે. આ ઉપરાંત તેના અન્ય પ્રોજેક્ટ સાથે પણ વાતચીત ચાલી રહી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dxdmBr
Previous
Next Post »