પૃથ્વીની કોઈ પ્રયોગશાળા કરતાં પણ વધારે ઘાતક જીવાણું અવકાશી મથક ઉપર?

- બેક્ટેરિયા અવકાશમાં જઈ પાછા આવે છે ત્યારે તેની તાકાત વધે છે કે ઘટે છે? તે શક્તિશાળી થઈને પરત આવે છે કે નબળા પડીને આવે છે? તે જાણવું જરૂરી છે


આ પણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઇ.એ.એસ) અને મીર નામની રશિયન અવકાશી પ્રયોગશાળા છે હવે તો તૂટી પડી છે તેમાં  લાંબો  અવકાશી વસવાટ કરીને આવતા યાત્રીઓમાં ઘણી શારીરિક ક્ષતિ અને નબળાઇઓ આવી જાય છે જે પૃથ્વી પર આવ્યા પછી દૂર થતા સમય લાગે છે.  ઉદાહરણ તરીકે પૃથ્વી પર પરત આવતા યાત્રીના શરીરમાં કેલ્શિયમ અને પોટાશિયમની ઉણપ ઉભી થાય છે પરિણામે યાત્રી પોતાના પગ પર ઉભો રહી શકતો નથી કે સહેલાયથી ચાલી શકતો નથી. યાત્રીના સ્નાયુઓ અને ચેતા તંત્રમાં પણ નબળાઈ આવી જાય છે.  પરંતુ આ તો માણસની વાત થઇ. પરંતુ જીવોની ઉત્ક્રાંતિના એક છેડે જેમ માણસ છે તેમ આરંભિક બીજે છેડે બેક્ટેરિયા છે.

અત્યારે દુનિયાના વિકસિત રાષ્ટ્રો એ અવકાશ યાત્રા  અને તેને લગતા સંશોધનો તરફ દોટ મૂકી છે. આપણે અવકાશયાત્રાની ટેકનોલોજીના ક્ષેત્રે તો આગળ અને આગળ ધપતા જઈએ છીએ પરંતુ અવકાશયાત્રાની અસર   જૈવિક તંત્રો ઉપર કેવી પડે છે તેના વિશે હજુ પૂરતી માહિતી નથી. એમાં જ એક જીવાણુઓ છે બેક્ટેરિયા. જીવાણુઓ તો અત્ર તત્ર સર્વત્ર છે. અને આપણે જ્યાં જઈએ તે આપણી સાથે આવે છે. જેમાં અવકાશની રહેણાંક દરમિયાન માનવી ઉપર અવકાશી વાતાવરણની અસર થાય છે તેમ જીવાણુ પર પણ થાય છે.

આ બેક્ટેરિયા અવકાશમાં જઈ પાછા આવે છે ત્યારે તેની તાકાત વધે છે કે ઘટે છે?  તે શક્તિશાળી થઈને પરત આવે છે કે નબળા પડીને આવે છે?  તે જાણવું જરૂરી છે.

જો તે બળવત્તર થઈને પરત આવતા હોય તો ચેતવા જેવું ખરું કારણ કે તે હાહાકાર પણ મચાવી શકે છે.  અમેરિકામાં અગાઉ થયેલા સંશોધનમાં એવું જાણવા મળેલું છે કે સાલ્મોનેલ્લા બેક્ટેરિયા બાહ્ય અવકાશમાં પ્રવાસેથી પરત આવ્યા ત્યારે તે અગાઉ કરતાં વધારે ખતરનાક અને ઘાતક માલૂમ પડયા.

આમ તો સાલ્મોનેલ્લા બેક્ટેરિયા પ્રાણી છે અને માણસોના આંતરડામાં વસે છે. તેની એક જાતિનું નામ 'એસ પેરાટાયફી' તેનાથી પેરા ટાઇફોઇડની બીમારી થાય છે. તેને બીજી એક જાતિનું નામ 'એસ. ટાયફી' છે. તેનાથી ટાઇફોઇડની બીમારી થાય છે. તેને મદતીયો તાવ પણ કહે છે. એન્ટીબાયોટિક દવા ની શોધ પહેલા તે ગંભીર અને જીવલેણ બીમારી ગણાતી હતી. સાલ્મોનેલ્લાની બીજી જાતીઓ પણ છે. તેનાથી ફૂડ પોઇઝનિંગ જઠરતંત્રશોથ એટલે કે જઠર અને આંતરડામાં સોજો આવવો (ગેસ્ટ્રો એન્ટરાઈટીસ) અને પૂરતી જીવરક્તતા એટલે કે બ્લડ પોઈઝનીંગ થાય છે.

આ રીતે વધારે ખતરનાક થઈને પરત આવેલા સાલ્મોનેલ્લા બેક્ટેરિયા અવકાશમાંથી આનુવંશિક ઉત્પપરિવર્તન(વિકૃતિ) પામેલા સૂક્ષ્મ જીવો નથી. આ બેક્ટેરિયાનું ૨૦૦૬ના સપ્ટેમ્બરમાં અવકાશી શટલમાં સંવર્ધન કરવામાં આવેલું. અમેરિકાની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની તજજ્ઞા ચેરીલ નીકરસનના કહેવા પ્રમાણે અવકાશી શટલમાં બેક્ટેરિયામાં કંઈ નવું થયું નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે બેકટેરીયા એકકોષી સૂક્ષ્મ જીવો છે. તેના વિકાસ અને વૃદ્ધિની પ્રક્રિયા તેના કેન્દ્રમાં રહેલ ડી.એન.એ નામના એક મહા અણુને  આભારી છે. આમાં અણું અનેક જનીનોનો બનેલો છે. આ જનીનોમાં બેકટેરિયાના વિકાસ અને વૃદ્ધિના સંકેતો હોય છે.  એક પછી એક આ સંકેતો  ઉકેલાતા જાય તેમ તેમ તેમાં રહેલ સૂચનો પ્રમાણે બેક્ટેરિયાનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. અને એક પછી એક આ સંકેતો ઉકેલાવાની રીતને કોમ્પ્યુટરની ભાષામાં પ્રોગ્રામિંગ કહે છે. આ સૂચના ક્રમમાં ફેરફાર થાય તો તેને િી પ્રોગ્રામિંગ કહે છે. આમ જનીનમાં વિકૃતિ તેની ઘાતક ક્ષમતા વધવાનું કારણ નથી પરંતુ તેનું પુન: પ્રક્રમન  એટલે કે રીપ્રોગ્રામિંગનું કારણ છે.

બેક્ટેરિયામાં તેની ઘાતક ક્ષમતા એકાએક વધી જવાની સ્વીચ અવકાશમાં વજન વિહીનતાની સ્થિતિ નથી. અમસ્તા પણ બેક્ટેરિયા સૂક્ષ્મ જીવ છે તેનું વજન નહિવત હોય છે. તેથી તેની આસપાસ પાણી જેવું આવરણ હોય છે. તેની સતત સપાટીની બેક્ટેરિયા પર થતી અસર તેના પર લાગતા ગુરુત્વ બળ કરતાં વધારે હોય છે. અલબત ગુરુત્વ વિના અને અન્ય વિક્ષેપો વિના જે ચંબુમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થવાની હોય તેમાંનું પ્રવાહી તો બિલકુલ સ્થિર રહે છે.

તજજ્ઞા ચેરીલ નીકરસને  પ્રયોગશાળામાં એક પ્રયોગ કરેલો જેમાં તેમણે એક ઉભુ પાત્ર લીધેલું અને તે પાત્ર હળવાશથી ભ્રમણ કરતુ રહેતું હતું તેથી તેમાં બેક્ટેરિયા લટકતા રહે . બેક્ટેરિયાની આસપાસ તેની વૃદ્ધિ માટે સંવર્ધન પર્યાવરણ તરલ રૂપે હતું. તેને પ્રયોગ પરથી માલૂમ પડયું કે 'સાલ્મોનેલ્લા ટાઇફીમુરીયમ'  કે જે ફૂડ પોઇઝનિંગ કરે છે અને ઉંદરોમાં જીવલેણ ટાઇફોઇડ તાવ લાવે છે તે આ રીતે કૃત્રિમ વૃદ્ધિ  ઉત્પન્ન કરેલી સૂક્ષ્મ ગુરુત્વ સ્થિતિમાં વધારે ખતરનાક બને છે. હવે જોવાનું એ રહે છે કે અવકાશમાં પણ આમ જ થાય છે કે કેમ?

તે માટે તેમને સાલ્મોનેલા બેક્ટેરિયાને અવકાશી શટલમા અને સાથે સાથે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરમાં તેમનો ઉછેર અને વૃદ્ધિ કર્યા. બંને જગ્યાએ પરિસ્થિતિ બિલકુલ સરખી હતી સિવાય કે અવકાશી શટલમાં જે નિમ્ન ગુરુત્વ હોય તેવુ કેનેડી સ્પેસ સેન્ટરમાં ન હતું. આ બંને સ્થાને ઉછરેલ બેક્ટેરિયાને તજજ્ઞાોએ ઉંદરોના શરીરમાં તેની રસી મૂકવામાં આવે છે તેમ નીવેશ કર્યા.  તેમણે જોયું કે અવકાશમાં પ્રવાસ કરીને આવેલા બેક્ટેરિયા ત્રણ ગણા વધુ ઘાતક હતા. 

તેમના ઉત્તરાયણ પછી થોડા કલાકોમાં જ આ રસીકરણ  કરવામાં આવેલું.

અન્ય તજજ્ઞો પણ શોધી કાઢયું છે કે જુદા જુદા ૧૬૭ જનીનોના  જનીન નિર્દેશો બદલાઈ જાય છે. જ્યારે બીજા એક તજજ્ઞાના મતે જનીન નિર્દેશમાં થતા બદલાવ કરતાં બેક્ટેરિયાની ઘાતક ક્ષમતા અર્થાત ખતરનાકપણામાં થતો ફેરફાર વધારે આંખે ઊડીને વળગે એવો છે. આમ એ સ્પષ્ટ છે કે બેક્ટેરિયાની ઘાતક ક્ષમતામાં વધારો કરનાર સૂક્ષ્મ ગુરુત્વ બળ છે.

હજુ વૈજ્ઞાાનિકોને જાણવા મળ્યું નથી કે બેક્ટેરિયાના ખતરનાક પણાનો વધારો અવકાશ યાત્રીઓ માટે પણ ભયજનક છે કે કેમ ?

એક વાત સ્પષ્ટ છે કે ઉપરોક્ત પ્રયોગમાં વર્ણવ્યા પ્રમાણેની ધીમી તરલ  ગતી કે જે અવકાશયાનમાં અથવા આંતરરાષ્ટ્રીય અવકાશી મથકમાં પણ  થઈ શકે. તેનાથી બેક્ટેરિયા સાલ્મોનેલા વધુ ખતરનાક નીવડી શકે અને અવકાશયાત્રીઓને તેનો ચેપ લાગવાનું જોખમ વધી જાય બેક્ટેરિયા તો અવકાશયાત્રીના પાચનતંત્રમાં કોઇ ખૂણામાં આશરે લેતા હોઈ શકે. ત્યાં પણ ધીમી તરલ ગતિને તે અનુભવે ત્યારે ખતરનાક બની શકે.

પૃથ્વી પરના રોગાણુંઓ અવકાશયાત્રા દરમિયાન વધારે ખતરનાક થવા લાગે તો તેના હુમલા ખાળવા મુશ્કેલ બની જાય.  એક બાજુ પૃથ્વી પરના બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓને ઓછામાં ઓછું ગાઠતા થતાં જતા હોય તેમ લાગે છે. ત્યાં બીજી બાજુથી અવકાશી સફર કરીને આવતાં બેક્ટેરિયા વધારે ખતરનાક થતા જાય તો દેખીતી રીતે જ માનવજાત માટે ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થાય.

તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ અવકાશી જીવાણું અવકાશ યાત્રીઓને અને પૃથ્વીવાસીઓને  તેમના સંભવત હુમલા સિવાય બીજી રીતે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આ બેક્ટેરિયા ધાતુથી બનેલા સાધનો ઉપર બાયો-ફિલ્મ બનાવી દે છે અને તેના દ્વારા વૃદ્ધિ પામવા લાગે છે. જેનાથી એ સાધનોનું સજીવ દ્રવ્ય દ્વારા વિઘટન ક્થવા લાગે છે.

મીર નામની રશિયન અવકાશી પ્રયોગશાળા છે હવે તો તૂટી પડી છે તેમાં કંઈક આવું જ થયું હોવાનું માનવામાં આવે છે. મીર અવકાશી પ્રયોગશાળામાં બેક્ટેરિયા એ બનાવેલી આ પ્રકારની બાયો-ફિલ્મને કારણે તેની સંશોધક વિન્ડો (નેવિગેશન વિન્ડો), એર કન્ડિશનર, પાણીનું રિસાઈકલિંગ એકમ (વોટર રિસાયક્લિંગ યુનિટ) વિગેરેની કાર્યક્ષમતાને અસર કરી હતી. આમ લાંબા ગાળે બેક્ટેરિયાથી બનતી આ પાયો ફિલ્મ અવકાશયાનોમાં અથવા અવકાશી મથકોમાં વિનાશકારી અસર પણ કરી શકે છે.

આથી અવકાશી જીવાણું માત્ર અવકાશયાત્રીઓને જ નહીં પરંતુ અવકાશી મથકોને અને અવકાશયાનોને પણ નુકસાન પહોંચાડી શકવાની ક્ષમતા ધરાવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qvGjRC
Previous
Next Post »