(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.01 ફેબ્રુઆરી 2021, સોમવાર
બોલીવૂડમાં કોવિડ-૧૯ના કારણે નવા પ્રોજેક્ટસ શરૂ થઇ શકતા નહોતા. પરંતુ હવે આગામી પ્રોજેક્ટસની ઘોષણા થવા લાગી છે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મનો સમાવેશ છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, કરણ જોહર આગામી ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટને દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મ ધર્મા પ્રોડકશનની સ્ટાઇલની રોમાન્ટિક ફિલ્મ બનશે.
કરણે ભૂતકાળમાં કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, સ્ટૂડન્ટ ઓફ ધ યર, એ દિલ હૈ મુશ્કેલ જેવી ફિલ્મો બનાવી છે. તેવી જ પ્રકારની આ ફિલ્મ બને તેવી શક્યતા છે.
કરણ જોહર ફરી દિગ્દર્શન ક્ષેત્રે એકટિવ થઇ રહ્યો છે. તે હવે રૂપેરી પડદે પોતાના ઇશારો પર રણવીર અને આલિયાને નચાવાનો છે.
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને કરણ જોહર લોકડાઉન પહેલા જ એક સાથે ફિલ્મ તખ્ત પર કામ કરવાના હતા. પરંતુ કોરોના મહામારીને કારણે કરણનો આ ધર્મા પ્રોડકશનો મહત્વકાંક્ષી પીરિયડ ડ્રામા શરૂ થઇ શક્યો નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3at9g9Y
ConversionConversion EmoticonEmoticon