દિલજીત દોસાંજ અને શહનાઝ ગિલ ફિલ્મમાં સાથે કામ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

બિગ બોસ ૧૩ની સફળતા પછી શહનાઝ ગિલની કારકિર્દીના ગ્રાફને વેગ મળી રહ્યો છે. તે એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરી રહી છે. 

શહનાઝ જલદી જ સિંગર અને રેપર બાદશાહ સાથે એક ગીતમાં જોવા મળવાની છે. તો વળી તેણે દિલજીત દોસાંજ સાથેની એક ફિલ્મની ઘોષણા કરી દીધી છે. 

શહનાઝ અને દિલજીતની જોડી હોસલા રખ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને૧૫ ઓકટોબર ૨૦૨૧ના દશેરાના દિવસે રિલીઝ કરવાની યોજના છે. દિલજીતે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી આ ફિલ્મનું પ્રથમ લુક શેર કર્યું છે. 

આ ફિલ્મમાં દિલજીત, શહેનાઝ ઉપરાંત સોનમમ બાજવા અને ગિપ્પી ગ્રેવાલનો પુત્ર પણજોવા મળશે. દિલજીત આ ફિલ્મ દ્વારા નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NCA0NF
Previous
Next Post »