બેકાબુ લકઝરી બસની ટક્કરે બાઈક પર જતી મહિલાનું મોત


નડિયાદ, તા.5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ગળતેશ્વર તાલુકાના માલવણ બસસ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક લકઝરી બસે મોટર સાયકલને અડફેટ મારતા એક મહિલાનુ બનાવ સ્થળે મૃત્યુ નિપજયુ છે.આ બનાવ અંગે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર શુક્રવારની ઢળતી બપોરે માલવણ બસસ્ટેન્ડ પાસેથી પસાર થતી લકઝરી બસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ડાકોર તરફથી આવતી એક લકઝરી બસના ચાલકે માલવણ બસસ્ટેન્ડ પાસે એક મોટર સાયકલને અડફેટ મારી હતી. જેથી મોટર સાયકલ પર સવાર મહિલા નિલોફર બીબી ફિરોજમીયા મલેક ઉં.વ.૨૫ નુ બનાવ સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે બનાવ સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સેવાલિયા પોલીસ મથકનો સંપર્ક સાધતા ફરજ પરના પી.એસ.ઓએ જણાવ્યુ હતુ કે આ અંગેની કાર્યવાહી ચાલી રહી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39UsmXQ
Previous
Next Post »