આણંદ શહેરમાં કોરોના સંક્રમણ બેકાબુ : નવા 4 પોઝિટિવ કેસ


આણંદ, તા.5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

જિલ્લામાં આજે કોરોનાના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર જાન્યુઆરી માસ દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોનાના ૨૪૬ પોઝીટીવ કેસ નોંધાયા બાદ ફેબુ્રઆરી માસના પ્રારંભે પણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવા પામ્યું છે. જો કે ગતરોજ જિલ્લામાં નોંધાયેલ ૫ પોઝીટીવ કેસો પૈકી ૪ કેસ આણંદ શહેરમાંથી મળી આવતા નગરજનોની ચિંતા વધવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી છે.

 જો કે છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી કોરોના કેસો મળી આવ્યા હતા. બુધવારના રોજ જિલ્લામાં નોંધાયેલ તમામ પાંચ પોઝીટીવ કેસ આણંદ શહેર તથા આસપાસના વિસ્તારના હોવાની વાતને લઈ શહેરીજનો ચિંતામાં મુકાયા હતા ત્યારે  ગુરૂવારના રોજ આણંદ જિલ્લામાં નોંધાયેલ ૫  પોઝીટીવ કેસ પૈકી ૪ આણંદ શહેરમાંથી મળી આવ્યા હતા જ્યારે અન્ય કેસ ઉમરેઠ ખાતેથી મળી આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

 આણંદ શહેરના એપીસી સામે આવેલ ગોકુલ પાર્ક સોસાયટીમાંથી એક સાથે ૪ પોઝીટીવ કેસ નોંધાતા સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. ગોકુલ સોસાયટીમાંથી નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓમાં એક કિશોરી તથા એક કિશોર અને અન્ય એક મહિલા તથા પ્રૌઢનો સમાવેશ થાય છે.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૩૦૦૮ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. 

જેમાં ૨૫૨૪ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૨૨ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૫ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૭ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39SaAnW
Previous
Next Post »