(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.15 ફેબ્રુઆરી 2021, સોમવાર
પાંચ દિવસ પહેલા જ રાજ કપૂરના નાના પુત્ર રાજીવ કપૂરનું નિધન થયું હતું. એવામાં રાજીવના મોટા ભાઇ રણધીર કપૂર ૧૫ ફેબુ્રારીના રોજ ૭૪મો જન્મદિવસ ઊજવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. પરંતુ આ ફોટોગ્રાફસ જોઇને સોશિયલ મીડિયાના યુઝર્સોએ ટ્રોલ કર્યા હતા.
રણધીર કપૂરના જન્મદિવસની પાર્ટી મુંબઇની એક રેસ્ટોરન્ટમાં રાખવામાં આવી હતી. જેમાં તેમની પુત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર, જમાઇ સૈફ અલી ખાન, ભાણેજ આદર જૈન, નીતુ કપૂર, ભત્રીજો રણબીર, ભત્રીજી રિદ્ધિમા કપૂર શાહની, આલિયા ભટ્ટ, તારા સુતરિયા અને સંજય કપૂર સહિત અન્ય સેલિબ્રિટિઓ જોવા મળી હતી.આ પાર્ટી રાતના એક વાગ્યા સુધી ચાલી હતી. જોકે રણધીરના નાના ભાઇ રાજીવ કપૂરના અવસાનના પાંચ દિવસમાં જ આ પાર્ટી યોજાતા સોશિયલ મીડિયા યૂઝર્સ નારાજ થઇ ગયા હતા.
પાર્ટી પછીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક યુઝરે વીડિયો પર ટીપણી કરતાં શેર કર્યું હતુ ંકે, આ લોકો કેટલા બેશરમ છે, થોડા દિવસ તો શાંતિથી બેસવું હતું.
તો વળી અન્ય એક યુઝરે ટાંક્યુ હતુ ંકે, પાર્ટી કરતા જોઇ આંચકો લાગી ગયો છે, હજી તો મરનારને પંચ દિવસ જ થયા છે અને આ લોકો પાર્ટી કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. શો મસ્ટ ગો ઓન ટાઇપ છે. મને આ પરિવારમાંથી આલિયા ભટ્ટ બહુ પસંદ છે, પરંતુ તે આપાર્ટીમાં જોડાઇ હોવાથી હવે મને પસંદ નથી.
તો વળી એક યુઝરે લખ્યુ ંહતું કે, જન્મદિવસનો જશ્ન મનાવતાં જરાય શરમ લાગી નથી. ભાઇના નિધનને હજી તો પાંચ દિવસ જ થયા છે. જિસ્ગસ્ટિંગ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u1q4hj
ConversionConversion EmoticonEmoticon