આલિયા ભટ્ટની આગામી ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાનની કંપની કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.15 ફેબ્રુઆરી 2021, સોમવાર

શાહરૂખ ખાનની કંપની  સાથે ફરી કામ કરવાની છે. આ પહેલા તેમણે ડિયર જિંદગી નામની ફિલ્મ બનાવી હતી. હવે આલિયા આ નિર્માણ કંપની સાથે બીજી ફિલ્મ ડાર્લિંગસ કરી રહી છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, આલિયાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તરત જ પસંદ પડી જતા તેણે આ ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી. આ ફિલ્મ સાથે જસમીત દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરશે. 

ફિલ્મમાં આલિયા સાથે શેફાલી શાહ, વિજય શર્મા, રોશન મેથ્યુ જોવા મળશે. આ ફિલ્મની વાર્તા માતા-પુત્રીના સંબંધો પર આધારિત છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી. 

ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શેફાલી માતા-પુત્રીના રોલમાં જોવા મળવાના છે. જેમની જિંદગીમાં  સ્ટ્રેસ છે. આ ફિલ્મ મુંબઇમાં રહેતોક મધ્યમ પરિવાર પરઆધારિત છે. જે એક ડોક્યુ ડ્રામા હશે. આ ફિલ્મનું હાલ પ્રી પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં થવાનું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s0Z4g3
Previous
Next Post »