સિદ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.15 ફેબ્રુઆરી 2021, સોમવાર

સિદ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનની અપકમિંગ ફિલ્મની ઘોષણા થઇ ગઇ છે. આ ફ્રેશ જોડી ફિલ્મ યુધરાંમાં સાથે જોવા મળવાની છે. આ એક રોમેન્ટિક એકશન ફિલ્મ હશે. ફિલ્મનું દિગ્દર્શન રવિ ઉદિયાવર કરી રહ્યો છે.

સૂત્રની વાત સાચી માનીએ તો, આ ફિલ્મમાં સ્ટીટ ફાઇટ જેવાએકશન દ્રશ્યો જોવા મળવાના છે. જોકે આવા સીન્સને ઊચા સ્તર પર દર્શાવામાં આવશે. આ ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ કરવાની યોજના છે. 

યુધરાનું દિગ્દર્શન રવિ ઉદિયાવર કરી રહ્યા છે. જેમણે અગાઉ શ્રીદેવીની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેના ફિલ્મ મોમનું દિગ્દર્શન કર્યુ ંહતું. આ ફિલ્મનું નિર્માણ રિતેશ સાધવાની તથા ફરહાન અખ્તર કરવાના છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dijzAL
Previous
Next Post »