- માની શકો કે 150 કિ.મી. પ્રતિકલાકના વેગે ધસી જતો દડો બેટ્સમેનની છાતીને વાગતાં પ્રચંડ આઘાત હાર્ટ અટેક નોતરી શકે છે?
ઓસ્ટ્રે-લિયામાં ભારતીય ક્રિકેટરો યજમાન ટીમને સફેદો લગાડી સ્વનદેશ આવી ચૂક્યા છે, જાન્યુેઆરી ૧પ-૧૯, ૨૦૨૧ની ટેસ્ટન મેચમાં ઓસ્ટ્રે લિયાની આક્રમક (તથા અણચીભરી) બોલિંગને વખોડતાં અને ભારતીય ખેલાડીઓની સ્થિરતપ્રજ્ઞ બલ્લેલબાજીને વખાણતાં નિવેદનોનો સુનામી જુવાળ ક્યારનો શમી ચૂક્યો છે એટલું જ નહિ, પણ તે ઐતિહાસિક ટેસ્ટ મેચ લોકોના સ્મૃ તિપટ પરથી આસ્તેર આસ્તે વધુઓછા અંશે ભૂંસાવા લાગી છે. ઊલટું, ક્રિકેટરસિકોની નજર હવે ગણતરીના દિવસોમાં શરૂ થનાર ભારત-ઇંગ્લેવન્ડક ટેસ્ટુ સિરીઝ પર મંડાયેલી છે.
આમ છતાં જાન્યુાઆરી, ૧પ-૧૯ની બહુચર્ચિત ટેસ્ટ મેચને અહીં યાદ કરવી પડે તેમ છે. મેચના સંદર્ભે એવો મુદ્દો ચર્ચવો છે જેના પ્રત્યેં ભાગ્યેી જ કોઈનું ધ્યા ન ગયું હતું. ચર્ચાના કેંદ્રમાં િક્રકેટની રણનીતિ, બોડીલાઇન બોલિંગની કૂટનીતિ અને હળવું તેમજ રસપ્રદ વિજ્ઞાન આવે છે. આ ત્રણેય પાસાં જાણો ત્યા,રે બરાબર સમજાય કે ચેતેશ્વર પુજારા તથા અજિંક્ય રહાણે જેવા બેટ્સમેનો જ્યારે મિચલ સ્ટારર્ક, જોશ હેઝલવૂડ તથા પેટ્રિક કમિન્સજ જેવા તેજરફતાર બોલરોના સણસણતા દડાને બેટ કરતાં વધુ તો બોડી પર ઝીલી રહ્યા હતા ત્યાેરે તેમના શરીરને કેટલો ગંભીર ખતરો હતો.
■■■
બેટિંગ ક્રીઝ પર ઊભેલા બેટ્સમેનની વિકેટ ખેરવવા માટે સામાન્ય્ રીતે દરેક ફાસ્ટી બોલર સ્વિંગગ, શોર્ટ પિચ તથા યોર્કર પ્રકારના દડા ફેંકતો હોય છે. આવા દડા વડે ખેલાડીને કેચ આઉટ, ક્લીન બોલ્ડઝ અથવા લેગ બિફોર વિકેટ કરવો તેનો ઉદ્દેશ હોય, જેમાં કંઈ ખોટું કે વાંધાજનક નથી. પરંતુ ક્રીઝ પર જામી પડેલો ચીપકુ બેટ્સમેન કેમેય કરી ઊખડતો ન હોય ત્યાારે અમુક બોલરોની ધીરજ ખૂટે છે અને નિયત ખાટી બનવા લાગે છે. વિકેટ ઝડપવાની ખેવનામાં ખેલદિલી બાજુએ મૂકીને તેઓ ક્રિકેટની પરિભાષામાં બોડીલાઇન તરીકે કુખ્યા ત ગંેદબાજી કરવા માંડે છે કે જેમાં સ્ટ્મ્પ્સભને બદલે બલ્લે બાજના શરીરને લક્ષ્યાંીક બનાવેલું હોય. જેન્ટમલમેન્સમ ગેમ કહેવાતી ક્રિકેટની રમતમાં ત્યાીરે ખેલદિલીનું તેમજ સભ્યકતાનું તત્ત્વ રહેતું નથી.
બોડીલાઇન બોલિંગની કૂટનીતિ અખત્યામર કરતો ગંેદબાજ દડાને અડધી પિચથી જરા આગળ જોશપૂર્વક પછાડે છે. દડાની દિશા હંમેશાં લેગ સાઇડની પસંદ કરે, જેથી જમીન પર ટપ્પો ખાધેલો બોલ ઓચિંતો ઊછળીને બેટ્સમેનના ખભાની સીધમાં આવે છે. (જુઓ, રેખાંકન). બેટને આટલી ઊંચાઈએ લાવવું અને લાવ્યાસ પછી ફટકો પણ લગાવવો બલ્લેસબાજ માટે લગભગ નામુમકિન કાર્ય છે. સમયસૂચકતા વાપરીને તે નીચે ઝૂકી દડાને ‘ડક’ કરી શકે, પરંતુ એમ કરવા માટે તેના શરીરની reflex action/ પ્રતિક્ષિપ્તડ ક્રિયા વીજવેગી હોવી જોઈએ. દડાની ઝડપ, આગમનની િદશા, ટપ્પો ખાધા પછી ક્રમશઃ વધતી તેની ઊંચાઈ વગેરેનો ક્યાસ કાઢવામાં બેટ્સમેનનું મગજ સુપર કમ્યૂio ટરની માફક દોડવું જોઈએ. સેકન્ડસ નહિ, પણ મિલિસેકન્ડ્સ માં સમય ગણાતો હોય ત્યા રે બેટ અને બોલનો સંગમ થવા દેવો કે પછી બોલને માથા પરથી જવા દેવો તેનો નિર્ણય લેવામાં વિલંબ ન ચાલે.
■■■
એક મિનિટ! ઉપરોક્ત મુદ્દાને આમ સીધીસરળ રીતે મૂકવાનો મતલબ નથી. ટપ્પો ખાતા દડાના વેગ-દિશા અંગેનો ડેટા બેટ્સમેનનું શરીર કેવી રીતે પ્રોસેસ કરે છે તે બાયોલોજિ અર્થાત્ જીવવિજ્ઞાનના દૃષ્ટિગકોણે સમજીએ તો મજા પડે.
પીચ પર દડો પછડાય ત્યાનરે તે દૃશ્યજને બલ્લે્બાજની સતેજ આંખો ઝીલે છે. યાદ રહે કે આંખનું કામ ફક્ત દૃશ્યાને ઝીલવાનું છે, તેના પ્રોસેસિંગનું નહિ. આ જવાબદારી કુદરતે મગજને આપી છે. (આમેય મગજમારીનાં બધાં કર્યો મગજને મળ્યાં છે.) આથી બેટ્સમેનની આંખોએ ગ્રહણ કરેલાં દૃશ્યકિરણો પહેલાં તો વિદ્યુત સિગ્નલોમાં ફેરવાઈને મગજ તરફ જાય છે. આ ડેટાના આધારે મગજનો cerebral cortex/ સેરિબ્રલ કોર્ટેક્સ નામનો રાખોડી ભાગ દડાની ગતિ, માર્ગ, ઊછળ્યા પછીની અંદાજિત ઊંચાઈ ગણી કાઢે છે. જવાબરૂપી ડેટા મળે ત્યા ર પછીનો તબક્કો તર્ક લડાવીને એ નક્કી કરવાનો છે કે ધસમસતા આવી રહેલા દડાને ખેલવો શી રીતે? આ બધી કાર્યવાહીમાં સહેજે ૦.૨૦ સેકન્ડહ નીકળી જાય છે.
દડાને ખેલવો કે પછી ખાલી જવા દેવો તેનો ફેસલો નીકળી જાય, એટલે મગજની જવાબદારી પૂરી થઈ જતી નથી. બલકે, ખરું કાર્ય તો હવે શરૂ થાય છે. હવામાં અમુક ઇંચનો જમ્પમ લગાવવાનો કે પછી પગ વાળીને નીચે ઝૂકી જવાનો આદેશ મગજે પગના તેમજ કમરના સ્નાવયુઓને આપવો રહ્યો. ન્યૂરોન કહેવાતા ચેત્તાકોષો મારફત એ કમાન્ડક વીજળીક વેગે જે તે સ્નાવયુઓ તરફ રવાના થાય છે. ચેત્તાકોષોમાં વિદ્યુત સંદેશાના પ્રસારણની ઝડપ સેકન્ડનના ૧૦૦ મીટર જેટલી હોવાથી પગના સ્ના યુઓને ‘કુદકો લગાવો’ અગર તો ‘ઘૂંટણેથી વળો’ જેવો સંકેત મળવામાં સહેજે ૦.૦૧ સેકન્ડઆ લાગે. આદેશ અનુસારની પ્રતિક્રિયામાં (પગના સ્નાસયુઓનું સંકોચન કે વિસ્તથરણ થવામાં) વધુ કેટલીક મિિલસેકન્ડ્સશ વીતે છે. આ સમય મિનિમમ હોવો જોઈએ. નહિતર બેટ્સમેને પોતાના શરીર પર દડાનો પ્રહાર ઝીલવો પડે.
રિફ્લેક્સ એક્શનના અર્થાત્ પ્રતિક્ષિપ્ત ક્રિયાના મામલે બધા ક્રિકેટરોને દક્ષિણ આફ્રિકાના પેલા ભૂતપૂર્વ ખેલાડી જ્હોન્ટી્ ર્હોડઝ જેવી અસાધારણ ચપળતા કુદરતી બક્ષિસ તરીકે મળેલી હોતી નથી. વળી ઓસ્ટ્રેકલિયાના મિચલ સ્ટાધર્ક, જોશ હેઝલવૂડ તથા પેટ્રિક કમિન્સો જેવા આક્રમક બોલરો કલાકના દોઢસો કિલોમીટરની રફતારે ગેંદબાજી કરતા હોય ત્યા્રે તો બેટ્સમેનની પ્રતિક્ષિપ્તો ક્રિયા સતેજ હોવા છતાં પણ ઘણી વાર થાપ ખાઈ જાય છે.
બસ, આ મર્યાદાનો લાભ તેજરફતાર ગેંદબાજો બોડીલાઇન બોલિંગ કરીને ઉઠાવતા હોય છે. દડાનું પિચિંગ તેઓ એવી રીતે કરે કે જેથી બુલેટની જેમ વછૂટેલી ગેંદ યા તો બલ્લેવબાજની હેલ્મે ટને વાગે અગર તો ખભે ટકરાય. ધસમસતા આવી રહેલા બોલને સમયસર ઝૂકીને ‘ડક’ કરી દેવામાં આવે તો કશી નવાજૂની ન બને. પરંતુ પ્લેઆઇડ રમવા ખાતર બેટ્સમેન પોતાનું શરીર હવામાં અધ્ધર કરી બેટને ખભા સુધીની ઊંચાઈએ લાવે ત્યાપરે મોકાણ સર્જાઈ શકે. બાઉન્સવર દડો રખે બેટની કિનારે લાગે તો હવામાં ગોલ્લોલ ઊછળ્યો સમજો! સ્ક્વેીર લેગ, ફોરવર્ડ સ્ક્વેવર લેગ અથવા ગલીમાં ઊભેલો ફિલ્ડવર બહુ આસાનીપૂર્વક કેચ ઝીલી લે છે.
■■■
આજથી નવ દાયકા પહેલાં ઇંગ્લેગન્ડલની ક્રિકેટ ટીમના ખેપાની કપ્તા ન ડગ્લાોસ જાર્ડિને ઓસ્ટ્રે લિયા સામે બોડીલાઇન બોલિંગનો પેંતરો અખત્યાડર કર્યો હતો. ૧૯૩૨-૩૩માં ઇંગ્લિશ ટીમ ઓસ્ટ્રેવલિયા રમવા ગઈ ત્યાનરે ધૂંઆધાર ઓસ્ટ્રે લિયન બેટ્સમેન ડોનાલ્ડ બ્રેડમેનને ‘કાબૂ’માં રાખવા માટે ડગ્લાસ જાિર્ડને તેના ઝડપી ગેંદબાજ હેરોલ્ડિ લાર્વૂડ અને બિલ વાઇસ પાસે બોડીલાઇન બોલિંગ કરાવી. સીઝન બોલના પ્રહારથી બચવા માટે આજે હેલ્મેટ નામનું શિરસ્રાલાઇણ છે, પણ નેવું વર્ષ પહેલાંના તે અરસામાં નહોતું. હેરોલ્ડજ લાર્વૂડ અને બિલ વાઇસે તે મર્યાદાનો ફાયદો લીધો. બોડીલાઇન બોલિંગ કરીને ઓસ્ટ્રે લિયાના ઘણા બલ્લેરબાજોને લોહીલુહાણ કર્યા. લાર્વૂડના એક તેજરફતાર દડાએ બર્ટ ઓલ્ડફીલ્ડ નામના ઓસ્ટ્રેાલિયન બેટ્સમેનની તો ખોપરી ફોડી નાખી. બીજો સુપરફાસ્ટડ દડો કપ્તા ન વિલિયમ વૂડફૂલની છાતી પર એટલો જોરમાં વાગ્યો કે વેદાનાનો માર્યો તે જ્યાંનો ત્યાં બેસી પડ્યો. વૂડફૂલ બડભાગી કે તબીબી ભાષામાં commotio cordis કહેવાતી સમસ્યા નો ભોગ ન બન્યો. અન્યવથા દડાનો પ્રહાર જીવલેણ સાબિત થયો હોત.
છાતી પર ઓચિંતી અને અસહ્ય ભીંસ દેતો થડકો યા દબાણ આવતાં હૃદય ધબકારા કરતું અટકી જાય તે સ્થિતિ મેડિકલ ભાષામાં commotio cordis તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનો હાર્ટ અટેક છે, જેનો મોટે ભાગે તો કોઈ ઇલાજ નથી. બેસુમાર વેગે ધસી આવતો ક્રિકેટનો દડો જ્યારે છાતી પર હૃદયના ભાગે ટકરાય ત્યાદરે તેનો પ્રહાર છાતીના સ્ના યુઓને ઈજા પહોંચાડે છે. પ્રહારની માત્રા જો વધુ હોય તો દડાનો ‘મુક્કો’ વધુ અંદર પેસી હૃદયના મૃદુ સ્નાોયુઓને બરબાદ કરી શકે. આવા વખતે સ્નાડયુઓની સ્થિોતિસ્થાઅપકતા પહેલા જેવી રહેતી નથી, જેની સીધી અસર ધબકારા પર પડે. હૃદયનું પમ્પિંયગ સતત સંકોચાતા અને વિસ્તસરતા સ્ના યુઓને આભારી છે. આ ઘટમાળ તૂટી જાય તો પમ્પિંંગ ખોરવાય, શરીરમાં લોહીનું પરિભ્રમણ અટકે, મગજને રક્તનો સપ્લાઘય મળતો બંધ થાય અને માણસ તત્કાવળ મૃત્યુી પામે. આ બધું ફક્ત ૧પથી ૩૦ િમલિસેકન્ડામાં બની જાય, એટલે commotio cordisનો ભોગ બનેલા ખેલાડીને સારવાર આપવાની તક સુધ્ધાંબ ન મળી શકે. એક મેડિકલ રિપોર્ટ અનુસાર છેલ્લાં દોઢસો વર્ષમાં લગભગ ૧૩ બેટ્સમેનો છાતીમાં દડો વાગવાના પગલે commotio cordis વડે માર્યા ગયા છે.
આ હકીકત નજર સામે હોવા છતાં ઇન્ટoરનેશનલ ક્રિકેટ કાઉન્સીરલે બેટ્સમેનને છાતીનું સુરક્ષા કવચ પ્રદાન કરતો કાયદો યા કલમ હજી કેમ ઘડી નથી એ સમજાતું નથી.
જેન્ટ્લમેન્સદ ગેમ ઓફ ક્રિકેટની સભ્યતતાને ઇંગ્લે ન્ડાના અણચીખોર કપ્તા ન ડગ્લા સ જાર્ડિને બોડીલાઇન બોલિંગ અપનાવીને છડેચોક પૂળો દીધો હતો. આ ઘટનાનું ભવિષ્ય માં પુનરાવર્તન ન થાય એ માટે વખત જતાં ઇન્ટડરનેશનલ ક્રિકેટ કાઉન્સીનલે બોડીલાઇન ગેંદબાજીને અટકાવવા કાયદાની ૪૧મી કલમ ઘડી—અને છતાં તેના પાલનમાં છૂટછાટ કેમ લેવાય એ પણ સામાન્યા સમજ બહારનો વિષય છે.
અંતે સમજવાલાયક એક મુદ્દોઃ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા ભારતીય બલ્લેસબાજોએ પોતાના શરીરે ઓસ્ટ્રે લિયન ગેંદબાજોના બોડીલાઇન દડા ઝીલ્યા તે ઘટનાને મીડિયા અને સોશ્યજલ મીડિયામાં ભારતીયોનું ગૌરવ તરીકે પ્રસ્તુડતિ મળી. વાસ્તિવમાં આખી ઘટના ચિંતાનો વિષય હતી. આપણા ખેલાડીઓનો જીવ દાવ પર લાગ્યો હતો. જેમ કે, પેટ્રિક કમિન્સિનો એક સુપરફાસ્ટ. દડો (સ્પીાડઃ ૧૪૦ કિલોમીટર) ચેતેશ્વર પુજારાને સીધો છાતીમાં વાગ્યો હતો. એ વાત જુદી કે નસીબજોગે કશું અમંગળ ન બન્યું.
ભારત-ઓસ્ટ્રેાલિયાની ગત ટેસ્ટ સિરીઝ ક્રિકેટરસિકો માટે રસાકસીનો વિષય ભલે રહ્યો, પણ ઇન્ટ્રનેશનલ ક્રિકેટ કાઉન્સિગલ માટે ખેલાડીઓની સુરક્ષા અંગે વિચારણાનો સબ્જેકક્ટ હોવો જોઈએ. બોડીલાઇન બોલિંગ પર લગામ નાખતી કાયદાની કલમ નંબર ૪૧ને વધુ તંગ કરવા માટે અને બેટ્સમેનને છાતી પર રક્ષણાત્માક પેડ ધારણ કરાવવા માટે એ સંસ્થાનએ કંઈક નક્કર પગલાં લેવાં જોઈએ. ટેસ્ટા સિરીઝ દરમ્યાણન ક્રિકેટના મેદાન પર કશું અઘટિત બન્યું નહિ તેનો મતલબ એ નહિ કે ભવિષ્ય.માં કશું અઘટિત બનશે પણ નહિ. આખરે ક્રિકેટની રમતને ‘ધ ગેમ ઓફ ચાન્સહ’ અમસ્તીશ થોડી કહે છે? ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MvUUhl
ConversionConversion EmoticonEmoticon