'આરઆરઆર' ફિલ્મસના હક્ક અધધધ કિંમતે વેંચાયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેકટર એસ એસ રાજામોલી પોતાની આવનારી ફિલ્મ આરઆરઆર માટે હાલ ચર્ચિત છે. આ ફિલ્મને ૧૩ ઓકટોબરના રોજ રિલીઝ કરવાની યોજના છે. 

 રાજમૌલીની આગામી ફિલ્મ આરઆરના રાઇટસ લાયકા પ્રોડકશને ૪૫ કરોડ રૂપિયા જેટલી ધરખમ કિંમતે ખરીદ્યા છે. પ્રોડકશનહાઉસે આ વાતને સમર્થન આપતા કહ્યુ ંહતું કે, અમે તમિલનાડુના દરેક થિયેટરમાં આરઆરઆર ફિલ્મને ડિસ્ટ્રિહ્યૂટ કરવાના છીએ. જોકે આ ફિલ્મ કેટલામાં વેંચાઇ તેની સત્તાવાર જાણ કરવામાં વી નથી. લાયકા પ્રોડકશને બુધવારે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી કે, અમને જણાવતા આનંદ થાય છે કે,અમે તમિલ નાડુ પેન ઇન્ડિયા ફિલ્મ આરઆરઆર મુવીના થિએટ્રિકલ રાઇટસ અમે મેળવ્યા છે. 

આ ફિલ્મની વાર્તા ફિકશનલ છે. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય રોલમાં છે. જ્યારેઆ ફિલ્મને તમિલ, તેલુગુ, હિંદી, કન્ન્ડ, મલયાલમ તેમજ થોડી વિદેશી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZwGzUB
Previous
Next Post »