૧) જીવનનો અર્થ છે સમય, જેઓ જીવનથી પ્યાર કરતા હોય તેઓ આળસમાં સમય ન વિતાવે.
૨) અસફળતા ફક્ત એ સાબિત કરે છે કે, સફળતાનો પ્રયત્ન પૂરા મનથી થયો નથી.
૩) સત્યથી મોટો કોઈ ધર્મ નથી, અસત્યથી મોટું કોઈ પાપ નથી.
૪) નિરાશાએ મનુષ્યની કાયરતાનું ચિન્હ છે.
૫) સેવાની ભાવના વગરનું મન સ્મશાન જેવું છે.
૬) જે જેવું વિચારે છે અને કરે છે તેઓ એવા જ બની જાય છે.
૭) જે પોતાના માટે પસંદ ન હોય તેવો વ્યવહાર બીજા સાથે ન કરો.
૮) સન્માન માટે સાચા અધિકારી ત્રણ છે, સંત, શહીદ અને સુધારક
૯) બાળકોને વારસામાં ધન નહિ, પણ જ્ઞાાન આપો.
૧૦) પોતાના દોષ અને પરના ગુણ પારખવાની વિવેકદૃષ્ટિ એ ઉન્નતિની ગુરુચાવી છે.
૧૧) આપ વ્યાયામ માટે સમય નહિ કાઢો તો આપને બિમારી માટે સમય કાઢવો પડશે.
૧૨) પોતાની કમાણી હળીમળીને ખાઓ કે જેથી તમારા બધા ભાઈઓ સુખી રહે.
૧૩) એક પિતાના સૌ સંતાન, માનવ માત્ર એક સમાન.
૧૪) બુધ્ધિમાન તે છે જે વિચારે છે પહેલા અને બોલે છે પાછળથી, મૂર્ખ તે છે જે બોલે પહેલા અને વિચારે પાછળથી.
૧૫) ગૃહસ્થ એક તપોવન છે જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતાની સાધના કરવી પડે છે.
૧૬) જીવનમાં સાદાઈ, સંતોષ અને સંયમ હશે તો જ શાંતિનો અનુભવ થશે.
૧૭) સ્નેહના સરવાળા, ભૂલચૂકની બાદબાકી, સહકારનો ગુણાકાર અને વેરઝેરનો ભાગાકાર કરજો.
૧૮) આળસ એ આરામ નથી, કંજુસાઈ એ કરકસર નથી અને ઉંડાઉપણું એ ઉદારતા નથી.
૧૯) પુષ્કળ પ્રવૃત્તિ અને નરી નિવૃત્તિ આ બન્ને એક સરખાં હાનિકારક છે.
૨૦) માણસ પૈસા બચાવે એ જરૂરી છે. પરંતુ એ પૈસાથી માણસ માણસને બચાવે એ વધારે જરૂરી છે.
૨૧) વ્યવસ્થા એ જ ઘરની શોભા, સંતુષ્ટ સ્ત્રી એજ ઘરનું સુખ, આતિથ્ય એજ ઘરનો વૈભવ અને ધાર્મિકતા એ જ ઘરનું શિખર.
૨૨) ઇશ્વર પર વિશ્વાસ ન કરવાવાળો જ નહિ, તે પણ નાસ્તિક છે જે પોતાના પર વિશ્વાસ નથી કરતો.
૨૩) આવકથી વધુ ખર્ચ કરનારાઓ તિરસ્કાર સહન કરીને દુઃખ ભોગવે છે.
૨૪) ઇર્ષ્યા માણસને એવી રીતે ખાઈ જાય છે. જેવી રીતે લાકડાને ઊધઇ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tryUoz
ConversionConversion EmoticonEmoticon