પ્રાર્થના ભક્તિ પદાર્થ માગવા માટે નથી

- અંતકરણપૂર્વક જીવનમાં પ્રાર્થના, ભક્તિ, જપ, વગેરે જુદી જુદી રીતે સત્ય સ્વરૂપ ધર્મનું અનુસરણ છે, આચરણ છે. આવા સત્ય સ્વરૂપ ધર્મના અનુસરણમાં કોઈ પણ જાતના પદાર્થની માંગ ન હોય


ધ ર્મ એટલે આત્મિક પરમ સત્યમાં સ્થિર થવાની માણસની આંતરિક સત્ય સ્વરૂપ તાલાવેલી, અને સત્ય સ્વરૂપ વિવેકી સમભાવ, સમતા, સમત્વ, સ્થિતપ્રજ્ઞાા, ત્રિગુણાંતિત, વીતરાગ અને પ્રજ્ઞાામાં સ્થિરતા પ્રાપ્ત કરવાની અને આત્મિક સત્યના આચરણ દ્વારા જીવનની શુધ્ધ, આત્મિક શક્તિ અને શુધ્ધ સમ્યક દ્રષ્ટીની ખિલવણીને પૂર્ણ રૂપે જીવનની આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા માણસનું પોતાનું આંતરિક આમૂલ પરિવર્તન કરી, પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેનો આંતરિક યજ્ઞાા તેનું નામ સત્ય ધર્મ અને સત્ય ધર્મનું આચરણ છે.

આવા સત્ય સ્વરૂપ આધ્યાત્મિક જીવનનો એક માત્ર નિયમ એ છે, કે પરમાત્માને પૂરેપૂરા સમર્પિત થઇને તેમની આત્મિક શરણાગતિનો સ્વીકાર કરીને જે કાઈ કર્મ કરીએ તે કર્તૃત્વ રહિત થઇ અહંકારથી મુક્ત થઇને કરવા જોઇએ અને કર્મ અને કર્મ ફળ બન્ને પરમાત્માને અર્પણ કરવા એજ સત્ય આધારિત કર્મ અને ધર્મ છે.

આવું સત્ય સ્વરૂપ ધર્મ અને કર્મ એ કોઈ સંપ્રદાય કે પંથ નથી, કર્મકાંડ, કર્મ ક્રિયા કે હવનનો ભાગ પણ નથી, શાસ્ત્રોમાંથી કોઈ મંત્ર ચારો પણ નથી, તે તો છે, આત્મિક સત્ય સ્વરૂપ  થઈને સત્ય ધર્મનું અને કર્મનું આચરણ.

આમ સત્ય ધર્મ એ હૃદયપૂર્વકનું સત્ય સ્વરૂપ આત્મીય જીવન છે અને આ જીવન એ જ જીવન યજ્ઞા બને છે. આવો યજ્ઞા માણસ જીવનમાં ગમે તે કર્મ કરતો હોય પછી તે ખેતરમાં, કારખાનામાં, ઓફિસમાં, દુકાનમાં કે કોઈપણ જગ્યાએ આ માણસના દૈનિક જીવનનું સ્થળ એ જ માણસનું સત્ય સ્વરૂપ ધાર્મિક સ્થળ બની રહે છે.

આવા ધાર્મિક મંદિરના માણસ પોતે જ સત્ય સ્વરૂપ પૂજારી બને છે, અને અર્પણ આહુતિ પણ પોતે જ કરે છે અને પોતે જ સત્ય સ્વરૂપ સ્તુતિ છે, અને પોતે જ યજ્ઞાનો અગ્નિ છે અને ધૃત છે અને હવન પણ પોતે જ કરે છે.

આ રીતે હવનમાં માણસ પોતે જ પોતાની, વાસના, કામના, તૃષ્ણા, ઇચ્છા, અહંકાર, કષાયો વગેરેનો સ્વસ્થ ચિત્તે યજ્ઞાાની અગ્નિમાં હોમી દઇને પરમ શુધ્ધ થાય છે, અને આ રીતે પોતે જ શુધ્ધ થઇને પૂર્ણતા આ રીતે પ્રાપ્ત કરે છે, આજ શુધ્ધ જીવન છે. જે પૂર્ણ છે. જેને પછી કોઈ બંધન નથી. જેથી પરમ આનંદ અને પરમ શાંતિ પ્રાપ્ત કરી અમૃતમય જીવન જીવે જાય છે. આનું નામ છે. અમૃતમય જીવન છે.

માણસ કર્મ કરવામાં પરમાત્મા પાસેથી કોઈ કશી પણ માગણી નથી કરવાની, પણ એમની સાથે સહકાર કરવાનો છે. આપણે આપણું ધાર્યું કેમ થાય તે શોધવાનું પણ નથી. આપણે તો પરમાત્માની ઇચ્છા કેમ સ્વીકારવી તે આપણાં જીવનમાં અંદર ઉતરી શોધવાનું છે અને આત્મિક સત્ય સ્વરૂપ થઇને આપણો હેતુ કે ઉદ્દેેશ પરમાત્માના મનને અને વિચારને બદલાવાનો નથી પણ માણસે પોતાના વલણો વિચારો આશાઓ અપેક્ષાઓ વગેરે બદલવાના છે, અને સહજતા, સરળતા સમતા સત્યતામાં સ્થિર થવાનું છે.

આમ આ રીતે પરમાત્માની સંનિધિમાં જ વિચાર કરવાનો છે. જ્યારે આપણાં પરમ ચૈતન્યનું સ્તર પરમાત્માની ભૂમિકા ભણી ઉપર ઊંચું ઉઠે ત્યારે જ આપણાં જીવનની ઘટનાઓ સાચા પરિપ્રેક્ષ્યમાં સમજી શકે છે, જાણી શકે છે, આવી શુધ્ધ આત્મિક સત્ય સ્વરૂપ ભક્તિમાં જ પરમાત્માને જાણવાની ઊંડી અભિપ્સા રહેલી હોય છે. આપણી ભક્તિમાં સંપૂર્ણપણે પરમાત્મા પર વિશ્વાસ મૂકવાની આતુરતા રહેલી છે. આપણી પદાર્થ પરની અને બીજી બધી જ પકડથી મુક્ત થવાની અને સંપૂર્ણપણે છોડી દેવાની શક્તિ અંતરમાંથી પ્રાપ્ત કરીને પરમાત્માને જેમ કરવું હોય તેમ કરવા દેવાની આપણી તૈયારી હોવી જ જોઇએ, એજ પરમાત્મા મય થવાની વીધી વિધાન છે, અને સો ટકા પૂર્ણતા પ્રાપ્ત કરવાનો માર્ગ છે આનું નામ સત્ય સ્વરૂપ ભક્તિ છે. કર્મ છે. યોગ છે. અને જ્ઞાાન છે. આમ આ બધુ જ આવી જાય છે. જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય ત્યારે કાઈ જુદું રહેવા જ પામતું નથી, એજ સિધ્ધી છે એજ સત્ય ધર્મ છે. એજ પૂર્ણતા છે. સંશયની નાબૂદી અને અભયમાં સ્થિરતા અને વિશાળતા એજ પૂર્ણતા.

- તત્ત્વચિંતક વિ. પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3axKLIN
Previous
Next Post »