- એક જનરેશન તરીકે આપણે એ ભૂલવું ન જોઈએ કે મહામારીમાં પણ આપણે આ વાતાવરણમાં જીવી શક્યા છીએ અને આ સાથે જ ભાવિ પેઢીને કેવા પરિણામો ભોગવવા પડશે...
અર્જુન રામપાલ ઘણા સમયથી ચર્ચામાં છે, જોકે હવે નવા વર્ષમાં તેની એક નવી ફિલ્મ આવી છે, જેનું નામ છે, 'નેઈલ પોલીસ' એક ફિલ્મનું આવું નામ હોય શકે ? - એવો પ્રશ્ન ઘણાને થાય એ સ્વાભાવિક છે. જોકે અત્યાર સુધીમાં જેમણે આ ફિલ્મ જોઈ લીધી છે. તેમને તો ફિલ્મના નામનો અર્થ ખબર પડયો હશે. બાકી રહ્યા છે તેમને ફિલ્મ જોયા પછી ખબર પડશે. ૨૦૨૦નું વર્ષ ઘણું ખતરનાક ગયું અને નવું વર્ષ એવું નહીં જાય એવી પ્રાર્થના સાથે આપણે અહીં અર્જુન રામપાલ સાથે થયેલી વાતો માણીએ અને ફિલ્મના નામનો અર્થ તથા અન્ય જાણકારી તેની પાસેથી મેળવીએ. 'નેઈલ પોલીસ'ના દિગ્દર્શક ભાર્ગવ 'બગ્સ' કૃષ્ણા છે. ઝી-૫ પર પહેલી જાન્યુઆરીએ રિલિઝ થયેલી આ ફિલ્મના અન્ય કલાકારો રજિત કપૂર, ઉપરાંત માનવ કૌલ અને આનંદ તિવારી છે...
* તમારા બાળકો માટે લોકડાઉનનો સમયગાળો એક પિતા તરીકે કેટલો કઠિન રહ્યો એ અંગે જણાવો.
અર્જુન રામપાલ ઃ આ મહામારીએ મને મારા બાળકોની ઘણો નજીક લાવી મૂકી દીધો, એ તો ચોક્કસ છે. વાસ્તવમાં તેઓ જ મને મહામારી અંગે અનેક પ્રકારની માહિતી આપે છે અને તે અંગે સ્પષ્ટતા કરી મને સમજાવે પણ છે. હું તેમની સંવેદનશીલતાથી આશ્ચર્ય અનુભવું છું. મારી બંને દીકરી કંઈ નાની નથી - એક ૧૫ વર્ષની તો બીજી ૧૮ વર્ષની છે. અને બીજી તરફ મારા નાના બિરાદરને જાણ નથી કે શું ચાલી રહ્યું છે. આપણે આવી પરિસ્થિતિમાં શા માટે ફસાઈ પડયા તેના કારણ જાણવા જઈએ તો તેનું સૌથી મોટું કારણ છે નિસર્ગની કરેલી ઉપેક્ષા છે. એ સાથે પૃથ્વીમાતાની કરેલી ઘોર ઉપેક્ષા પણ છે અને આથી તે વ્યાપક રીતે તેનો બદલો વાળી રહી છે. હું માનું છું કે આમ કઈ રીતે આપણા આ ગ્રહના દર્દને મટાડી શકીશું ! સૌ પહેલા તો આપણે જે કંઈ કરવા ઇચ્છીએ છીએ એ ન કરીએ એ જ સૌથી વધુ જરૂરી છે, અને તેની કોઈ જરૂર પણ નથી. મૂળભૂત જરૂરિયાતો સાથે જીવવું ઘણું સરળ છે. આ માટે બહાર નીકળવાની જરૂર નથી અને અતિલોભી પર બનવાની કોઈ જરૂર નથી ! વધુ જમીન મેળવવાની પણ કોઈ જરૂર નથી અને તેની સાથે વધુ કચરો પણ પેદા કરવાની જરૂર નથી. આપણે ક્રોંક્રિટ જંગલો ઊભા કરવાનું બંધ કરવાની જરૂર છે અથવા આવું નહીં કરીએ પક્ષીઓ પણ નહીં રહે અને વૃક્ષો પણ નહીં રહે. આપણે ઉપર નજર નાખીએ તો ચોક્કસપણે આકાશ નિહાળી શકીએ અને સારી ગુણવત્તા ધરાવતી હવા મેળવી શકીએ. હવે ઊંચા - બહુમાળી મકાનો નહીં જોઈએ! પક્ષીઓનો મીઠો કલરવ તો મુંબઈ જેવા મેગાસિટીમાં સાંભળવા મળતો જ નથી, પણ સાથે જ માર્ગો પર કોઈ વાહનો નહીં હોવા જોઈએ, ધૂમાડો ન હોવો જોઈએ. આ આપણી અગત્યતા હોવી જોઈએ, નહીં કે બીજું કંઈ ! એક જનરેશન તરીકે આપણે એ ભૂલવું ન જોઈએ કે મહામારીમાં પણ આપણે આ વાતાવરણમાં જીવી શક્યા છીએ અને આ સાથે જ ભાવિ પેઢીને પૃથ્વીમાતાની ઉપેક્ષા કરવાથી કેવા પરિણામો ભોગવવા પડશે, તેનાથી ચેતવવા પડશે. નેગેટિવિટીથી જેટલું દૂર રહેશો, એ પણ મારા માટે મોટી બાબત બની રહેશે.
* મહામારીમાં કેવી રીતે જાળવી રાખ્યું તારું સ્વાસ્થ્ય કેમ કે તારા ક્રુમાં પણ કેટલાંક કોવિદ પોઝિટિવ આવ્યા હતા ?
*હું દરરોજ વર્કઆઉટ કરતો.. અને દરરોજ આઠ કિ.મી. દોડતો. આ સાથે જ આરોગ્યપ્રદ ભોજન લેતો, પણ હું જીમમાં વર્કઆઉટ નહોતો કરી શક્યો. આ ઉપરાંત હું બાળકો સાથે મારો ગુણવત્તાપૂર્ણ સમય વ્યતિત કરી શક્યો છું, જે મારા માટે ઘણો આરામદાયક રહ્યો, પણ મને ટેન્શન એ હતું કે હું કોવિદ-પોઝિટિવ તો નહીં બની જાઉંને, જોકે આવું કશું બન્યું નહીં. અમે શુટિંગ પણ થોડા દિવસ માટે રોકી દીધું હતું અને એ પચી ફરી શરૂ કર્યું હતું. પ્રારંભમાં ડર લાગતો હતો, પણ અમે આગળ વધ્યા, તમે જાણો છો. ધ શો મસ્ટ ગો ઓન !
* તારી આગામી ફિલ્મનું નામ 'નેઇલ પોલીસ' છે, જે ગજબનું નામ છે... શું જોઈને પટકથા હાથમાં લીધી હતી ?
* મેં આ પ્રોજેક્ટ હાથમાં લીધો કેમ કે તેના દિગ્દર્શક મને ખૂબ ગમે છે. અને તેમની પટકથા કહેવાની સ્ટાઈલ પણ આગવી છે. તેમની કામ કરવાની પધ્ધતિ ઉપરાંત મને તેમની પટકથા ઘણી સ્પર્શી ગઈ એ ઘણી આશ્ચર્યજનક હતી. મારા સિવાય અન્ય પાત્રો પણ મને ઘણાં ગમે છે. આ ભૂમિકા ભજવવી મારા માટે ઘણી મુશ્કેલ હતી. અને તેને કારણે હું તેમાં વધુ પ્રવેશ્યો.
અને ફિલ્મના શિર્ષક અંગે... વાસ્તવમાં મને પણ કાવતરાં જેવું લાગ્યું. મેં તેમને શિર્ષક પૂછ્યું ત્યારે તેમણે મને 'નેઇલ પોલીસ' કહ્યું ત્યારે મને પણ આવી જ અનુભૂતિ થઈ. આ પછી દિગ્દર્શક ભાર્ગવ કૃષ્ણાએ મને જણાવ્યું તું શા માટે આખી સ્ક્રીપ્ટ નથી વાંચતો અને એમાંથી શોધી કાઢ કે એ સુયોગ્ય શિર્ષક છે કે નહીં. આથી, મેં તેમ કર્યું અને ફિલ્મ પૂરી થઈ એ પછી મને સમજાઈ ગયું. મને લાગે છે કે દર્શકોને પણ મારા જેવી જ લાગણી ઉદ્ભવશે.
* આ ભૂમિકાને તમે શા માટે મુશ્કેલ કહી ?
* મારું પાત્ર ઘણીબધી વાતો કરે છે! એ ખૂબ જ મુશ્કેલ છે મારા માટે. હું એવા પ્રકારની વ્યક્તિ નથી જે ઘણી ઘણી વાતો કરતી હોય. અને મારી સ્મૃતિઓ પણ ઘણી દિશા ભણી જાય છે (એ હસે છે). ગંભીરતાથી કહું તો આ ભૂમિકાને ભજવવી ઘણી મુશ્કેલ હતી. એ એક વકીલ છે, જે તેના વાસ્તવિક જીવનમાં પણ ઘણો સંકુલ હોય છે. કેટલાંક કેસમાં એ ઘણો મેલોડ્રામેટિક હોય છે. આ ઉપરાંત આ કોર્ટરૂમ ડ્રામા છે, જેની સ્ટિરિયોટાઈપ ટેન્ડન્સી હોય છે અને દલીલો જે કરવામાં આવે છે તે ટેકનિકલી સાચી નથી હોતી અથવા તેમાં કોઈ ચમકારો નથી હોતો.
* એક કલાકાર તરીકે ઓટીટી કન્ટેન્ટથી તને કોઈ અસર થઈ છે ?
* હું માનું છું કે આ તો ભારતના લેખકો માટે સુવર્ણકાળ સમો છે. ફોર્મેટ જ એવું હોય છે કે જેમાં કન્ટેન્ટ જ રાજા હોય છે. આ એવું જ છે, જેવું ૧૦ વર્ષ પહેલાં હોલીવૂડમાં બન્યું હતું. અને એ સમય લેખકો માટે સુવર્ણકાળ હતો. ભારતમાં હવે આ અત્યારે શક્ય બન્યું છે. આ માટે દર્શકોએ પણ તૈયાર રહેવું પડશે. ભારતમાં વન્ડરફૂલ સ્ટોરીઝ છે, જે આપણી સંસ્કૃતિ અને હેરિટોજ સાથે સંકળાયેલી છે. આ તો હજુ શરૂઆત માત્ર છે. સૌથી શ્રેષ્ઠ તો આવવાનું હજુ બાકી છે. હવે સિનેમા બોક્સ ઓફિસના કલેક્શન પર આધારિત રહ્યા નથી. એવું ન હોત તો ફિલ્મ રિસ્કી બની રહી હોત અને હવે તો ફિલ્મ ઓટીટી પર સરળતાથી રિલિઝ થાય છે. મને તો આશા છે કે આ તો ઓટીટીનો શ્રેષ્ઠ હિસ્સો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aC7gMO
ConversionConversion EmoticonEmoticon