આ જના લેખનો મુખ્ય હેતુ માથાના દુખાવા અંગે વિસ્તૃત જાણકારી આપવાનો છે. આડેધડ સારવાર કરાવવી અથવા તો જાતે જ દવાઓ લેવી ક્યારેક નુકશાન કરતી હોય છે. ક્લીનીકમાં મોટાભાગના દર્દીઓને આ જ તકલીફ હોય છે. થોડા રસપ્રદ સંવાદો જોઇએ.
'છેલ્લા દશ વર્ષથી માથાનો દુખાવો રહે છે. ક્યારેક એવું લાગે કે માથું ભીંત સાથે અથડાવી દઉં. રોજ બજારમાં મળતી ગોળી લેવાથી પણ દુખાવો ઓછો થતો નથી.'
'માથાના આગળના ભાગમાં કપાળ ઉપર એટલું બધું દુખે છે કે ક્યારેક કચકચાઇને કપડું બાંધુ - અથવા ઘરના કોઈને માથું દબાવી આપવાનું કહેવું પડે છે. ત્યારે થોડી રાહત થાય છે.'
'માથાના દુખાવાને કારણે જાતજાતના વિચારો આવે છે. મગજમાં ગાંઠ તો નહિ હોય ને ? હેમરેજ તો નહીં થઇ જાય ને ? વિ.વિ.' 'દુખાવાના કારણે બધી જ મગજની તપાસ કરાવી દીધી. રીપોર્ટ બધા નોરમલ આવે છે. દવાઓથી સતત ઉંઘ આવ્યા કરે છે. દવા વગર કોઈ સારવાર ખરી કે નહિં?' ઉપરના સંવાદો વાંચ્યા પછી એવો સવાલ થાય કે શું માથાનો દુખાવો ગંભીર બીમારી કહેવાય ? માથું દુખતું હોય તો તે મગજની બીમારી કહેવાય કે માનસિક બીમારી કહેવાય?. માથાના દુખાવા માટે કઈ સારવાર લેવી જોઇએ ?
સૌથી રસપ્રદ આંકડાઓમાં દર સો વ્યક્તિ કે જેઓને માથુ દુખતું હોય તેમાંથી ૯૯ વ્યક્તિઓનો દુખાવો ટેન્શન હેડેક (સાયકોજેનીક) હોય છે. એટલે કે ફક્ત એક જ વ્યક્તિ ને મગજમાં કોઈ નુકશાન ને કારણે માથું દુખતું હોય છે. આનો અર્થ એવો થયો કે ૧૦૦માંથી ૯૯ વ્યક્તિઓનો માથાનો દુખાવો માનસિક કારણથી હોય છે. જેમાં સામાન્ય રીતે કોઈ મગજની તપાસ કરવાની જરૂર હોતી નથી. ફક્ત દર્દી સાથે થોડાક સમય કાઢી અને વિગતવાર તેના માથાના દુખાવા અંગેની ચર્ચા કરવાની જરૂર હોય છે. દુખાવો ક્યારથી થયો, ક્યારે દુખે છે, કેવા સંજોગોમાં દુખે છે, માથાના કયા ભાગમાં દુખે છે, દુખાવો કેવી રીતે મટે છે. દુખાવા સાથે અન્ય કોઇ માનસિક તકલીફ છે કે નહિં ? આ બધી જ વિગતો લેવામાં આવે છે. એવું જાણવા મળે છે કે માથાના દુખાવાની સાથે સાથે દર્દીને અન્ય માનસીક તકલીફો રહેતી હોય છે જેવી કે બેચેની, ડર, ગભરામણ, ઉદાસીનતા, ઉંઘની તકલીફ શારિરીક દુખાવો,નેગેટીવ વિચારો,વગેરે
લેખના અંતમાં એવું કહી શકાય કે મોટાભાગના માથાના દુખાવા અંગેની ફરિયાદ માનસિક કારણોથી હોય છે. આથી દુખાવો માનસિક બીમારી ગણી શકાય. માથાનો દુખાવો મગજની બીમારી છે એવી માન્યતા ભુલભરેલી છે. સૌથી પહેલાં માનસિક બીમારી તો નથી ને તે સમજવું જરૂરી છે. જો માનસિક બીમારીની શક્યતા ના હોય તો જ મગજનો રોગ છે એવું કહી શકાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZoD1E4
ConversionConversion EmoticonEmoticon