આમિર ખાન સ્પેનિશ ફિલ્મની રીમેકમાં દિવ્યાંગ ખેલાડીઓનો કોચ બનશે


મુંબઇ,તા. 03 ફેબ્રુઆરી 2021, બુધવાર

થોડા દિવસોથી બોલીવૂડમાં ચર્ચા છે કે, આમિર ખાન અને આરએસપ્સન્ના સ્પોર્ટસ ડ્રામા બનાવાના છે. જેનું નિર્માણ સોની પિકચર્સ કરવાનું છે. હવે આ ફિલ્મને લગતા લેટેસ્ટ સમચાાર એ છે કે, આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી સ્પેનિશ ફિલ્મસ ચેપિયન્સની રીમેક હશે. આ ફિલ્મમાં આમિર દિવ્યાંગ ખેલાડીઓની કોચની ભૂમિકામાં જોવા મળવાનો છે. 

ચેમ્પિયન્સની સ્પેનિશ વાર્તાને હિંદી ભાષામાં  આધુનિક દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવા માટે આમિર અને પ્રસન્ના લગભગ ચાર વખત મીટિંગ કરી ચુક્યા છે. 

આ ફિલ્મની વાર્તા એક ઘમંડી અને શરાબી કોચ પર આધારિત છે. જે દિવ્યાંગ લોકોની એક ટીમને ટ્રેન્ડ કરે છે. આ ટીમ દુનિયાભરમાં ઘણી ચેમ્પિયિનશિપ જીતીને લાવી છે. ફિલ્મમાં આમિરનું પાત્ર રસપ્રદ છે. એક બાસ્કેટબોલ કોચની સમસ્યાઓ પર આ વાર્તામાં વણી લેવામાં આવી છે. 

હાલના સમયને ધ્યાનમાં રાખીને ફિલ્મની વાર્તા લખવામાં આવી રહી છે. મે-જુન સુધી આમિર તરફથી  આ ફિલ્મને ફાઇનલ કરવામાં આવશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3azf4yL
Previous
Next Post »