અનન્યા પાંડે ઝોયા અખ્તરની ફિલ્મમાં કામ કરશે


મુંબઇ,તા. 03 ફેબ્રુઆરી 2021, બુધવાર

અનન્યા પાંડે ફિલ્મમેકર ઝોયા અખ્તર સાથે કામ કરવાની છે. આ ફિલ્મ જોકે હાલ પ્રી-પ્રોડકશન સ્ટેજમાં છે. અનન્યા અને ઝોયા પ્રથમ વખત સાથે કામ કરશે. અનન્યા ઝોયાની ફેન છે અને તેને તેની સાથે કામ કરવાની તક મળવાથી તે આનંદવિભોર બની ગઇ છે. ફિલ્મની સત્તાવાર ઘોષણા જલદી જ કરવામાં આવશે. 

અનન્યા બોલીવૂડમાં ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવતી જાય છે. હાલ અનન્યા શકુન બત્રાની આગામી ફિલ્મમાં કામ કરી રહી છે. કરણ જોહર નિર્મિત આ ફિલ્મમાં દીપિકા પદુકોણ પણ લીડ રોલમાં છે. જેનું શૂટિંગ હાલમ ુંબઇમાં થઇ રહ્યું છ.ે અનન્યા સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે પુરી જગન્નાથ કે લિગરમાં પણ જોવા મળવાની છે. 

૪૮ વર્ષીય ઝોયાએ પોતાની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. જેમાંી ગલી બોય પણ સામેલ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MWsCw7
Previous
Next Post »