ગતિના નિયમ .


જ ગત આખુ ગતિમય છે. પરંતુ દરેક ગતિ કેટલાક નિયમોને આધિન છે. આજથી ચારસો વર્ષ પહેલા વિખ્યાત વિજ્ઞાાની આઈઝેક ન્યુટને આ નિયમો શોધી કાઢયા હતા. ઈ.સ. ૧૬૮૬માં ન્યુટને રજુ કરેલા આ ત્રણ નિયમો આજે વિમાન ઉડાવવામાં પણ મદદરૂપ થયા છે.

નિયમ પહેલો : કોઈપણ વસ્તુને કોઈ બળ કે અવરોધ લાગે નહીં ત્યાં સુધી તે સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો હંમેશા ગતિમાં રહે છે. આપણે પથ્થરને ઊંચકીએ નહીં ત્યાં સુધી તે જમીન પર સ્થિર રહે છે અને ફેંકેલા પથ્થરને પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ખેંચે છે. એટલે તેની ગતિ અટકીને તે જમીન પર પડે છે.

નિયમ બીજો : કોઈપણ ગતિમાન પદાર્થની ગતિનું પ્રમાણ અને દિશા તેને લાગેલા બળના પ્રમાણમાં જ હોય છે. આપણે કોઈ વસ્તુને ધકેલીએ ત્યારે તે આપણે ધક્કો માર્યો હોય તે જ દિશામાં ખસે છે. અને ખસવાની ગતિ તેને લાગેલા બળ જેટલી જ હોય છે.

નિયમ ત્રીજો : કોઈ ગતિમાન પદાર્થ તેની ગતિની વિરુદ્ધ દિશામાં તેટલું જ બળ પેદા કરે છે. બંદૂકની ગોળી બંદુકમાંથી છુટે ત્યારે તે વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. જેટ વિમાન આ નિયમને આધારે જ ગતિમાં રહે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37vXcEB
Previous
Next Post »