પક્ષીઓનું અજાયબ જગત .


હનીબર્ડ નામનું પક્ષી મધપૂડો તોડી શક્તું નથી એટલે તે બીજા મોટા પ્રાણીઓને અવાજ કરી મધપૂડા તરફ દોરી જાય છે. અને મધ મેળવે છે.

દરજીડો બે પાંદડા સીવીને માળો બનાવે છે. પાંદડાને જોડવા માટે તે કરોળિયાના જાળાના તારનો ઉપયોગ કરે છે.

આલ્બાટ્રોસ વિશ્વનું સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી છે. તેની પાંખનો ઘેરાવો વિશાળ હોવાથી તે આકાશમાં પાંખો હલાવ્યા વિના જ ૧૦૦૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે.

ટીંટોડી બોલે ત્યારે અંગ્રેજીમાં 'ડી ડ યુ ડુ ઈટ' જેવો અવાજ સંભળાય છે.

ભારતના પક્ષીઓમાં હીલ મેના સૌથી વધુ ગીત ગાતું પક્ષી છે.

પોપટનું મગજ પક્ષીઓમાં શરીરના કદના પ્રમાણમાં સૌથી વજનદાર હોય છે. આફ્રિકાનો ગ્રે પેરોટ સૌથી વધુ શબ્દ યાદ રાખી શકે છે.

ભારતમાં પોપટ જોવા મળતાં નથી. પરંતુ પોપટ જેવો સૂડા અને તૂઈ હોય છે. જેને પેરોટ નહીં. પેરાકિટ કહે છે.

શાહમૃગ એવું પક્ષી છે કે જેના લક્ષણો ઊંટ જેવા હોય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OVKw3i
Previous
Next Post »