(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના હાલ દેશઅને ધર્મ પ્રેમી ભારતીયોને નારાજ કરી રહી છે. હાલમાં ગાયિકાએ ગળામાં ભગવાન ગણેશનું પેન્ડન્ટ પહેરીને ટોપલેસ તસવીર પડાવીને સોશિયલ મીડિયા પર મુકી છે.
વાસ્તવમાં રિહાનાએ એક લકઝરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ટોપલેસ પોઝ આપી રહેલી જણાય છે. આ ઉપરાંત તેણે પહેરેલા ઘરેણા સાથે તેના ગળામાં ગણેશનું એક પેન્ડન્ટ પણ જોવા મળે છે.
રિહાનાની આ તસવીર જોઇને સોશિયલ મીડિયા પરના ભારતીય યુઝર્સો નારાજ થયા છે. એક યુઝરે લખ્યું છે કે, રિહાના ખૂબસૂરતી માટે અમારા ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરો. તે પહેરેલી ચેઇનમાં ગણેશની મૂર્તિ છે, જે અમારા ભગવાન છે.
તો વળી અન્ય એક યુઝરે લખ્યું છે કે, ગણેશજીને આ રીતે પહેરવું એ અપમાનજનક છે.
અમારા આરાધ્ય દેવ છે અને ગણેશ ચતુર્થીએ અમે તેમની સ્થાપના કરીએ છીએ. કરોડો હિંદુ ભારતીયોને તે નારાજ કર્યા છે.
સનાતન ધર્મનું અપમાન કરનારાઓ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ફટકાર લગાડી છે.
ઉલ્લેખનીય છે કે, રિહાનાએ હજી થોડા દિવસો પહેલા જ કિસાન આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વિવાદ સર્જ્યો હતો. કહેવાય છે કે, આ એક પોસ્ટ માટે તેને રૂપિયા ૧૮ કરોડ આપવામાં આવ્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jVZ9z9
ConversionConversion EmoticonEmoticon