મહેમદાવાદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
મહેમદાવાદમાં પૂજ્ય આચાર્યવર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.નો ભવ્ય પદપ્રદાન સમારોહ યોજાઈ ગયો. તપાગચ્છાધિપતિ ૯૩ વર્ષીય પૂજ્ય આચાર્યદેવ મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા.ના કરકમલથી આ દિવ્ય પ્રસંગ ઉજવાયો.
તાજેતરમાં મહેમદાવાદના રાસ્કા જૈનં જયંતિ શાસનમ્ તીર્થમાં પ.પૂ. રાજયશસૂરીશ્વરજીને વિશાળ સભામાં ગચ્છાધિપતિ પદ સમર્પણ કરવામાં આવ્યું. પૂ. રાજયશસૂરીશ્વરજીએ માત્ર ૧૮ વર્ષની ઉંમરે જૈન સાધુપણાનો અંગીકાર કર્યો હતો. ૫૮ વર્ષનો તેમનો દીક્ષાનો પર્યાય છે અને ૩૪ વર્ષનો આચાર્યપદ અભિષેક થયેલ છે. સર્વતોમુખી પ્રતિભા સંપન્ન પૂજ્ય આચાર્યદેવ પ્રખર પ્રવચનકાર તરીકે ખૂબ લોકપ્રિય છે.
રાસ્કા તીર્થસ્થળમાં સાતેક દિવસ ચાલેલી ઉજવણી દરમિયાન ગત ૧૫ ફેબુ્રઆરીએ ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહ યોજાઈ ગયો, જેમાં દૂરદૂરથી અનેક આચાર્યો, મુનિભગવંતો, સાધ્વીજીઓ તેમ જ મોટી સંખ્યામાં ધર્મપ્રિય લોકો હાજર રહ્યા હતા. દૂરદૂરના આશરે ૭૦થી ૮૦ સાધુ-સાધ્વીઓનો સમુહ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત એક હજારથી વધુ સદભાવકો આ આધ્યાત્મિક અવસરે ધર્મમય બન્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાઈવ વિડિયો દ્વારા પોતાની શુભેચ્છાઓ પ્રગટ કરી હતી. આ ઉપરાંત રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદ કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓ શ્રીપાલભાઈ અને ગૌરાંગભાઈ, શંખેશ્વર પેઢીના દેવલભાઈ તથા વિખ્યાત દાનેશ્વર રમેશભાઈ મુથા પણ આ દિવ્ય અવસરે ઉપસ્થિત રહ્યા હતા. સહુ મહાનુભાવોએ પૂ.ગુરુદેવ માટે સદભાવના પ્રગટ કરી હતી અને આધ્યાત્મિક ચેતના પ્રગટ કરવામાં તેમને વધુ ને વધુ સફળતા મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bdNLuu
ConversionConversion EmoticonEmoticon