'એમ.એસ. ધોની' ફિલ્મમાં સુશાંતના મિત્ર બનેલા સંદીપ નાહરની આત્મહત્યા


(પ્રતિનિધિ દ્વારા)     મુંબઈ,તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

'કેસરી' અને 'એમ.એસ. ધોની' ફિલ્મમાં કામ કરનારા અભિનેતા સંદીપ નાહરનું ગોરેગામમાં રહસ્યમય મોત નિપજ્યું હતું. તેણે હતાશામાં ફ્લેટમાં ગળાફાંસો ખાધો હોવાની શક્યતા છે. બીજી તરફ મૃતક અભિનેતાના ગળા પર શંકાસ્પદ નિશાન મળ્યા હોવાનું કહેવાય છે. કૌટુંબિક કારણથી અને બોલીવૂડમાં યોગ્ય સફળતા ન મળતા આ અભિનેતા હતાશ થઈ ગયા હોવાની શંકા છે. પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ગોરેગામમાં રહેતા અભિનેતા સંદીપ નાહર અને તેની પત્ની ફ્લેટમાં હતા. ત્યારે સંદીપ તેના રૂમમાં ગયો હતો. પણ પછી તે રૂમનો દરવાજો ખોલતો નહોતો. આથી પત્નીએ સુથારને બોલાવીને દરવાજો તોડીને રૂમમાં તપાસ કરી હતી. તે સમયે સંદીપ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો. અભિનેતાની પત્ની કંચન શર્માએ સંદીપને લઈને બે હોસ્પિટલમાં ગઈ હતી પણ તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ કંચને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. 

પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. સાયબર પોલીસ સંદીપના સોશ્યલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી રહી છે.

અભિનેતાએ તેના મોત અગાઉ સોશ્યલ મીડિયાના વિડીયો વાયરસ કર્યો હતો. એમાં તેણે પત્ની સાથેના મતભેદનો ઉલ્લેખ કર્યો હતો. 

આ વીડિયોના આધારે પણ તપાસ થઈ રહી છે. નોંધનિય છે કે ગત વર્ષે બાંદરાના ફ્લેટમાં અભિનેતા સુશાંત સિંહનો મૃતદેહ મળ્યો હતો. તેણે પણ ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું હતું. 

હવે સુશાંત સિહ સાથે એમ.એસ. ધોની ફિલ્મમાં કામ કરનારા અભિનેતા સંદીપનું પણ રહસ્યમય મોત થયું હતું. મૃતક અભિનેતાએ અક્ષયકુમાર સાથે કેસરી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bbFCqr
Previous
Next Post »