ખેડા જિલ્લામાં પાલિકા, તા.પં. અને જિ. પં.ની ચૂંટણી માટે નોડલ ઓફિસરો નિમાયા


નડિયાદ, તા.3 ફેબ્રુઆરી 2021, બુધવાર

ખેડા જિલ્લામાં ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલી બની ગઈ છે. આચારસંહિતાના પદ્ધતિસરના પાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીના વિસ્તારોમાં નોડલ ઓફિસરોની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.

ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને આઠ તાલુકા પંચાયતોની ચૂંટણી તેમ જ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦-દાંપટ મતદાર મંડળ ઉપર પેટાચૂંટણી યોજાવાની છે. આ તમામ ચૂંટણી માટે ૨૮ ફેબુ્રઆરીના રોજ મતદાન થવાનું છે. ત્યાં સુધી ચૂંટણી થવાની છે તે તમામ વિસ્તારોમાં આચારસંહિતાનો અમલ કરાવવાની જવાબદારી સ્થાનિક સ્તરે સોંપવામાં આવે છે. (૧) તાલુકા પંચાયતની ચૂંટણી માટે જિલ્લા કક્ષાએ ચીફ નોડલ ઓફિસર તરીકે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સરદાર પટેલ ભવન, નડિયાદના આર.ટી.ઝાલા, તેમ જ નોડલ અધિકારી તરીકે નિશાબા જે.જાડેજા(નાયબ જિલ્લા વિકાસ અધિકારી), ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ ઉપરાંત (૨) નડિયાદ(ગ્રામ્ય) માટે સી.આર.પરમાર(ના.કા.ઈ., સિંચાઈ વિભાગ, કપડવંજ રોડ, નડિયાદ) (૩) માતર માટે નીરવ તખતસિંહ ચાવડા(ના.કા.ઈ. સિંચાઈ પેટાવિભાગ, માતર) (૪) ખેડા માટે વિવેકસિંહ જામ (ના.કા.ઈ. મા અને મ વિભાગ(રાજ્ય), ખેડા) (૫) મહેમદાવાદ માટે એન.બી.કોઠારી(ના.કા.ઈ. ,પેટાવિભાગ સિંચાઈ, નડિયાદ) (૬) મહુધા માટે ડી.જી. બગરીયા(ના.કા.ઈ. , પેટાલ વિભાગ સિંચાઈ, મહુધા) (૭) ઠાસરા માટે બી.ટી.સાલ્વી (ના.કા.ઈ., મા અને મ(રાજ્ય), ડાકોર) (૮) ગળતેશ્વર માટે બી.સી.શર્મા(મદદનીશ ઈજનેર, સેવાલિયા) (૯) વસો માટે જીગ્નેશ પી. મકવાણા(મત્સ્ય અધિકારી, સરદાર પટેલ ભવન, નડિયાદ) વગેરેની નિમણૂક કરવામાં આવી છે.નગરપાલિકાની ચૂંટણી માટે નોડલ ઓફિસર તરીકે (૧) નડિયાદ માટે આર.એમ.શર્મા(કાર્યપાલક ઈજનેર(પંચાયત) મા અને મ વિભાગ, જિલ્લા પંચાયત, નડિયાદ) (૨) કપડવંજ માટે જે.કે. કડિયા (ના.કા.ઈ., મા અને મ વિભાગ (રાજ્ય), કપડવંજ) (૩) કણજરી માટે ડી.આર.પટેલ (સહાયક શ્રમ અધિકારી(ઉદ્યોગ), નડિયાદ) (૪) કઠલાલ નગર પાલિકા તેમ જ પેટાચૂંટણી માટે કે.એ.ચૌહાણ (મદદનીશ ઈજનેર, મા અને મ વિભાગ (રાજ્ય), કપડવંજ) અને (૫) ઠાસરા માટે એસ.કે.નંદા (મદદનીશ ઈજનેર, મા અને મ વિભાગ (રાજ્ય), ડાકોર)ની નિમણૂક કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cEARry
Previous
Next Post »