આણંદ, તા.3 ફેબ્રુઆરી 2021, બુધવાર
આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાનાર આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ૬ નગરપાલિકાઓની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેની મથામણમાં લાગી ગયા છે .
આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયતની ૧૯૬ બેઠક ઉપર છેલ્લી ટર્મમાં ભાજપના જુનાજોગીઓને ઉતાર્યા બાદ ખંભાત સિવાયના અન્ય સાત તાલુકામાં ભાજપે સત્તા ગુમાવી હોવાથી ચાલુ વર્ષે ભાજપ સંગઠન દ્વારા નવા ચેહરાઓને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ કેટલીક બેઠકો ઉપર યુવા કાર્યકરોને તક આપવા આવે તેવી શક્યતાઓ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આણંદ જિલ્લામાં શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો તેમજ તાલુકા પંચાયતમાં આણંદની ૩૪, ખંભાતની ૨૬, પેટલાદની ૨૮, આંકલાવની ૨૦, સોજિત્રાની ૧૬, તારાપુરની ૧૬, ઉમરેઠની ૨૨ અને બોરસદની ૩૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જો કે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર કોંગ્રેસનો પંજો મજબૂત રહ્યો છે ત્યારે તાલુકા પંચાયની ૧૯૬ અને જિલ્લા પંચાયતની ૪૨ મળી કુલ ૨૩૮ બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાતિ આધારિત સમીકરણને ધ્યાનમાં લઈ બંને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. હાલ તો પક્ષો દ્વારા જુનાજોગીઓ અને યુવા ઉમેદવારો વચ્ચે તાલમેલ બેસાડી ટિકિટની ફાળવણી કરવામાં આવનાર હોવાથી આ વખતે ચૂંટણી કસમકસ ભરી બની રહેવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે. હાલ એક બેઠક ઉપર બેથી વધુ ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે ત્યારે તાલુકા પ્રમુખ તેમજ કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ ભાજપ દ્વારા યાદી તૈયાર કરી મોવડી મંડળ સમક્ષ મોકલી આપવામાં આવશે. બાદમાં નિરીક્ષકો સહિત સ્થાનિક આગેવાનોની રજૂઆતોને ધ્યાનમાં લઈ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tkewFT
ConversionConversion EmoticonEmoticon