ફોજદારી કોર્ટનાં લાગતાં વળગતાં સૌ અને ગુન્હાઓની દુનિયાનાં માણસો માટે આશ્ચર્યની ઘટના બની. સરકારી વકીલ તરીકે આભા મીરાણીએ રાજીનામું આપ્યું હતું, જયારે કોઈ કેસમાં સરકારી વકીલ તરીકે આભા મીરાણી હોય ત્યારે ગુનેગારો ને જેઈલની કડક સજા સપનામાં આવતી અને ફોજદારી પ્રેક્ટીસ કરતાં વકીલોમાં નિષ્ફળતા મળશેની ખાતરી કેસ ચલાવતાં પહેલાં મળી જતી. નખશીખ પ્રામાણિકતા અને કાયદાઓ અને ઘટનાનો તલસ્પર્શી અભ્યાસ કરીને જ કોર્ટમાં એપીયર થતાં આભા મીરાણીનું નામ એક સિધંત નિ વકીલ તરીકે પ્રસિદ્ધ થયું હતું. આ રાજીનામું કેમ?
અફવાઓનું વાવાઝોડું ફરી વળ્યું, સરકારમાં કોઈને વાંધોે પડયાથી માંડી કેટલાયે ગપગોળા કોર્ટ અને કોર્ટ બહાર શરુ થઇ ગયાં પણ બહુ જલ્દી આ અનિશ્ચિતતાનો અંત આવ્યો. કારણ જાણવા મળ્યું ત્યારે વકીલ આલમમાં સન્નાટો છવાઈ ગયો. એક પ્રતિતિ પિતાની હત્યાનું તહોમત લાગેલી પુત્રી સુજાતા વતી આભા કેસ લડવાની હતી.
જો કે આભા પોતે વ્યક્તિગત રીતે સુજાતાના પરિવારથી અજાણ હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પોતાની માતાનાં બચાવમાં સુજાતા એ આ કૃત્ય આચર્યું હતું. આમતો મૃતકનું નામ સમાજમાં બહુ ઉજળું હતું, પૈસો અને પ્રતિાની આડસમાં ભલભલી નબળાઈઓ છુપાઈ જતી હોય છે અને લોકો પણ એ તરફ આંખ આડા કાન કરતા હોય છે. આ બધુંજાણી આભા ઉંડા વિચારમાં પડી ગઈ. અને ક્ષણભરમાં નીર્ણાય લઈને એમણે જેલમાં મળવા જવાનું નક્કી કર્યું.
' મેં અને મારા ભાઈએ બહુ સહન કર્યું, વધારે તો અમે સમજતાં થયાંએ પહેલા મારી મા એ એકલીએ. અને એક દિવસ મા ખારણીમાં ગરમ મસાલો ખાંડતી હતી, પાપાને આ બધી દેશી પદ્ધતિ વધુપસંદ હતી, તે દિવસે પાપા વહેલા આવ્યા હતાં, હજુ જમવાનું કેમ તૈયાર નથી કહી મમ્મીનાં હાથમાં થી દસ્તો ઝૂંટવી વાર કરવા ગયા ત્યારે હું ચોકી ઉઠી અને આજે નહિ તો ક્યારેય નહિ અને મેં ઓચિંતા પાપાનાં હાથમાં થી દસ્તો ઝૂંટવી લીધોે અને એક ઘા ....'એક ચોક્કસ નિર્ધાર એની વહેતી આંખમાં દેખાયો અને એની મા ની આ ત્રાસમાં થી મુક્તિનો આનંદ પણ.આભાએ એના ખભ્ભા પર હાથ મૂકી પોતે સાથે લાવેલ પાણી પાયું.
સુજાતા આગળ બોલી,મા ની જીંદગીમાં મને કોઈ આનંદ નહોતો દેખાતો, સતત ભય થી થથરતા અમે નાનપણ થી જ માને સતત પાપાના હુકમ ઉઠાવતી જોઈ હતી, બહુ મોટા નામનાં ભાર સાથે જીવતાં પાપાનું વર્તન અસહ્ય હતું, અપેક્ષા અને ઉપેક્ષાનાં ભાર હેઠળ કચડાતી મા પાપા બહાર જાય ત્યારે ખૂબ સરસ રીતે અમને વાર્તાઓ કહેતી અને રમાડતી,અને ભણવતી આ નિુર માણસ વિષે એક શબ્દ પણ ન ઉચ્ચારતી,અમે હજુ નાના હતાં અને મા ને પોતાના સગામાં વિધવા મા સિવાય કોઈ ન હતું. કોને કહે? જીવનનો બોઝ ઉઠાવ્યે જતી પોતે એક મા તરીકે અમને શક્ય હોય એ લાડ અને જ્ઞાાન આપતી પણ પાપાનો અવાજ આવે અને અમે બારણા પાછળ સંતાઈ જતાં અને લગભગ રોજનો અસહ્ય ત્રાસ. હવે હું થોડી સમજતી થઇ, ભાઈને બહાર આગળ અભ્યાસ માટે મોકલ્યો. મને ખબર પડવા માંડી પાપાને બીજી ીઓ માં રસ હતો. એક ી તો હવે ઘરે પણ આવતી અને પાપાના રૃમ માં .... મા ને એને પણ જમવાનું ઉપર પાપાનાં રૃમમાં આપવા જવું પડતું. એ ીને મારી જેવડી જ દીકરી હતી, હવે મારા માટે ઘરમાં કંઈપણ વિશેષ વસ્તુઓ લાવવાનું બંધ થયું હતું અને એની જગ્યાએ એ છોકરી માટે મારા દેખતાંજ બધું અપાતું હતું એના ગળે ડૂમો ભરાઈ આવ્યો અને આભાની આંખમાં પણ ...
જેમ જેમ સુજાતા વાત કરતી ગઈ એમ આભાને એની તરફ વધુ સહાનુભુતિ થતી ગઈ. મુલાકાતનો સમય પૂરો થવા આવ્યો હતો આભાએ કહ્યું કાલે ફરીઆવું છું.
તે દિવસે સુજાતાના આશ્ચર્ય વચ્ચે આભા વકીલપત્ર લઈને આવી હતી. અને સહી કરાવી એમણે સુજાતાની માને બોલાવી રાખી હતી. એક ખુબ જ ધીર ગંભીર ચહેરા વાળી સાદીસીધી છતાં સુંદર પણ એની આંખ ચાડી ખાતી હતી કે અતિશય કપરા સંજોગોનો સામનો કરી રહી હતી એને જોતાવેત આભા જાણે એની બધી મુશ્કેલી સમજી ગઈ હોય એમ વાતચીત કરી અને એને પ્રેમથી સમજાવી પોતાના ઘરે લઇ ગઈ.સુજાતા ને પણ ખુબ આશ્ચર્ય થતું હતું કે આવું કેમ? આ કેવું ણાનુબંધ હશે? સુજાતાનાં મનમાં વકીલ વિષે સાંભળેલા ખ્યાલ એક ઝાટકે દુર થયા અને એનામાં હિમત્ત નો સંચાર થયો.
તે દિવસે સુજાતાને કોર્ટ માં રજુ કરવાના હતાં, કોર્ટ કંપાઉંડમાં લોકો ટોળે વળ્યા હતા, સુજાતાએ દુપટ્ટાથી મો ઢાંકી રાખ્યું હતું. શક્ય એટલું અંતર રાખી આભા એની સાથે ચાલતી હતી.આભાનો મિજાજ જ એવો હતો કે કોઈનાં માં કશી કોમેન્ટ કરવાની હિંમત ન થાય.હવે આખો કાફલો ફોજદારી કોર્ટમાં આવ્યો, આભાએ વકીલાતનામું મુક્યું. મેજીસ્ટ્રેટ સમક્ષ સુજાતાને રજુ કરી, કેસ પેપર્સ મેળવ્યાં, પછી પ્રોસીજર પ્રમાણે તારીખ પડી અને કેસ સેસન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો.હવે આખો જમેલો જેલ તરફ રવાના થયો.વકીલ રૃમમાં અને બહાર ધીમો ગણગણાટ થવા લાગ્યો કે ગુનેગાર તરફ એકદમ કડક વલણ ધરાવતી આભા એ આ શું કર્યું? અને કેમ કર્યું હશે?
જામીન અરજીની સુનાવણી પર આવતાં આવતાં એક સપ્તાહ પસાર થઇ ગયું, એ દરમિયાન સુજાતાને આભા તરફથી પરમીશન લઈને મળવા થી માંડી જમવાની વ્યવસ્થા થઇ હતી, સુજાતાની મા માટે તો આ અસહ્ય આઘાત હતો એ મૌન થઇ ગઈ હતી, યંત્રવત વર્તન કરતી હતી,પરાણે જમતી હતી. આભાને એની પાસેથી કશું જાણવા મળે એવી શક્યતા ન હતી એ જેલમાં જઈ સુજાતા પાસે ધીમે ધીમે વધુને વધુ વાત કઢાવતી જતી હતી. સુજાતા હવે પુરા વિશ્વાસથી બધી વાતો કરતી હતી, એ કોલેજમાં હતી એના અભ્યાસની પણ એને ખાસ્સી ચિંતા હતી.એટલે સંજોગો ને ધ્યાનમાં રાખી જામીન અરજીની સુનાવણી પણ વહેલી કરાવી હતી.
સ્વ બચાવની થીયરી પર આભાએ દલીલ શરુ કરી એ પહેલા સરકારી વકીલે વાંધાં અરજી રજુ કરી જેમાં સુજાતાના ચરિત્ર પર છાંટા ઉડાડયા હતા ને વધુમાં જણાવ્યું કે, તે અમુક આવારા તત્વો જોડે રખડયા કરતી અને એના પાપાએ આ બાબતે ઠપકો આપતાં સુજાતાએ એના પપ્પા ઉપર બાજુમાં પડેલ દસ્તાથી માથા પર વાર કર્યો ે અને આ ગંભીર ઈજાથી એના પપ્પાનું મૌત નીપજ્યું.આવી વ્યક્તિને જામીન પર છોડાવી હિતાવહ નથી.
આભાએ પોતાની તર્કબદ્ધ અને લીગલ પોઈન્ટ સાથેની દલીલો કરી અને સુજાતાના પપ્પાની ચાલચલગત અને એમની મમ્મી પર થતા અવાર નવારના હિચકારા હુમલાની વાત મૂકી અને તે દિવસે તેની મમ્મીને બચાવવા જતા મૃતકને પોતાને માથેજ ઘા આવ્યો.. આમ સ્વ બચાવની થીયરી પર સુજાતાને જામીન પર છોડાવી. જે દિવસે સુજાતા જામીન પર છૂટી ગઈ ત્યારે લોકલ પત્રકારોએ પ્રશ્નો પૂછવાનો સતત પ્રયત્ન કર્યો પણ આભાનો એક જ જવાબ હતો હજુ કેઈસ પૂરો નથી થયો ત્યાં સુધી કોઈ વાતચીત કે પ્રશ્નના જવાબ નહિ અપાય.
સુજાતાને પોતાનાં ઘરે લઇ જઈ આભાએ ત્યાં જ એનાં અભ્યાસની વ્યવસ્થા કરી આપી. આભા નાં મમ્મી છેલ્લા બે વર્ષથી એના ભાઈ સાથે યુ.એસ.માં રહેતાં હતા. ઘરે કોઈ રોકટોક હતી નહિ. સુજાતા મન મક્કમ કરી અભ્યાસમાં ધ્યાન પરોવતી હતી. એમની મા ને આભાની લાઈબ્રેરીમાં થી પુસ્તકો લઇ વાંચવાની ટેવ પડતી જતી હતી.
એક દિવસ મોડેથી આભાનો યુ.એસ.નો, વિડીઓ કોલ શરુ હતો, વચ્ચે ભત્રીજાને રમાડતી આભા મજાક મસ્તી કરી રહી હતી. બધાં એક બીજાના ખબર અંતર પૂછતા હતાં. એકાએક આભાએ કહ્યું કે, મેં સરકારી વકીલ તરીકે રાજીનામું આપ્યી દીધું છે, હવે હું પણ ફ્રી થઈને ત્યાં ફરવા આવી શકીશ. ભાઈ પણ આનંદમાં આવી ગયો. પણ પૂછયું કે કેમ હજુ ટર્મ પૂરી થઇ એ પહેલાં?
આભાએ જવાબ આપ્યો જ્યાં સુધી પપ્પા રહ્યા ત્યાં સુધી એમણે મા ની જીંદગી અસહ્ય બનાવી દીધી હતી અને આપણે બંને ભાઈ બહેન અને છાનું છાનું રડતાં રહ્યાં અને કશું કરી શક્યા નહિ, એના ભાઈએ કહ્યું કે, આભા, હવે એ બધુંભૂલી જા, મમ્મી અહીં ખૂબ ખૂશ છે.તું ક્યારે આવે છે એ કહે.
આભા ગળગળી થઇ બોલી ખબર નહિ આપણે બહારની દુનિયાના તાકાત વાળા વ્યક્તિત્વ ઘરમાં એ માણસથી કેમ ડરતા હતા? પણ આ કામ આજે એક બીજી આભા એ કરી બતાવ્યું, પોતાની મા ને એ નરરાક્ષસના પંજામાંથી કાયમ માટે છોડાવી. એને કાયદાની ચુંગાલમાં થી હું છોડાવીશ.અને એટલેજ .... આભા આવેશમાં જોશથી બોલી રહી હતી એને એકાએક ખ્યાલ આવ્યો કે સુજાતા એમની પાસે પાણીનો ગ્લાસ લઈને ઉભી હતી. એ સુજાતાને ભેટી પડી.
-લેેેખક - પ્રતિભા ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dl8uiv
ConversionConversion EmoticonEmoticon