'માતા' એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ શબ્દ છે. આ દુનિયામાં માતાની તોલે કોઈ આવી શકે નહી, કદાચ ઈશ્વર પણ નહીં. દરેક સ્ત્રી માટે માતા બનવું એ પરમાત્માની સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર ઘણાં બધાં કારણોને સ્ત્રીઓમાં વંધ્યત્વની સમસ્યાઓ જન્મ લે છે. લગ્ન જીવન સામાન્ય હોવા છતાં લગ્નને એક વર્ષ પસાર થાય અને જો સ્ત્રીને ગર્ભ ન રહે કે, તે માતૃત્વ ધારણ ન કરી શકે તો દરેક દંપતીએ સાવધાન થઈ જવું જોઈએ.
વંધ્યત્વ એ સ્ત્રીને કારણે જ હોય તેવું જરાય જરૂરી નથી. ઘણી વખત પુરુષની ખામીના કારણે પણ વંધ્યત્વ જોવા મળતું હોય છે. આથી નિષ્ણાંત વૈદ્ય કે ચિકિત્સક પાસે સ્ત્રી અને પુરુષ બંનેની દરેક તપાસ કરાવી લેવી ખૂબ જરૂરી છે. આજનાં યુગમાં આ સમસ્યા માટે ઘણી બધી પધ્ધતિઓ અમલમાં છે.
આયુર્વેદમાં પણ વંધ્યત્વ માટે ઘણી બધી સારવાર છે અને જો આ સારવાર નિયમિત રીતે અને નિષ્ણાતની સલાહ મુજબ કરવામાં આવે તો ચોક્કસ ફળદાયી નીવડે છે.
* વંધ્યત્વના કારણો :
સૌ પ્રથમ પુરૂષોનાં કારણોની ચર્ચા કરીએ તો, પુરૂષોમાં શુક્રાણુની ઊણપ, વીર્ય બરોબર ન બનવું, શુક્રાણુની ગતિ ઓછી હોવી વગેરે કારણો હોઈ શકે છે. આ ઉપરાંત માનસિક તનાવ, દોડાદોડી, ઉજાગરા, સ્ટ્રેસ વગેરે કારણો પણ લાઇફ સ્ટાઈલ ઉપર અસર કરે છે. જેનાં કારણે હોર્મોન્સ ડીસ્ટર્બ થઈ શકે છે. જે વંધ્યત્વ માટે જવાબદાર ગણી શકાય છે.
સ્ત્રીઓમાં થાઈરોઈડ કે હાઈપોથાઈરોઈડ જેમને હોય તેમણે વજનને ખાસ નિયંત્રણમાં રાખવું જોઈએ. તેમજ લોહીમાં જી. ્જીલ્લનું લેવલ જળવાઈ રહે તે માટે નિયમિત રીતે થાઈરોઈડની દવા લેવાનું ચાલુ રાખવું જોઈએ, નહિંતર ગર્ભધારણમાં તો તકલીફ પડે જ છે અને કદાચ ગર્ભ રહી પણ જાય તો તે બાળકનું ૈં.ઊ. લેવલ સામાન્ય બાળકો કરતાં ૩ થી ૫% ઓછું આવેલ છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં ચિંતા, સ્ટ્રેસ વગેરે પણ હોર્મોન્સનાં લેવલને બગાડી શકે છે. આ સિવાય સ્ત્રીઓમાં ગર્ભાશય, બીજાશય, બીજવાહિની અને બીજ આ ચારેય શુધ્ધ હોય ત્યારે જ ગર્ભાધાન શક્ય બને છે. સ્ત્રીઓમાં બીજાશયમાં ઘણીવાર નાની-નાની ગાંઠ હોવી, બીજ ન બનવું, બીજ છૂટું ન પડવું, બીજવાહિની બંધ હોવી વગેરે કારણોસર ગર્ભ રહેવામાં સમસ્યા રહેતી હોય છે. પરંતુ આજના યુગમાં ્ફજી સોનોગ્રાફી, લ્લજીય્, બ્લડ રિપોર્ટ આ બધા ટેસ્ટ દ્વારા શું સમસ્યા છે તે સરળતાથી આપણે જાણી શકીએ છીએ અને તેનો ઉપચાર પણ કરી શકીએ છીએ.
ઔષધોપચાર : આયુર્વેદમાં પુરૂષો માટે શિલાજીત, મકરધ્વજ, ગોક્ષુર, વિદારી કંદ, અશ્વગંધા ચૂર્ણ, કૌચાપાક જેવા ઔષધો બતાવેલા છે. જેનું સેવન નિષ્ણાતની સલાહ મુજબ કરવાથી પુરૂષોની શુક્ર સંબંધિ સમસ્યાઓમાં ચોક્કસ ફાયદો થાય છે.
સ્ત્રીઓ માટે ગર્ભપાલરસ, ફલધૃત, શતાવરી કલ્પ, ગર્ભધારક યોગ વગેરેનું સેવન નિષ્ણાતની સલાહ મુજબ કરવાથી પરિણામ અવશ્ય મળે છે.
આ સિવાય આયુર્વેદની એક વિશિષ્ટ સારવાર પંચકર્મ સારવાર છે અને તે જ પંચકર્મનું વિશેષ અંગ છે ઉત્તરબસ્તિ. ઉત્તરબસ્તિ એ સ્ત્રીઓમાં પ્રજનન અંગોને શુધ્ધ કરવા માટે ગર્ભાશયગત આપવામાં આવે છે. આયુર્વેદમાં વંધ્યત્વ માટે ઉત્તરબસ્તિ એ શ્રેષ્ઠ સારવાર છે. ઉત્તરબસ્તિથી સ્ત્રીઓનાં પ્રજનન અંગો શુધ્ધ થવાથી સફળતાપૂર્વક ગર્ભાધાન થઈ જાય છે.
આ ઉપરાંત સ્ત્રીઓમાં જન્મજાત પ્રજનનાંગોની વિકૃતિ હોય, બીજ બનવાની અને છૂટું પડવાની પ્રક્રિયામાં વિષમતા હોય તો તેમાં ઉત્તરબસ્તિ ખૂબ સારું પરિણામ આપે છે. આ ઉપરાંત ઘણી સ્ત્રીઓને ગર્ભાશયમાં નાની-નાની સાદી ગાંઠો હોય છે તથા ઘણીવાર ર્ખનૈબચનજ પણ હોય છે, જે અત્યારનાં સમયમાં ખૂબ કોમન રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે તે સમસ્યા પણ ઉત્તરબસ્તિથી દૂર કરી શકાય છે. આ સિવાય માસિક સ્ત્રાવનો દુ:ખાવો ખૂબ રહેતો હોય તો તેમાં પણ ઉત્તરબસ્તિથી ફાયદો થાય છે.
ઉત્તર બસ્તિ એ શ્રેષ્ઠ ઔષધો દ્વારા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે ગર્ભાશયમાં રજ:સ્ત્રાવના બંધ થયા પછીનાં બીજા અઠવાડિયે આપવામાં આવે છે. જેની પ્રક્રિયા ૧ સપ્તાહ સુધી ચાલે છે. ઉત્તરબસ્તિ આપવાની વિધિ પણ ખૂબ સરળ છે. સ્ત્રીઓને મોટે ભાગે ખાસ દુ:ખાવો થતો નથી અને પ્રક્રિયા પૂર્ણ થતા ગર્ભાશયની સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય છે. જો આ પ્રક્રિયા યોગ્ય વિધિપૂર્વક કરવામાં આવેલ હોય તો મોટાભાગનાં કેસોમાં ગર્ભાધાનમાં સફળતા મળે જ છે. તેમાં શંકાને સ્થાન નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jU17ja
ConversionConversion EmoticonEmoticon