લગ્નજીવનની સફળતાની ફોર્મ્યુલા


૩૦ વર્ષની યુવતી, સુંદર, સંસ્કારી હોય એક સુખીસંપન્ન પરિવારેની પુત્રવધૂ છે. તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરે છે. તેમને  સુંદર અને તંદુરસ્ત બાળકો  છે.  તેને   કોઈ વાતની ખોટ નથી.  તને  બધુ જ સરળતાથી મળી રહે  છે તેમ છતાં  જિંદગી પ્રત્યે ખાસ કોઈ જોવા મળતો નથી.

જો કે કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ સુખી જીવન પસાર કરતી હેમા માટે એવું ન કહી શખે કે તે સુખી નથી પરંતુ હેમાનું કહેવું છે, '' મને બધું જ મળ્યું છે તેમ છતાંમનનો કોઈ ખૂણો ખાલી  છે. દરેક ક્ષણે મને એવું લાગે છે આમાં મારું કહી શકાય એવું શું છે? કમાણી પતિની છે, દરેક સુખસગવડ બીજાએ આપેલી છે. પતિ અને બાળકોની  સુખ સગવડતા સાચવવામાં, ફરજ પૂરી કરવામાં મારી પોતાની જિંદગી સમેટાઈ ગઈ છે.  આ તો મારા જીવનનું લક્ષ્ય નહોતું.  એક માતા તથા પત્ની સિવાયની મારી ઓળખ શું છે? મારી જિંદગીમાં નવીનતા  ક્યાં છે? હેમાને સર્વસ્વ  મળ્યું છે તેમ છતાં હેમા સુખી નથી.  કારણ કે જીવન પ્રત્યેનું  આશાવાદી દ્રષ્ટિબિંદુ તેની પાસે નથી.  આખરે સર્વસ્વ  એટલે શું કે જેને મેળવ્યા પછી  પણ માણસ સુખી નથી. અહીં સર્વસ્વનો  અર્થ ભૌતિક, આર્થિક અને ભાવનાત્મક સુખ થાય.  સુખથી છલોછલ જીવન જીવવાની ઈચ્છા કોને  થતી નથી.  પરંતુ સુખથી તરબોળ જિંદગી જીવ્યા પછી એનો સંતોષ ન થાય તો તેનો અર્થ નથી.

સુખ એટલે શું?

જે સુખ મેળવવામાં આપણે આખું જીવન પસાર કરી નાખીએ  છીએ આખરે એ સુખ શું છે? તત્ત્વોચિંતકો  સુખવિશે લાંબી  ચર્ચાકરી શકે છે, પરંતુ મનોવૈજ્ઞાાનિકોના મત મુજ આત્મસંતોષતેમ જ સંસારે પ્રત્યેના હકારાત્મક દ્રષ્ટિકોણમાં જ વ્યક્તિનું  સુખ સમાયેલું છે.

ખરેખર તો જીવનમાં આપણે જે કાંઈ કરીએ છીએ તેનું એક માત્ર એક લક્ષ્ય  સુખ મેળવવાનું હોય છે. આપણી જીંદગીમાં જે કંઈ પણ મહત્ત્વપૂર્ણ છે જેમ કે કેમ, વિશ્વાસ, સફળતા, મૈત્રી, સંબંધ, ઈન્દ્ર, સેકસ, પૈસો તમામ સુખ મેળવવાના  સાપન  માત્ર છે. 

ક્યારે, કેવી રીતે તમને સુખ મળી   જશે  તેની  તો તમને પણ ખબર નથી હોતું  કે ઓછું પણનથી હોતું.  સુખ માત્ર સુખ હોય છે.  એટલે કે માનસિક સંતુષ્ટિ કે સંતોષ કોણ કેવી રીતે, કઈ પરિસ્થિતિમાં સુખી થશે  એ  ન તો કોઈ મનોવૈજ્ઞાાનિક કહી શકે છે કે ન તો કોઈ તત્ત્વ ચિંતક  કે ન કોઈ ડોક્ટર.  કારણ  કે  દરેક વ્યક્તિ સુખ તેની આસપાસની  પરિસ્થિતિ પર આધારિત હોય છે.  કોઈપણ માણસ અન્યની ઈચ્છા મુજબ ક્યારેય  સુખી થઈ શકતો નથી. 

દરેક વ્યક્તિના સુખનો માપદંડ જુદો જુદો હોય છે. સુખ એટલે  એવી સાનુકૂળ માનસિક પરિસ્થિતિ  કે જેનો કોઈ માપદંડ નથી હોતો.  કોઈને માટે સુખ પ્રેમમાં રહેલું હોય છે તો કોઈ વ્યક્તિનું સુખ સંબંધમાં સમાયેલું  હોય છે.  કોઈ પૈસામાં સુખ શોધતું હોય છે તો કોઈ લગ્નમાં, કોઈ વ્યક્તિને ઉચ્ચશિક્ષણ દ્વારા સુખ મળે  છે  તો કોઈને વ્યવસાયિક સફળતા સુધી બનાવે છે. કોઈને બાળકોના ઉજ્જવળ  ભવિષ્યથી સુખ મળે છે તો કોઈને વૃદ્ધ માતા-પિતાની સેવામાં સુખ મળે છે.  કોઈ વ્યક્તિ અનાથોનું  પાલન પોષણ કરીને સુખ મેળવે છે તો કોઈ અભણ માણસને સાક્ષર બનાવીને સુખી થાય છે.

૩૦ વર્ષના સંશોધન અને અનેક પ્રકારના નાનાં-મોટા સર્વેક્ષણોના આધારે  વૈજ્ઞાાનિકોએ એવું  તારણ કાઢયું છે કે દરેક વ્યકિતનું સુખ તેની આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત હોય છે. જેમ કે વ્યક્તિના લગ્નજીવનની સફળતા અથવા નિષ્ફળતા,  બાળકો, સગાં-સંબંધીઓ, નોકરી, વ્યવસાય વગેરે બધું જ મરજી મુજબ  ચાલ્યાં કરે એવું તો ક્યારેય શક્ય  નથી. સમાધાન જીવનની કડવી અને  નકકર  વાસ્તવિક્તા છે જેને કયારેય નકારી શકાતી નથી અને તેને નકારવાનું શક્ય  પણ નથી. જે નથી મળ્યું તેનો અફસોસ કરવાને બદલે જે મળ્યું છે તેને ભોગવી લેવામાં સુખ રહેલું છે. જે નથી કર્યું તેનો તલસાટે માણસે મનમાંથી કાઢી નાખી  જે મળ્યું છે તેમાં સુખ મેળવવાનો કે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. 

લગ્ન અને સુખ 

સુખી દામ્પત્યજીવન ખુશી પર આધારિત હોય છે. લગ્નજીવનમાં સુખ કે સફળતા આપને મળી જતાં નથી. તેને સફળ બનાવવા માટે પતિ-પત્ની બંનેએ પ્રયત્નો  કરવા પડે છે. સ્ત્રી-પુરુષ માટે લગ્ન એક એવું બંધન છે જેમાં બંનેનો ઉછેર જુદા જુદા વાતાવ૨ણમાં અને કુટુંબમાં થયો હોય છે. બંનેની આદતો, વિચારસરણી, રહેણી કરણી વગેરે બધું અલગ હોય છે. વ્યવસ્થિત રીતે જિંદગીનું વહાણ ચલાવવા માટે બંને પક્ષોએ સમાધાન કરવું પડે છે. જેના સમાધાન પતિ-પત્ની પોતાના સ્વાર્થને દૂર રાખીને નહીં,  પરંતુ કુટુંબના હિતમાં પોતાની ઈચ્છાથી કરતાં હોય છે  ત્યારે દામ્પત્ય સુખદ બને છે. નહીંતર સ્વાર્થને  નજર સામે રાખી અનિચ્છાથી કરાયેલાં સમાધાનોથી  લગ્નજીવનમાં ધીમે ધીમે  સડો લાગી જાય છે. અને ખુશી ચાલી લય છે. 

દામ્પત્યમાં ખુશી મેળવવા માટે પતિ-પત્ની બંનેએ એકબીજની લાગણીની કદર કરી, સ્વાર્થનો ત્યાગ કરીને કુટુંબના હિતમાં  નિર્ણય લઈને કુટુંબજીવન ચલાવવાનો પ્રયત્ન ક૨વો એઈએ. પરસ્પરના પ્રેમને સમજીને, લગ્નજીવનની ફરજો પ્રત્યે પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત કરીને જ સુખ મેળવી શકાય છે.

બાળકોના જન્મથી લગ્નનું અતૂટ બંધન વધૂ મજબૂત બને છે.  બાળકોના જન્મ પછી દંપતિઓના   સપનાનું કેન્દ્ર  બાળકો  બની જતાં હોય છે, તેઓ શું  જમશે, શું પહેરશે, કઈ સ્કૂલમાં ભણવા જશે, મોટા થઈને શું બનશે, આવી દૈનિક જીવનની બાબતોાંથી  સુખ અને ખુશી શોધવાનો પ્રયત્ન કરતા   પતિ-પત્ની   અંતરમનથી એકમેક સાથે જોડાઈ જતાં હોય છે, વધતી જતી જવાબદારીઓ ક્યારેક તેમને ડગાવી દેતી હોય છે.   પરંતુ જવાબદારીના બોજ નીચે તેમનુવં સુખ ક્યારેય ઓછું થતું નથી.  લગ્નની સફળતામાં  મુક્ત અને સ્વચ્છંદ સેક્સનો બહુ મોટો ફાળો છે.  પતિ-પત્નીના અંતરમનમાં શારીરિક સુખના સંતોષનું મેઘધનુષ રચાય છે. અને તે તેઓને એકબીજા પ્રત્યે વધુ લાગણીશીલ બનાવી દે છે. પરંતુ સેક્સ બાબતે અસંતોષ કે અધકચરુ શારીરિક સુખ દિલમાં  કાંટાની માફ ક ખૂંચે છે જેનાથી  દિલ  ઘાયલ થાય છે.  મનોવૈજ્ઞાાનિકોના મત મુંજબ સુખદ દામ્પત્યજીવનમાં દંપતીઓ સેક્સ પ્રત્યેનો અણગમો અને તેમાં મળતી નિષ્ફળતા લગ્નવિચ્છેદ માટેનું કારણ બની જાય છે. શારીરિક સંબંધોમાં  મળતો અસંતોષ  તેમને ગેરમાર્ગે દોરે છે અને  અનૈતિક સંબંધોનો ઉત્તેજન આપે છે. 

 લગ્ન અને વર્કિંગ વાઈફ 

પોતાના જેટલું કે પોતાના કરંતાં વધુ કમાતી પત્ની  સાથે મનમેળ સાધવો તે પતિ  માટે સહેલું નથી હોતું. પત્નીની  એક ખાસ ઓળખ, એક અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ અને આથક સ્વતંત્રતા તેમ જ આત્મનિર્ભરતા  જેવી  બાબતો અમુક  પતિઓની આંખમાં કણાની જેમ ખૂંચતી હોય છે. આ પરિસ્થિતિમાં તે પોતાનો સંતોષવા માટે પત્નીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  દબાવવાનો પ્રયત્ન કરે છે.  સુશિક્ષિત, કમાતી પત્ની આ પ્રકારના દબાણનો વિરોધ કરતાં અચકાતી  નથી. તેથી પરસ્પર અણબનાવ અને ઝઘડાઓ શરૃ થઈ જાય છે ત્યારે  લગ્નનું બંધન બંને માટે ગળાફાંસો બની જાય છે.  તેનાથી છૂટકારો મેળવવા બંને માટે  સ્વમાનનો પ્રશ્ન બની જાય છે. 

 આવી પરિસ્થિતિથી બચવા અને દામ્પત્યજીવન સફળ બનાવવા માટે પતિ-પત્ની બંનેએ એકબીજાની  વ્યવસાયિક જવાબદારી સમજીને તેને મહત્ત્વ આપવું જોેઈએ. જેવી રીતે પુરુષોને તેમની નોકરી કે વ્યવસાયનું  મહત્વ હોય છે તેવી સ્ત્રીઓને પણ તેમની નોકરીનું  મહત્ત્વ હોય છે.  તેથી પતિ-પત્ની બંનેએ લગ્નસુખ મેળવવા માટે સંપીને પ્રયત્ન કરવો જોઈએ. લગ્નજીવનમાં સફળતા મેળવવાની જવાબદારી કોઈ એકની નથી હોતી. 

કેટલાક મનોવૈજ્ઞાાનિક સર્વે ક્ષણો પરથી એવું તારણ કાઢે છે કે માત્ર લગ્નજીવનની સફળતાથી જ માણસને  સુખ મળતું નથી. કારણ કે ઘણા અપરિણીત સ્ત્રી-પુરુષો પણ બહુ સુખી અને સંતુષ્ટ જોવા મળ્યા છે. મનોવૈજ્ઞાાનિકોના મતાનુસાર જીવનમાં કરેલા કેટલાક એવા નાના કામ કે જે આત્મસંતોષ આપતા હોય તથા મનુષ્ય જીવનને સાર્થક બનાવે અને તેનાથી સમાજનું હિત થતું હોય તો તે સુખનો અખૂટ ભંડાર સાબિત થાય છે. જે લોકોને જીવનમાં બધુ જ મેળવ્યા પછી પણ નિરાશા જ મળતી હોય છે. તેમણે નિરાશા ખંખેરી નાખી આશાવાદી બની જિંદગીમાં સાર્થક કાર્યો કરીને તેના માધ્યમ દ્વારા સુખ મેળવવું જોઈએ. જેમ કે ગરીબ બાળકોને ભણાવવા, પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો સાથે જોડાઈને નિરક્ષરોને સાક્ષર બનાવવા, તરછોડાયેલી સ્ત્રીઓના  વિકાસ માટે કાર્યરત થવું, સમાજમાં થતા અસામાજિક કાર્યોની વિરોધ કરીને અસામાજિક તત્ત્વો સામે લડવું વગેરે. યાદ રાખો  કે બીજાને સુખી કરીને  જે સુખ તમને મળે છે એ અણમોલ હોય છે. 

 જીંદગી જીવી જાણો 

ઉંમરનું બહાનું કાઢવું તે પરિસ્થિતિથી પીછેહઠ  માફ કરવા બરાબર છે. તેથી વધતી જતી ઉંમરનો સામનો કરીને તમારા કરતાં નાની ઉમરેના લોકોને તમારા અનુભવોના આધારે યોગ્ય માર્ગદર્શન આપી ભવિષ્યમાં આવનારી મુસીબતોથી વાકેફ કરવા એઈએ, જેથી કરીને તેઓ જીવનમાં સંઘર્ષનો સામનો ઉત્સાહ તથા આત્મવિશ્વાસથી કરી શકે.

સુખ મેળવવા માટે હકારાત્મક વિચારસરણી હોવી જરૃરી છે.

જે લોકો એવું ઈચ્છે છે કે જિંદગીની દરેક પળ સુખથી છલોછલ  હોય તથા દુ:ખ  ક્યારેય ન આવે એ લોકો તેમની મૂર્ખતાનો જ પરિચય આપે છે. પરિવર્તન જીવનનું કડવું સત્ય છે. આમાં કંઈપણ કાયમી નથી હોતું. સુખ અને દુ:ખ એક સિક્કાની બે બાજુ છે.

કોઈપણ માણસ સંપૂર્ણપણે  સુખી કયારેય નથી હોતો. દરેકના મનમાં કોઈને કોઈ તકલીફ તો હોય છે જ, પરંતુ જીવનમાં કશું જ કાયમી રહેતું નથી.  જેવી રીતે દિવસ પછી વાત થાય છે અને દરેક રાતની  સવાર થાય છે. એવી રીતે દુ:ખ પછી સુખ આવશે જ એવી આશા તમને સુખી બનાવી શકે છે.  નિરાશા  દુ:ખની માતા છે. જેવી રીતે એક લીટીમાં બાજુમાં બીજી મોટી લીટો દોરવાથી  પેલી લીટી આપમેળે  નાની દેખાય છે. એવી  રીતે  દુ:ખની આગમાં  તપ્યા પછી સુખનો ઠંડો પવન ફૂંકાય છે.

ભૂતકાળને વળગી ન રહો 

એક રસ્તો બંધ થઈ જાય તો પ્રયત્ન કરવાથી બીજા પણ નવા રસ્તા આપમેળે ખૂલી જાય છે.   અજાણતાંજ આપણેબંધથયેલા રસ્તાના આઘાતમાં એટલી હદે ખોવાઈ જઈએ છીએ કે બાકીના ખુલ્લા રસ્તાઓ આપણને દેખાતાં જ નથી. નકારાત્મક વિચારસરણીવાળી વ્યક્તિ નથી પોતે સુખી થતી કે નથી બીજાને સુખી જોઈ શક્તી. આવી વ્યક્તિના સ્વભાવમાં લાચારી આવી જાય છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ પણ પ્રતિકૂળ લાગે છે જ્યારે  આનંદી સ્વભાવની વ્યક્તિ જંગલમાં મંગલ કરવાની હિંમત ધરાવે છે.

સુખી લોકો જીવનમાં સમયનું ખરું મહત્ત્વ સમજીને તેનો સદુપયોગ કરતા હોય છે. તે લોકો નિયમિતતા અને સમયપાલનના આગ્રહી અને વધુ કાર્યક્ષમતા ધરાવતા હોય છે. 

જ્યારે દુ:ખી લોકો કામને ટાળીને સમય વેડફી નાખે છે. તેમની કાર્યક્ષમતા નહિવત્ હોય છે.

સ્વસ્થ તન સ્વસ્થ મન

અસ્વસ્થ શરીર મનને બીમાર કરી દે છે. ભારતીય તત્ત્વચિંતકોના મતાનુસાર જીવનમાં મુખ્યત્વે ચાર પ્રકારનાસુખ હોય છે. (૧) નિરોગી કાયા (૨) ઘરમાં માયા (૩) સુપાત્રનારી (૪) પુત્ર અધિકારી. 

નિરોગી શરીર સૌથી મોટું સુખ છે. તેથી પોતાની તબિયતને મહત્ત્વ આપીને શરીરની તંદુરસ્તી જાળવી રાખવી જોઈએ. સ્વસ્થ શરીર સ્વસ્થ મનને જન્મ આપે છે અને માનસિક સ્વસ્થતા ખુશીનો ખજાનો છે. સંશોધનો અનુસાર, જે લોકોને સુખ મેળવવાની ઈચ્છા હોય છે તેઓ જાતે સુખનાં સાધનો શોધી કાઢે છે.  પ્રેમ, કામ, મિત્રતા સંબંધો, ફરજ સિવાય તમારા શોખ પણ સુખનું સાધન બની શકે છે. હરવું ફરવું, શરીર ચુસ્ત રાખવું, ચિત્રકામ, નૃત્ય, સંગીત, બગીચાની સંભાળ, વાંચન વગેરે એવા શોખ છે જેનાથી માણસજીવન જીવી જાણે છે  તથા આવા શોખ માણસને જિંદગી જીવતાં શિખવાડે છે અને મનને ભટકતું અટકાવે છે.

પ્રિય મિત્રોનો સંપર્ક 

આજના સ્વાર્થી જમાનામાં સારો મિત્ર મળવો એપણ સુખદ્ઘટના ગણાય. જરૃર પડે ત્યારે આંસુ સારવા માટે કોઈ સારા મિત્રનો સહારો મળી જાય તો તેનાથી વધારે સુખબીજું શું હોઈ શકે? આનાથી ઊલટું વારંવાર પોતાના અને પારકાથી છેતરાઈ જવું એ પણ દુ:ખદાયક બાબત ગણાય છે  તેથી જ સારા મિત્રોની સોબત રાખવી અને સારા મિત્ર બનાવવા, તમારે પણ એક આદર્શ મિત્ર બની બીજાની મદદ કરવી જોઈએ.

ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓને ભૂલીને વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ, જે થઈ ગયું તેમાંથી શીખીને ભવિષ્ય ઘડવાનો પ્રયત્ન કરવો જોઈએ, 'ગઈકાલ' અને 'આવતી કાલ'ની ચિંતા છોડીને 'આજ'માં જીવવાથી જિંદગીમાં આપમેળે સુખ મળી જશે અને ખુશખુશાલ બની જશે.

ફેશનની કિંમત 

સુંદર દેખાવું કોને ન ગમે? જો તમારી સુંદરતા વખાણવાલાયક હોય તો પછી પૂછવું જ શું? એટલા માટે લોકો સુંદર દેખાવા અને ફેશનેબલ બનવામાં સુખ શોધી કાઢે છે . ફેશનેબલ દેખાવું એ તેમની નજરમાં સુખ ગણાય છે.  ન્યૂરોસર્જનના મત મુજબ હાઈપોથેલેમસ નામના મસ્તિષ્કના એક ભાગમાંથી એનોરફિન નામના  હોર્મોનના સ્ત્રાવને કારણે શરીરમાં આનંદની લહેર વ્યાપી જાય છે. પ્રેમ કરતી વખતે, સારું જમતી વખતે, કોઈ કામ પૂરું થઈ જાય ત્યારે, શાબાશી મેળવતી વખતે કે આપતી વખતે હાઈપોથેલેમસ એન્ડોરફિન ઼નામનો હોર્મોન આપણને ખુશીમાં તરબોળ કરી દે છે.

જેમની પાસે પૈસા નથી તેઓ એવું વિચારે છે. કે પૈસો મેળવ્યા પછી દુનિયાભરનું તમામ સુખ તેમના ખોળામાં આવી પડશે, પરંતુ ખરેખર આ સત્ય છે ખરું? જે આ સત્ય હોતતો કોઈપણ પૈસાદાર માણસ દુ:ખી ન હોત, પરંતુ હકીકત તો એ છે કે મૂળભૂત જરૃરિયાતોની પૂત માટે પણ જો  સંઘર્ષ કરવો પડે તો ચોક્કસ પૈસો જ તમારા સુખના લિસ્ટમાં મોખરે હશે.

 મહેકતું સુખ 

હકીકત તો એ છે કે સુખ અત્તરની સુગંધ જેવું હોય છે. તમે ભરપૂર આનંદ મેળવીને મહેકી ઊઠશો તો તમારી આજુબાજુનું  વાતાવરણ પણ સુગંધિત થઈ જશે, પરંતુ માણસનો સ્વભાવ એવો હોય છે કે તેની પાસે જે છે અથવા તો તેને જે મળ્યું છે કે મેળવ્યું છે તેનું તેમને મન કોઈ ખાસ મહત્ત્વ નથી હોતું પણ જે નથી મળ્યું તે મેળવવાની ઈચ્છા તેને પ્રત્યેક પળે થતી હોય છે. આ ઈચ્છા પૂરી કરવામાં આખી જિંદગી પસાર થઈ જાય છે. આવા પ્રયત્નો  કર્યા પછી તેને માત્ર અસંતોષ મળે છે.

બીજાને સુખી અને પોતાને દુ:ખી માનવાનો આપણો સ્વભાવ હોય છે, પરંતુ ખરેખર તો કોઈપણ વ્યક્તિને ક્યારેયજીવનભર સુખ મળતું નથી હોતું તેમજ ક્યારેય કોઈનું જીવન સુખથી છલોછલ રહેતું નથી.'

ચડતીપડતીથીતો જીવનરંગીનબને છે નહીંતર જિંદગી નીરસ અને   નિરુત્સાહી  થઈ જાય. 

જ્યારે જીભને કડવાસ્વાદનો અનુભવ થાય ત્યારે જ મીઠાસ્વાદનું મહત્ત્વ સમજાય છે. એકલા મીઠા સ્વાદની તો કોઈ કિંમત જ નથી હોતી. દરેકની પાસે થોડું હોય છે અને દરેકને થોડાની જરૃર હોય છે, પરંતુ જે મળ્યું છે તેમાંથી સુખ શોધવાનો પ્રયત્ન  કરવો તથા કંઈક પામવાની ઈચ્છા રાખવી જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jYUwEj
Previous
Next Post »