નેહા ભાસીન : 'એવોર્ડ્સ મેળવવાની દોટ પડતી મૂકી

- હું હજુય તેની પાસેથી સંગીત શીખું છું. ભારતીય શાસ્ત્રીય સંગીત તો સંગીતનો વિશાળ સમુદ્ર છે. હું જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી ત્યારે મેં સંગીતની કોઈ તાલીમ લીધી જ નહોતી.


એક સમય હતો જ્યારે ગાયિકા, ગીતકાર નેહા ભાસીન રાતોરાત સાતમા આસમાને વિહરવા લાગી, તે વેળા એટલે કે લગભગ ૨૦૦૨માં તેણે 'કોક વી પોપસ્ટાર્સ' એવોર્ડ મેળવી સંગીત વિશ્વમાં ધમાલ મચાવી દીધી હતી. આ શોનું આયોજન ભારતની પ્રથમ ગર્લબ્રાન્ડ વીવાએ કર્યું હતું. જો કે આ વાતને તો ઘણા વર્ષો થઈ ગયા. જો કે આ પછી નેહાએ પાછા વળીને જોયું નથી. તેણે એક પછી એક સુપરહીટ સોંગ્સ- 'ધુન કી..' (મેરે બ્રધર કી દુલ્હન), 'જગ ઘૂમીયો..' (સુલતાન), 'સ્વાગ સે સ્વાગત' (ટાઇગર જિંદા હૈ), 'છસમી' (ભારત) આપ્યા છે. આ ગીતો માત્ર હિન્દીમાં જ નહીં, પણ તેની પાંખો તો એક ગાયિકા તરીકે તમિળ, તેલુગુ અને પંજાબી ઇન્ડસ્ટ્રીઝ સુધી વિસ્તરેલી છે. હજુ ગયા વર્ષે જ નેહાએ 'કેન્ડે રેન્ડે..' સોંગ રિલિઝ કર્યું હતું અને હવે આ ગાયિકા નવા લવ-લેબલ 'તું કી જાને..' લઈને આવી છે.

૧૯૯૦ની પ્રથમ ફિમેલ પોપસ્ટાર્સ બનેલી નેહાએ 'ફાઈવ એ. એમ.' નામનું પોતાનું લેબલ આપ્યું. આ આલ્બમ તેણે તેના પતિ, મ્યુઝિક કમ્પોઝર સમીર ઉદ્દીન અને પોતાના સ્વર સાથે બનાવ્યું. આ નવું ગીત, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં તેની જર્ની અને સંગીત પ્રત્યેના પ્રેમ અંગે અહીં જાણવાની પ્રયાસ થયા છે, એ પેશ છે.

અમે 'ફાઈવ એ. એમ.' નામને સૌ પહેલું સ્વતંત્ર આલ્બમ રિલિઝ કર્યું અને એ પણ ૨૦૧૪. જ્યારે છેલ્લામાં છેલ્લા ગીત 'તું કી જાને..' મેં અને મારી માતાએ લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે અને તેનું નિર્માણ મારા પતિ સમીરે કર્યું છે. આ ગીતમાં એક મહિલા પુરુષને કહે છે કે મઝધારમાં મને છોડીને ન જાય. તેમાં ખિન્નતા ઉત્પન્ન પણ છે, હળવો હાર્ટબ્રેક પણ છે અને ગીતમાં ઉદ્વેગ છે, વિષાદ છે. આ ગીત માટે અમે નૈનિતાલમાં બળી ગયેલી હોટેલમાં શૂટ કરી એક વીડિયો તૈયાર કર્યો છે.

હું માનું છું કે 'જગ ઘૂમીયા..' ગીતને કારણે મને બોલીવૂડમાં અત્યંત સ્વીકાર્ય સ્થાન મળ્યું છે. આ ગીતે અગ્રીમ હરોળમાં લાવીને મૂકી દીધી. જો કે હું તો ઘણાં વર્ષોથી ગીતો ગાઉં છું. મને લાગે છે કે લોકોએ મને કોઈ ચોક્કસ સ્લોટમાં મૂકી નથી. આનો અર્થ એ થયો કે મારે હજુ વધુ સારું કામ કરવાની જરૂરત છે. 'જગ ઘૂમીયા..' પછી મેં ઘણાં ચોક્કસ સ્લોટમાં મૂકે. એવા સ્લોટમાં કે જ્યાં તેઓ મને મુકવા ઇચ્છતા હોય  અને એને કારણે મારા ઇન્ડસ્ટ્રીના કામમાં ઝડપ આવે. એક ગાયિકા તરીકે દર્શકોના હૃદયમાં સ્થાન પામી શકું.

વાસ્તવમાં મેં તમિળ અને તેલુગુ ગીતો ઘણાં ગાયા છે. તમિળ  એક એવી પ્રથમ ઇન્ડસ્ટ્રી છે, જેમાં મારું નામ ગાયિકા તરીકે સૌ પ્રથમવાર ઝળક્યું.  તેના પછી હું બોલીવૂડમાં અને ત્યાર પછી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં આવી, સ્ટુડિયોમાં એવા ઘણાં લોકો હોય છે, જે મને સ્વરભારિત પર ભાર મુકવામાં મદદરૂપ  બને છે. તમારે તો માત્ર એ વહેતાં ફ્લો  સાથે જ આગળ વધવાનું હોય છે.

ગુલામ મુસ્તફા ખાન સાથે મારી તાલીમ ઘણી ટૂંકી હતી અને એ પણ વીવા માટે, પણ ઇન્ટરનેટના કારણે હું તેમના હાથ નીચે વધુ તૈયાર થઈ. માત્ર ટ્રેનર અને ગુરુ રોચના ધાનુકર છે. હું હજુય તેની પાસેથી સંગીત શીખું છું. ભારતીય શાસ્ત્રીય સંગીત તો સંગીતનો વિશાળ સમુદ્ર છે. હું જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી ત્યારે મેં સંગીતની કોઈ તાલીમ લીધી જ નહોતી. પ્રામાણિકતાથી કહું તો મારી ખરી તાલીમ તો ૨૦૧૩-૨૦૧૪ માં શરૂ થઈ. આથી અત્યારે તો હું ભારતીય શાસ્ત્રીય સંગીતની નવી વિદ્યાર્થિની છું. રાગ આધારિત સંગીત પૂરતું નથી. તે આજે ય પૂરતું નથી.

એવોર્ડ્સ મેળવવાથી તમને કાયદેસરતા સાંપડે છે અને હું એમ પણ નથી કહેતી કે એવોર્ડ મેળવવા 

અને કાયદેસરતા મેળવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. મેં જે એવોર્ડ મેળવ્યા છે તેની પ્રમાણભૂતતા છે, કેમ કે હું સત્તાભૂખી વ્યક્તિ નથી  અને ઇન્ડસ્ટ્રીમાં મારી પાસે એવા કોઈ કનેક્શન નથી કે જેની વગ વાપરી હું એવોર્ડ્સ મેળવી શકું. હું નસીબદાર છું અને આ માટે આભારી છું. મેં તો નિર્ણય કર્યો છે કે એવોર્ડ્સ મેળવવા દોટ મુકવાની કોઈ જરૂર નથી અને કેટલેક અંશે એવોર્ડ્સ સમારોહમાં હાજર પણ નથી રહેવું કે જેથી મને લાગે કે તેની પ્રમાણભૂતતા નથી. મેં એવોર્ડ્સ તો ઘણાં મેળવ્યા છે અને હવે જ્યારે આવું  કહીશ તો લોકો મને કહી પણ શકે કે હું દંભ કરી રહી છું. હું આવા એવોર્ડ્સની પ્રમાણભૂતતા અંગે કોઈ પ્રશ્નો નહીં ઉઠાવું, પણ એ મેળવીને મને આનંદ થયો છે. આમ છતાં મને આશા છે કે હું એક દિવસ ગ્રેમી એવોર્ડ્સમાં જઈશ. આ મારું સ્વપ્ન છે. ત્યાં  એવોર્ડ્સ મેળવવાની અને પરફોર્મ કરવાની આકાંક્ષા છે. એવોર્ડ્સને લાગેવળગે છે ત્યારે આ મારી એકમાત્ર ઇચ્છા છે,' એમ કહી ગાયિકા-ગીતકાર નેહાએ વાતો પૂરી કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3byaXDZ
Previous
Next Post »