- તાપસી સ્પોર્ટ્સને લગતી મૂવી 'રશ્મિ રોકેટ' કરવાની છે. આને માટે તેને પોતાના સમગ્ર શરીરના સ્નાયુઓ મજબૂત બનાવવાની જરૂર પડી છે. અને અદાકારા ખુશીથી લાંબા મહિનાઓથી તેને માટે મહેનત કરી રહી છે.
હિ ન્દી ફિલ્મોના ઘણાં અભિનેતાઓ પોતાના પાત્રો માટે બાવડેબાજ બન્યા હોવાના કે પછી વજન વધાર્યું કે ઉતાર્યું હોવાના દાખલા જોવા મળે છે. 'દંગલ' માટે આમિર ખાન તેમ જ 'સુલતાન' માટે સલમાન ખાન બાવડેબાજ બન્યા હોવાની વાત ખાસ જૂની નથી. પરંતુ હવે બોલીવૂડની અદાકારાઓ આ બાબતે આવા ટોચના અભિનેતાઓના પેંગડામાં પગ ઘાલી રહી છે. તેઓ તેને માટે આકરો પરિશ્રમ કરે છે, વર્ષભરમાં માત્ર એક જ ફિલ્મ કરે છે, પરંતુ પોતાના કિરદારને વાસ્તવિક બનાવવામાં કચાશ નથી રાખતી.આજે આપણે આવી કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરીશું.
તાજેતરમાં અભિનેત્રી કૃતિ સેનને કહ્યું હતું કે તે તેની આગામી મૂવી 'મીમી' માટે ૧૫ કિલો વજન વધારશે. આને માટે તેને પોતાનો ખોરાક પરાણે વધારવો પડશે . પરંતુ તે પોતાનું વજન વધારીને જ જંપશે.
કૃતિ પોતાની ફિલ્મ માટે ૧૫ કિલો વજન વધારવાની છે. જ્યારે અભિનેત્રી કંગના રણૌતે તો તામિલનાડુના દિવંગત મુખ્ય પ્રધાન જયલલિતાની જીવની 'થલાઇવી'ના પોતાના મુખ્ય પાત્ર માટે ૨૦ કિલો વજન વધાર્યું હતુ.ંતેના જેવી નાજુક-નમણી અભિનેત્રી માટે આ કામ સહેલું નહીં જ રહ્યું હોય. અને તાજેતરમાં તેણે પોતાની આગામી સ્પાય થ્રિલક 'ધાકડ'નો ફર્સ્ટ લુક શેર કર્યો તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે તેણે આ સિનેમાના પોતાના આ લુક માટે મઝાની ફિટનેસ કેળવી છે .
આ યાદીમાં ત્રીજું નામ આવે છે તાપસી પન્નુનું. તે લગભગ એક વર્ષથી એથ્લીટ જેવું બોડી મેળવવા સઘન તાલીમ લઈ કરી છે. તે દરરોજ પુષ્કળ કસરતો કરે છે. વાસ્તવમાં તાપસી સ્પોર્ટ્સને લગતી મૂવી 'રશ્મિ રોકેટ' કરવાની છે. આને માટે તેને પોતાના સમગ્ર શરીરના સ્નાયુઓ મજબૂત બનાવવાની જરૂર પડી છે. અને અદાકારા ખુશીથી લાંબા મહિનાઓથી તેને માટે મહેનત કરી રહી છે. આકાશ ખુરાનાના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મમાં ગુજરાતના નાનકડા ગામડામાં રહેતી રશ્મિ નામની યુવતીની એથ્લીટ બનવા સુધીની સફર વણી લેવામાં આવશે. આ મૂવી આ વર્ષમાં જ રજૂ થવાની છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37qKneB
ConversionConversion EmoticonEmoticon