- સમાજમાં લોકો આળસું છે ને મર્યાદાનો ઠેકો તો મહિલાઓએ લીધો છે ને મહિલા કશું ખોટું કરી શકે નહીં. આપણે ગમે તે કરીએ-રેપ પણ થયો છે તો કહેવા માટે મહિલાની જ ક્ષતિ થઇ હોય છે
રિ ચા ચઢ્ઢાને કોઇ પણ પાત્રને આત્મસાત કરવાનું ખૂબ સરસ રીતે આવડે છે. એનું કારણ એ છે કે એ સતત પોતાની ભૂમિકા પરપ્રયોગ કરતી રહે છે. તેની આગામી ફિલ્મ 'મેડમ ચીફ મિનિસ્ટર અત્યારે વિવાદમાં ફસાયેલી છે. અહીં રિચા સાથે ફિલ્મી વિવાદ અને તેની હેર-કટ અંગે વાતો કરવામાં આવી છે, જે દર્શકો માટે રસપ્રદ બની રહેશે... જોકે અહીં એક વાત એ પણ નોંધવી રહી છે તેણે તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે વેક્સિન આવી ગયા પછી એ પોતે લગ્ન કરી લેશે. હવે તો વેક્સિન પણ આવી ગઇ છે અને વેક્સિનેશનની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. હવે તેની યોજના શી છે ?
* 'મેડમ ચીફમિનિસ્ટર' ફિલ્મ અંગે વિવાદ જાગ્યો છે અને તેમાં તારું પાત્ર બસપાના પ્રમુખ માયાવતી પર આધારિત છે ?
- રિચા ચઢ્ઢા ઃ અમે પહેલાં ડિસ્કલેમર આપી દીધું છે અને એ સાચું પણ છે કે આ ફિલ્મ કાલ્પનિક પાત્રો પર આધારિત છે. જો તમારે જોવું હોય કે આ ફિલ્મની વાર્તા કેવી રીતે આગળ વધી રહી છે તો પછી હું કહેવાનું પસંદ કરીશ કે તમને આ ફિલ્મમાં ઘણી બધી મહિલા લીડર્સની પ્રતિમાં નજરે પડશે. ક્યાંક તમને એવું લાગશે કે આ તો જયલલિતા પર આધારિત છે તો કેટલાંક પહેલુંઓ પર તમને એ માયાવતી પર આધારિત લાગશે. ભારતમાં જેટલી મહિલા નેતાઓ થઇ ગઇ છે તેમની સફરમાં આ પ્રકારના રંગો જોવા મળશે. આ તો બધી ભારતીય ફિમેલ રાજકારણીઓની સાથે છે. જેમણે એક પુરુષપ્રધાન સમાજ કે નેતૃત્વમાં મહિલા કેવી રીતે આગળવધી શકે છે અને તેમણે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
* ઘણાં તો એવું કહે છે કે તમારા પાત્રની હેર-કટ પણ એવી છે, જે માયાવતીની યાદ અપાવે છે ?
- જુઓ આ પાત્રમાં બોયકટવાળા માટે ફિલ્મમાં ઘણો મોટો તર્ક છે. ફિલ્મમાં મારું પાત્ર એટલો બિન્દાસ્ત અને આઝાદ વિચાર ધરાવતું છે કે એ પોતાની જાતને અન્યોથી જરાય નીચી નથી સમજતી, એ એક ટોમ-બોય છે. તેણે પોતાના વાળ એટલા માટે કાપીને રાખ્યા છે કે તેના પરિવારમાં અગાઉ જેટલી પણ યુવતી થઇ ગઇ તે બધીને ઝેર ચટાવીને મારી નાખવામાં આવી. જેવું ગામડાંમાં જોવામાં આવે છે એવું જ અમે દાખવ્યું છે. આ બગાવતી છે એટલે તેનાં વાળ નાના છે તે બાઇક ચલાવે છે, ખેતરોમાં કામ કરે છે, લાકડાં કાપે છે, સલમાનનું બ્રેસલેટ પહેરે છે. તેનામાં એટિટયૂટ તો છે જ, સાથે પૃષ્ઠભૂમિ પર છે કે પોતાના ગામમાં સર્વાઇવ કરવા માટે તેણે આ લૂક અપનાવ્યો છે.
* આ પિતૃસત્તાત્મક સમાજમાં પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે અસમાનતા છે, તેને તું કઇ દ્રષ્ટિકોણથી જુએ છે ?
- આ અસમાનતા સાચી છે. બેવકૂફીની વાત એ છે કે વિશ્વની જે સ્થિતિ છે તે આ જ માનસિકતાને કારણે છે. તમને તમારા ઘરમાં જ ખૂબ ઓછી સમજવામાં આવે છે તમારા ઘરમાં તમારા ભાઇને સારું ભોજન, શિક્ષણ, વસ્ત્રો, વગેરે મળે છે. પુત્ર-પુત્રીઓ વચ્ચેનો કેટલોય ભેદભાગ પરિવારોમાં જોવા મળે છે. હવે પરિવારનાં દળથી જ તો સમાજ બને છે. તમે ગમે એટલો સમાજ સુધારો પણ આ બાબતો બદલવાની નથી.
* તે એક મુલાકાતમાં કહ્યું હતું કે વેક્સિન આવ્યા પછી લગ્ન કરશે ? હવે શી યોજના છે ?
- હું તો ત્યારે વેક્સિન લગાવીશ જ્યારે કોઇ નેતા કહેશે કે સૌથી પહેલાં હું વેક્સિન લગાવીશ, અત્યારે તો બધા અહીં તહીથી બચીને નીકળી રહ્યા છે. અત્યારે તમે જરૂર નથી. પહેલાં પેલાને જરૂર છે. જ્યારે તેઓ લેશે ત્યારે હું લઇશ. અને મારા પરિવારમાં બધાને વેક્સિન અપાવીશ, ત્યારે વાત છેક આગળ વધશે. અત્યારે કોઇ મતલબ નથી. લોકોએ તો વિદેશથી પણ આવવાનું બાકી છે અમારે થોડું પ્લાનિંગ કરીને લગ્ન કરવા છે.
* જ્યારે મહિલા પ્રધાન પોલિટિકલ ફિલ્મો બને છે ત્યારે મતભેદો શરૂ થઇ જાય છે. 'આંધી', 'ઇન્દુ સરકાર', 'ક્વીન' જેવા ઉદાહરણો છે જ તેનું કારણ ?
- કેમ કે સમાજમાં બાકી લોકો આળસું છે ને મર્યાદાનો ઠેકો તો મહિલાઓએ લીધો છે ને મહિલા કશું ખોટું કરી શકે નહીં. આપણે ગમે તે કરીએ-રેપ પણ થયો છે તો કહેવા માટે મહિલાની જ ક્ષતિ થઇ હોય છે. અરે, જેને તમારે રોકવા જોઇએ, તેને તમે બાઇક આપીને રાતે માર્ગો પરફરવા માટે છોડી મુકો છો. તમે તેને મહિલાઓનું માન-સન્માન કેમ જાળવવું એ શીખવતા નથી. મહિલાને નાની અને પુરુષોને શ્રેષ્ઠ સમજવાવાળા જે કંગાળ ખ્યાલના લોકો છે તેઓ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી મહિલાઓએ દરેક મોરચે સહન કરવું પડશે. હજુ તો આ લડાઇ ઘણી લાંબી છે. બની શકે મારા અને તમારા સમયમાં આ બધું બદલાઇ જ નહીં.
* નવા વર્ષની શરૂઆત સાથે જ તારી 'રામપ્રસાદની તેહરવી', '૧૨ ઓકલોક', 'શકિલા' જેવી ફિલ્મો રિલિઝ થવા લાગી છે. દર્શકો થિયેટરોમાં કેવી રીતે આવશે ?
- આનું એક કારણ થિયેટરમાં માત્ર ૫૦ ટકા ઓક્યુંપેન્સી જ છે. લોકો પરિવાર અને મિત્રો સાથે થિયેટરોમાં જઇ નહીં શકે. તેમણે અલગ-અલગ બેસવું પડે છે. આ કંઇ અમારા હાથમાં નથી મેં થિયેટરમાં 'ટેનેટ' ફિલ્મ નિહાળી મને એવું કોઇ લાગ્યું નહીં કે મારી સેફટી પર કોઇ આંચ આવે. હું તો ચાહું છું કે દિલ્હી, બિહાર અને ઉત્તર ભારતના લોકો ધીમે ધીરે થિયેટરોમાં જશે, પણ મારી ઇચ્છાથી કશું નથી થતું. અમે કશું કરી પણ નહીં શકીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pTWV5e
ConversionConversion EmoticonEmoticon