મઝા નહિ : સજા સ્વીકારો

- 'ગજર' એટલે ઘંટનાદ, એટલું જાણો અને પછી આ ગીત લલકારો : સૂનો ગજર ક્યા ગાયે ? સમય ગુજરતા જાયે ! ઓ રે જીનેવાલે, ઓ રે સોનેવાલે, સોના ના !

- તેમણે ઘંટ વગાડનારને ઠપકો આપતાં કહ્યું, 'મારી રાહ જોઈને તે કેટલા માણસોનો સમય બગાડયો એનો કંઈ ખ્યાલ છે તને? માણસ અગત્યની વસ્તુ નથી, સમય  અગત્યની વસ્તુ છે. ઘંટ અગત્યની વસ્તુ છે. ઘંટ સમયસર વાગવો જ જોઈએ !'


જ્યાં પક્ષપાત

ત્યાં પક્ષાઘાત

જ્યાં પક્ષાઘાત

ત્યાં પ્રલયપ્રપાત

જ્યાં પ્રલયપ્રપાત

ગતિ વિનાશ

જ્યાં ગતિવિનાશ

ત્યાં સર્વનાશ

બા પુ સાબરમતી આશ્રમમાં હતા ત્યારની વાત. બધા જ સમયસર ભોજન લે, એવો હંમેશ તેમનો આગ્રહ હતો.

તેઓ જાતે પણ સમયસર હાજર થઈ જતા.

આમાં કોઈને જરા સરખુંય મોડું થાય તે ચાલતું નહિ, બાપુ તે ચલાવી લેતા નહિ.

હવે એક દિવસ બાપુને જ મોડું થઈ ગયું. ઝાઝું તો મોડું થયું ન હતું, પણ મોડું જરૂર થયું હતું.

તેઓ બહાર ગયા હતા અને આવતાં થોડી વાર થઈ ગઈ.

સમયને પકડી પાડવા માટે બાપુ ઝડપથી દોડતા હતા. તેઓ આવ્યા ત્યારે સમય થઈ ગયો હતો. સેકંડો અને મિનિટો નક્કી કરેલા સમયની ઉપર જવા લાગી હતી.

ઘંટ વાગ્યો ન હતો. ઘંટ વગાડનાર બાપુની રાહ જોતો હતો. એટલે કે બાપુના આવતાં પહેલાં તે ઘંટ વગાડતો ન હતો.

બાપુને જેવા તેણે આવતા જોયા કે તરત જ ઘંટ વગાડી દીધો. 'ટન... ટન... ટનનન...'

બાપુ જાણી ગયા પોતાના આવ્યા પછી ઘંટ પડયો છે. એ વાત તેમના ખ્યાલમાં આવી ગઈ.

તેમણે ઘંટ વગાડનારને ઠપકો આપતાં કહ્યું, 'મારી રાહ જોઈને તે કેટલા માણસોનો સમય બગાડયો એનો કંઈ ખ્યાલ છે તને ? માણસ અગત્યની વસ્તુ નથી, સમય 

અગત્યની વસ્તુ છે. ઘંટ અગત્યની વસ્તુ છે. ઘંટ સમયસર વાગવો જ 

જોઈએ !'

પછી બહાર જતાં તેમણે કહ્યું, 'જો મને મોડું થાય તો બીજાઓની જેમ બહાર જમવા બેસવાની મને પણ સજા થવી જ જોઈએ. એમાં કંઈ પક્ષપાત ન ચાલે, સમજ્યો ભાઈ ?'

એટલું કહી બાપુએ મોડા પડવાની સજા જાતે જ સ્વીકારી લીધી. તેઓ બહાર જ જમવા બેઠા.

- હરીશ નાયક



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jkErIS
Previous
Next Post »