અભિષેક બચ્ચનની 45મી વર્ષગાંઠ નિમિત્તે પિતા અમિતાભે લાગણીસભર પોસ્ટ શેર કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

અભિષેક બચ્ચને પોતાનો ૪૫મો જન્મિદવસસેલિબ્રેટ કર્યો છે. આ પ્રસંગે પિતા અમિતાભે સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે. જેમાં જેની સાથે એક ભાવનાત્મક કેપ્શન પણ લખ્યું છે. અમિતાભે સોશિયલ મીડિયા પરબે ફોટોઝનું એક કોલાઝ શેર કર્યું છે. 

અમિતાભની પોસ્ટમાં બે ફોટો નુંએક કોલાઝ જોવા મળે છે. આ ફોટોમાં અમિતાભ પુત્ર અભિષેકનો હાથ પકડતા જોવા મળે છે જ્યારે બીજી તસવીરમાં  અભિષેક પિતા અમિતાભનો હાથ પકડી રહેલો જોવા મળે છે. આ બન્ને તસવીરો  નીચે હેપ્પી બર્થ ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ લખ્યું છે.

 અમિતાભે આ કોલાઝ શેર કરીને એક ઇમોશનલ કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું  છે કે, મેં એક વખત ભિષેકનો હાથ પકડીને રસ્તો ક્રોસ કર્યો હતો. આજે તે મારો હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવી રહ્યો છે. આ સાથે તેણે દિલના આકારનું ઇમોજી પણ શેર કર્યું છે. અમિતાભના આ ફોટો અને કેપ્શન તેમના ચાહકોને પસંદ આવી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3trNnkp
Previous
Next Post »