મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર
એમએસ ધોની ફિલ્મનો હિસ્સો બનેલા એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા કરી છે. સંદીપ છેલ્લા કેટલાંક સમયથી માનસિક રીતે સ્વસ્થ નહોતો અનુભવી રહ્યો હતો. પોલીસને હજુ તેના મોતનું કારણ જાણવા નથી મળ્યું પરંતુ તેને આશંકા છે કે સંદીપે આત્મહત્યા કરી છે.
સંદીપે ફેસબુક પર પોતાના જીવનની મુશ્કેલીઓ અને પત્નિ સાથેના ખરાબ સંબંધો વિશે એક વીડિયોમાં જણાવ્યું હતું. મોત બાદ કેટલાક લોકોએ તેને આત્મહત્યા ગણાવી. પોલીસનું માનીએ તો અભિનેતાએ આત્મહત્યા કરી છે કે કોઈ અન્ય કારણથી તેનું મોત થયું છે. તે હજુ સ્પષ્ટ નથી થયું. પોસ્ટમોટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
પત્નિ સાથે અણબનાવ
સંદીપે વીડિયોની સાથે એક નોટ પણ લખી જેમાં તેણે પોતાની પત્નિ અને તેના ઘરના લોકો પર તેને માનસિક ટોર્ચર અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવતો નજરે આવી રહ્યો છે. આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે પત્નિ સાથે તેના સંબંધો સારા નહોતા. હાલ આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ છે અને એ બાદ જ નક્કી થશે કે આ આત્મહત્યા છે કે નહી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NzIsxm
ConversionConversion EmoticonEmoticon