જોન અબ્રાહમને એકશન દ્રશ્ય ભજવતા ઇજા થઇ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.15 ફેબ્રુઆરી 2021, સોમવાર

જોન અબ્રાહમ હાલ પોતાની આવનારી ફિલ્મ અટેકનું શૂટિંગ કરી રહ્યો છે. જોનની મોટા ભાગની ફિલ્મો એકશન ફિલ્મો હોય છે ેટલુ ંજ નહીં અભિનેતા પોતે જ ખતરનાક સ્ટંટ ભજવતો હોય છે. હવે આ ફિલ્મને લઇને નવા સમાચાર એ છે કે, તે એક એકશન દ્રશ્ય ભજવતી વખતે ઘાયલ થઇ ગયો છે. 

જોને સોશિયલ મીડિયા પર પોતાન ાચાહકોને જાણ કરતાં ેક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના કપાળ પરથી લોહી નીકળી રહેલું જોવા મળે છે. જોને આ વીડિયો શેર કરતાં લખ્યુ ંહતુ ંકે, જે રીતે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને જે રીતે આગળ વધી રહ્યું તેમાં બહુ મજા પડી રહી છે. વીડિયોમાં તેના મેકઅપ આર્ટિસ્ટે કહ્યું છે કે, વીડિયોમાં જોવા મળતો લાલ રંગ એ મેકઅપ નથી પરંતુ જોન ઘાયલ થયો હોવાથી લોહી વહી રહ્યું છે. 

આ ફિલ્મમાં જોન સાથે રકુલ પ્રીત સિંહ, જેકલિન ફર્નાન્ડિસ જોવા મળશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jQKO6M
Previous
Next Post »