નડિયાદ, તા.3 ફેબ્રુઆરી 2021, બુધવાર
નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ન આવતી હોવાનું આવેદનપત્ર ગઈકાલે જ કાઉન્સિલરના પાડોશીઓએ કલેક્ટરને આપ્યું હતું.
કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવમાં ન આવે તો ઉપવાસ પર ઊતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
આજે સવારથી ફરિયાદી પરિવાર જિલ્લા કલેક્ટર કચેરી બહાર ઉપવાસ પર બેઠો હતો. બેનર અને સૂત્રો દ્વારા તેમણે પોતાની ફરિયાદ જાહેર કરી હતી. કાઉન્સિલર દ્વારા હેરાનગતિ થઈ હોવાના પૂરતા પુરાવા બતાવવામાં આવ્યા છતાં કાઉન્સિલર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ ન થઈ હોવાથી પીડિત પરિવારે જિલ્લા કલેક્ટરના દ્વાર ખખડાવ્યા હતા. પીડિત પરિવારના પાંચ વ્યક્તિ અને તેમનો સાથ આપવા અન્ય ૬ સહયોગી જિલ્લા કલેક્ટર કચેરી બહાર બેઠા હતા. જોકે સાંજ સુધીમાં ઉપવાસ પર બેઠેલા ફરિયાદીઓની ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હોવાનુ સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ.
આ બનાવ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ફરિયાદીએ કરેલો આરોપ ખોટો હોવાનું જણાવ્યું હતું.
આરોપ પ્રમાણે જે-તે વિસ્તારમાં થયેલી કાર્યવાહી કાઉન્સિલરે ગેરકાનૂની રીતે નહીં, પણ નગરપાલિકાએ જ કરી હતી. પાલિકા દ્વારા જ તે વિસ્તારમાં રસ્તા પરથી લાકડા અને અન્ય સામાન હટાવવા માટે જેસીબી મશીન અને ટ્રેક્ટર મોકલવામાં આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mq0qSK
ConversionConversion EmoticonEmoticon