આણંદ, તા.3 ફેબ્રુઆરી 2021, બુધવાર
આણંદ જિલ્લાની છ નગરપાલિકાઓ તથા આઠ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.૧ની પેટાચૂંટણી તા.૨૮/૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. જ્યારે મતગણતરી તા.૨/૩/૨૦૨૧ના રોજ મતગણતરી થનાર છે ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા તા.૫/૩/૨૦૨૧ના રોજ પૂર્ણ થશે.
આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી.ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧)થી મળેલ સત્તાની રૂઈએ સમગ્ર આણંદ જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવા, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી બીભત્સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા કે જેનાથી સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવા ઉપર, તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્લેકાર્ડ અથવા બીજા કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા અથવા તેનો ફેલાવો કરવા કે દેશ વિરોધી નારાઓ પોકારવા જેવા કૃત્યો કરવા ઉપર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.૧૪/૨/૨૦૨૧ સુધી મનાઈ ફરમાવવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tp9eJ6
ConversionConversion EmoticonEmoticon